Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી રત્નમણિરાવે આ બાબત નોંધ કરી છે તે મુજબ “... અને એક ઉપર વિ. સં. ૧૭૦૭ (ઈ.સ. ૧૨૫૦)નો મહારાજા વિશળદેવના સમયનો એક ખંડિત લેખ છે પરંતુ તે સ્પષ્ટ નથી.' - આ ચર્ચા પરથી માહિષક કયું? એ પ્રશ્ન વિવાદાસ્પદ ગણાય. તેમાં ગિ વ. આચાયેલ માણસા અને ભેસાણને અમદાવાદની ઉત્તર દર્શાવ્યાં છે. અને મહિસા (જિ. ખેડા, તા. ઠાસરા) એ સ્થળની નોંધ કરીને આ બને સ્થળોએ પ્રાચીન અવશેષો નથી એમ નેપ્યું છે. અને “માહિસક એ અમદાવાદ પાસેનુ ગામ હોવું જોઈએ” એવું વિધાન કર્યું છે. તેમણે આપેલી ખેડા જિલ્લાના મહિસાની વિગતને દેવ સુધારવામાં આવે તે મહીસા નડિયાદ તાલુકામાં કપડવંજ તાલુકાની સરહદ પરનું ગામ ગણાય. આ ગામમાં બ્રહ્માજી, ઉકઠેશ્વર મહાદેવ આદિ સ્થળો અને પ્રાચીન વસ્તુઓ છે તેથી આ મહીસા ગામ સ્તંભ લેખનું ગામ ગણુય.
પરંતુ સ્થાનિક પરંપરા તેને મહીજી શા વાણિયાએ વસાવેલું માને છે તેથી કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. તેને ઉતર સ્થાનિક પુરાવસ્તુના અધ્યયન સિવાય આપવો મુશ્કેલ છે. આ મહીસા સ્તંભ લેખનું માહિસક હોવાની સંભાવના માનવા માટે સક્ષમ છે. પરંતુ મહિલ, માહિસક, મહેસાણું આદિ ઘણું સ્થળ જાણીતાં છે. અમદાવાદથી તે પ્રમાણમાં દૂર અને જમીન માર્ગે જોડાયેલું છે. તે જોતાં જ્યારે ભદ્રની મસ્જિદ બંધાઈ ત્યારે ત્યાંથી આ સ્તંભ ખસેડવામાં આવ્યો હશે કે કોઈ નજીકનાં સ્થળેથી તે લાવવામાં આવ્યો હશે એ સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય. આ પ્રશ્ન પર કેટલોક પ્રકાશ પદ્મપુરાણાન્તર્ગત સાભ્રમતી માહાસ્ય ફેકતું લાગે છે.
પહાપુરાણાન્તર્ગત સાભ્રમતી માહામ્યના અધ્યાય પર માં ઈન્દ્રોડાના ધવલેશ્વરના વન પછી બાલાપિન્દ્ર તીર્થની કથા આવે છે. આ પર મા અધ્યાયના ૩૩ થી ૩૮ માં મહીશ્વર તીથને ઉલેખ છે. આ તીથના વન પછી ૫૪મા અધ્યાયમાં અમદાવાદનાં તીર્થોનું વર્ણન આવે છે. તેથી ભૌગોલિક પરિસ્થિતિને લીધે આ મહીષેશ્વર તીર્થની તપાસ આવશ્યક ગણાય.
બાલાપેન્દ્ર તીર્થ એ બાલા અને મુની કથા આપે છે, સ્થળ-નામ પ્રમાણે બાલાપ એ વલાદનું સંસ્કતિકરણ કે પૌરાણિક નામ હોવાનું તેના ઇન્દ્રોડા અને અમદાવાદ વચ્ચેના સ્થાન પરથી સમજાય છે.
આ બાલાપ અથવા વળાદ તીર્થ નદીની ભેખડ પર હોઈ તે વલા, વલસાડ, કે વાલેડ જેવા ભેખડ પરનાં ગામના અર્થસૂચક નામ ધરાવતાં સ્થળ-નામોના વર્ગનું નામ હોઈ તે નદીની તેના સ્થળની વિશેષતા દર્શાવે છે. * આ વળાદમાં સૂર્યની ઉપાસના સૂચક સૂર્ય પ્રતિમા, સપ્ત માતૃકાની ઉપાસના દર્શક માત્રીમંદિર, અને શવ પર પરાના સચવાયેલા અવશેષ સૂચક ચંડની, પરંતુ જાબાલઋષિને નામે ઓળખાતી શિપ કતિ છે. આ સાથે જૈન તીર્થકરોની પ્રતિમા આ સ્થળની આબાદી દર્શાવે છે.
વળાદના બ્રાહ્મણો વળાદરાને નામે ઓળખાય છે, તથા પોરવાડ વણિકની ઈષ્ટ દેવી માત્રી મંદિરમાં છે. વળાદ એ મહત્વનું સ્થાનક હતું તેની આજુબાજુ સત્તરમી સદીમાં કિટલે બાંધવામાં આવ્યા હતા. આ સ્થળે મહીષેશ્વરનું વર્ણન પુરાણમાં હાઈ મહીપેશ્વરનું તીર્થે અમદાવાદ પાસે હતું. ભેખડ પર તે હોય તે તે ઉત્કંઠેશ્વર પણ જણાય. ઉપસંહાર
આમ મહીસા અને વળાદ બન્નેમાં પુરાવસ્તુવિદ્યાની દષ્ટિએ માહિસક ગણવાનાં પ્રમાણ છે. તેથી અમદાવાદની મસ્જિદને સ્તંભ કયાંથી આવ્યો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સામાન્યતઃ મુસલમાન અમદાવાદ વળ માહિસક]
[૪૫
For Private and Personal Use Only