Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દડિ–પ્રયુક્ત અભિનવ, અલ્પપ્રયુક્ત શબ્દો ગીતા મહેતા ગદ્યકાર ડી છઠ્ઠી સદીના ઉત્તરાર્ધથી સાતમી સદીની વચ્ચે થઈ ગયેલા છે. તેઓ વૈદભી રીતિના અનુયાયી છે અને ભાષા પ્રયોગમાં નિપુણ છે. તેમની ભાષા જટિલતા અને વિસ્તાર દોષથી મુક્ત છે. અભિવ્યક્તિની યથાર્થતા, અર્થની સ્પષ્ટતા, શબ્દાબરને અભાવ અને પદનું લાલિત્ય તેમની વિશેષતા છે. દડીઓ “દશકમારચરિત” નામની કથા અને આખ્યાયિકાના મિશ્ર લક્ષણોને ધરાવતી કૃતિની રચના કરી છે. “દશકુમારચરિત' ઉપર “પચન્દ્રિકા,” “ભૂષણ' અને ‘લઘુદીપિકા' ટીકા મળે છે. ટીકાકારોને “દશકુમારચરિત'માં દ૨ડીએ પ્રયોજેલા શબ્દોને સમજાવવા માટે લગભગ ૪૧ કોશની કે કેશકારોની મદદ લેવી પડી છે. જેમ કે, (૧) રત્નકોશ (૨) અમરકેશ (૩) વૈજયંતીકાશ () હારાવલી (૫) મહીપ (૬) વિશ્વ (૭) ભાગુરિ (૮) શાશ્વત (૯) ગુરુચરણ (૧૦) હૈજા (૧૫) કોશસાર (૧૨) અજય (૧૩) મહીધર (૧૪) કેશવ (૧૫) ભાવ (૧૬) ૨૨નહાર (૧૭) દિવાકર (૧૮) બાપાલિત (૧૯) ઉત્પલ (૨૦) સજજન (૨૧) નિદાન (૨૨) ભીમ (૨૩) મેદિની (૨૪) માગધપરિભાષા (૨૫) ભાસ્કરાચાર્ય (૨૬) વાલ્મટ (૨૭) યાજ્ઞવલ્કય (૨૮) ચાણક્ય (૨૯) વરાહમિહિર (૩૦) ભાવમિશ્ર (૩૧) મન (૩૨) ભગવદગીતા (૩૩) કલ્કતત્ર (૩૪) વરરુચિ (૩૫) કામક (૩૬) વાસ્યાયન (૩૭) હલાયુધ (૩૮) નિઘટ્ટ (૩૯) પાણિનિ (૪૦) ભરત (૪૧) હેમચન્દ્ર હરડીએ જે અભિનવ કે અપપ્રયુક્ત શબ્દ આપ્યા છે, તેને ભાગુરિ નામના કેશકારની મદદ દ્વારા અહી વિમર્શ કરવામાં આવ્યો છે. દરડીએ પ્રોજેલા અભિનવ શબ્દ જોઈએ તે પહેલાં ભાગુરિ વિષે ઉપલબ્ધ માહિતી જાણી લેવી જોઈએ.' ભાગુરિમાં શ્રયમાણ તદ્ધિતપ્રત્યય અનુસાર ભાગુરિના પિતાનું નામ “ભગુર' પ્રતીત થાય છે. ભાગરિકૃત કેષનું નામ “ત્રિાણ' હતું. તેમણે કેશ ગ્રન્થ ઉપરાંત બ્રાહ્મણગ્રન્થ, અલંકાર ગ્રન્ય તેમ જ સાંખ્યદર્શનભાષ્ય પણ આપ્યા છે. જો કે આ બધા ગ્રન્થોના પ્રવક્તા એક જ ભાગુરિ છે કે ભિન્ન ભિન્ન તે અજ્ઞાત છે. શાકમારચરિત'માં દડીએ કેટલાક અભિનવ અને અ૫પ્રયુક્ત શબ્દોનો પ્રયોગ કર્યો છે જેને ભાગુરિની મદદ દ્વારા સમજવા પ્રયાસ કરીશું, * “ભાષા ભવન’ ગુજ. યુનિ, સંસ્કૃત વિભાગ કથા અને આખ્યાયિકાના સેમિનાર વખતે વંચાયેલ શોધપત્ર. + વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, નરોડા આર્ટસ કોલેજ, અમદાવાદ [ સામીપ્ય : એપ્રિલ, ”-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94