Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુચરે બંને હાથે મોદકપાત્ર ધારણ કરેલ છે. અનુચરના મસ્તક પરના ગૂંચળાયુક્ત વાળ છેક ખભા પર પથરાયેલા છે. તેની ઉપસેલી આંખો અને મુખનું આલેખન ઉલ્લેખનીય છે.
ઉપયુક્ત પ્રતિમાનું સમગ્ર આલેખન જોતાં અધેવની કલામય વલીઓ અને અંતભાગમાં ગોમૂત્રિકાઘાટ ગ્રીક અને ગાંધાર શૈલીની યાદ અપાવે છે. વળી અંગોની રચનામાં મોટા જધન અને દેહવળાંકને ભારપૂર્વક દર્શાવવાની આ શૈલી પ્રાચીન શિપમાં પ્રચલિત હતી.
આ ગણેશ પ્રતિમાની બેસવાની પદ્ધતિને અમઝારા, કેટેશ્વર અને રોડામાંથી પ્રાપ્ત ગણેશ પ્રતિમાઓ સાથે સરખાવતા એક જ પદ્ધતિની શૈલી હોવાનું માલુમ પડે છે. અલંકારોની બાબતમાં શામળાજી, ઈડર, અમઝારા, કોટેશ્વર, સિહોર, રેડાની ગણેશ પ્રતિમાને અલ કરણે સાથે સ્પષ્ટ સામ્ય ધરાવે છે, વળી ગણેશના ડાબા પગ પાસે ઊભેલ અનુચરને મસ્તકના ગૂંચળાયુક્ત વાળ અને મુખનું સૌષ્ઠવ યાવની (Hellenistic) શિ૯૫–શૈલીની અસર બતાવે છે. આને શામળાજીમાંથી પ્રાપ્ત ચામુંડાએ ધારણ કરેલ મસ્તક સાથે સરખાવી શકાય.
આમ આ ગણેશ પ્રતિમાના સમગ્ર લક્ષણોને ધ્યાનમાં લઈ ગુપ્તકલાની અસર સૂચવતા આ શિપને ઈસવી સનના સાતમા સૈકામાં મૂકી શકાય. પંચમહાલમાંની નૃત્ય ગણેશ પ્રતિમા (ચિત્ર-૨)
પંચમહાલ જિલ્લાના લીબડી નજીક લીલવા (ઠાકર) નામના ગામમાં નૃત્યમુદ્રામાં ઊભેલા ગણેશની અપ્રતિમ મૂતિ આવેલી છે. નૃત્ય મુદ્રામાં ગણેશજીએ જમણે પગ ઊ એ લઈને આંગળીઓ પર ટેકવેલ છે. જ્યારે ડાબો પગ ઢીંચણથી સહેજ વાળેલો છે. ગજ મસ્તક પર નાને મુકુટ અને આગળના ભાગે મૌક્તિકની સરયુક્ત કેરીઘાટનો અલ કરયુક્ત પદો શોભી રહ્યો છે. બંને કાનના ઉપરના ભાગમાં પદ્મકળી આકારના નાના કર્ણ—અલંકારો નોંધપાત્ર છે. વિસ્ફારિત નેત્રો, મુખમાં ખંડિત દંતશૂળ છે. ખભાને સમાન્તર ડાબી તરફ સૂઢ રાખેલ છે. કંઠમાં ઘંટડીયુક્ત હાર અને એકાવલિ દષ્ટિગોચર થાય છે. ડાબા ખભા પરથી પસાર થઈ જમણા હાથ નીચેથી ઉદર ઉપર દેખાતો નાગબંધ આકર્ષક છે. બાજુ પર કાપા પાડેલાં કડાં અને હાથમાં કટકવલય છે. કેડ પર અધવઅને બાંધતો દોરડા ઘાટનો કટિબંધ, ઢીચણ નીચે સુધી ખૂલતી વનમાલા, પાદવલય અને પાદજાલક સમગ્ર પ્રતિમાની સુંદરતામાં વધારો કરે છે. દેવના જમણા પગ પાસે વાહન મૂષક જોઈ શકાય છે. ગણેશના ચાર હાથમાં અનુક્રમે દત, પરશુ, પા અને મોદકપાત્ર ધારણ કરેલ છે. . આ પ્રતિમાની સમગ્ર ઘડતર શૈલીમાં ગણેશનો ડાબો પગ વધારે પડતા સ્થળ બતાવેલ છે. બાકીનું ઘડતર અને અલંકરણ ધ્યાનાકર્ષક અને સપ્રમાણુ જણાય છે. આ પ્રતિમાને તેના મુખ્ય લક્ષણેને ધ્યાનમાં લેતાં ઈ. સ.ની ૧૦ મી સદી જેટલી પ્રાચીન માનવી જોઈએ. બાવકાની ગણેશ પ્રતિમા (ચિત્ર-૩) - બાવકા (પંચમહાલ) ગામના શિવમંદિરમાં સ્તલિંકાયુક્ત ગવાક્ષમાં ગણેશની સુંદર પ્રતિમા આવેલી છે. ગણેશ ત્રિભંગમાં ઊભેલા છે. સ્તંભોમાંના મકરમુખમાંથી નીકળતી પદ્મયુક્તવેલના મથાળે કીતિ મુખનું આલેખન ધ્યાનાકર્ષક છે. સ્તંભની બહારની બંને બાજુએ સિંહવ્યાલ અને હસ્તિવ્યાસનાં શિપ નજરે પડે છે,
૩૨]
[ સામીપ્ય : એપ્રિલ, '૮–સ, ૧૯૯૩
For Private and Personal Use Only