Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
નથી. બલકે સિદ્ધ હકીકતો ઉપર આધારિત અને બાણને માટે વર્તમાનકાલિક છે, તેમાં જુદા જુદા તબક્કે પિતાની આસપાસના સમાજનો એટલે કે ભાવક વર્ગને પરિચય બાણ આપે જ છે. જેમ કે
(f) ...સતિ રાવરિંછને વિચાણસ જે ઇrનિરજાત્ II જ્યારે ઘરેથી દેશાટન માટે બાણ નીકળ્યા, ત્યારે તેમના પરિવારમાં- (જીવન પર્વત) તૂટે નહી તે વિદ્યોપાર્જનને અવકાશ કાયમ હતા.
(ख)... स्वभावगम्भीरधीधनानि विदग्धमण्डलानि च गाहमानः पुनरपि तामेव वैषश्चितीमात्मवशोचितां प्रकृतिमभजत् । महतश्च कालात्तमेव भूयो वात्स्यायनव शाश्रममात्मनो जन्मभुवम् ब्राह्मगाનિવાસમમતુ - અહી જણાવ્યા પ્રમાણે દેશાટન વખતે-વિદ્વાનોની મંડળીઓમાં ગળાડૂબ રહેતો, તે ફરીથી પિતાના વંશને ઉચિત એવી વિદ્વતાપૂર્ણ પ્રકૃતિને પામ્યા-” એ પછી ફરીથી તે વાસ્યાયનવંશના ભાશ્રમ અને બ્રાહ્મણોના અધિવાસ એવી પિતાની જન્મભૂમિમાં પાછો ફર્યો.
(ग) ...शुकसारिकारब्धाध्ययनदीयमानोपाध्यायविश्रान्तिसुखानि साक्षात्त्रयी तपोवनानीव चिरदृष्टाना. म्बान्धवानाम्प्रीयमाणो भ्रमन्भवनानि बाणः सुखमतिष्ठतम् ।
...પોપટ અને મેનાએ શરૂ કરેલા અધ્યાપનથી ત્યાં ઉપાધ્યાયોને વિશ્રામનું સુખ આપવામાં આવતું-આભ (બ્રાહ્મણધિવાસના ભવનો, જાણે સાક્ષાત વેદત્રયાત્મક તપોવન જેવાં હતાં.
આ ત્રણેય સ્થળાને જોતાં જણાય છે કે બાણ ઘરનો ત્યાગ કરી દેશાટન માટે નીકળ્યા, ત્યારે પરિવારમાં અવિછિન વિદ્યા પ્રસંગ હતો, પણ ઘર છોડયું એટલે એ વિદ્યા પ્રસંગ પણ છૂટયો આમ
છતાં દેશાટન દરમ્યાન પોતે વિદર્ભડળીના આશ્રયે પિતાના વંશને અનુરૂપ વિદ્વત્તાને એ પામ્યા. એ પિછી ઘરે પાછા ફર્યા ત્યારે પણ ત્યાં વિદ્યા પ્રસંગ પહેલાંની જેમ અનવરત ચાલી રહ્યો હતો.
આટલી બાબતો ધ્યાનમાં રાખીને હવે ત્રીજા ઉછવાસ ઉપર નજર કરીએ. ત્રીજા ઉછવાસના આરંભ ભાગમાં બાણે પૌરાણિક શૈલી પ્રયોજી છે. પુરાણોમાં જેમ કોઈ વસ્તુ કે વિગત માટે અમુક
વ્યક્તિ ફરમાયશ કરે, અને એની એ ફરમાયશ પૂરી કરવા કથાકાર કથાવસ્તુને પીરસે, એ રીતે અહી 'પણ જમા કરવામાં આવી છે.
બાણ હર્ષવર્ધનની પ્રત્યક્ષ મુલાકાત લઈને બ્રાહ્મણધિવાસમાં પાછા ર્યા છે. ઘણા દિવસ પછી ભેગા થયેલા કૌટુંબિકજનોના કુશળતાના સમાચારોની આપ-લે થઈ ગયા પછી ઈરાદાપૂર્વક બાણે પુરાણપાઠને પ્રસંગ ખડે કર્યો છે. પુરાણપાઠ દરમ્યાન બાણના સમાજ અને પરિવારના અનેક નાના મોટા સ્વજનો ઉપસ્થિત છે. તેમાંથી બાજુના પિતરાઈઓ પૈકીના એકે દબાણે જેની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે, તેવા સમ્રાટ હર્ષનું ચરિત સંભળાવવા પ્રાર્થના કરી છે. એ પછી કેટલીક વિગતો આપીને બીજા દિવસથી હર્ષચરિત સંભળાવવાનો આરંભ થાય છે. , અહીં ખૂબ જ ચાતુર્ય અને સાવધાનીથી બાણે પોતાના અથવા એમ કહો કે હર્ષચરિતના શ્રાવક-ભાવક વગને ખ્યાલ આવે છે. જેના મુખથી હર્ષચરિત સંભળાવવાનો પ્રસ્તાવ પ્રાપ્ત થયો છે, અને જેમની સામે વાણી પ્રયોગ કરવાનું છે, તે આ પ્રકારના લોકો છે :
હિચરિતના કતાં બાણને ભાવક વગ].
[ ૩૭
For Private and Personal Use Only