Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધને રજૂ કરવામાં આવ્યા છે. ભરદૂત અને સાંચીના શિલ્પમાં અનુક્રમે ત્રણ અને બે ટાગાર દર્શાવ્યાં છે જ્યારે બે ધિગયાના શિ૯૫માં એક પણ કૂટાગાર દર્શાવ્યું નથી. ભારત અને ધિગયાના શિલ્પમાં વનના સૂચક એવા ત્રણ વૃક્ષો આલેખવામાં આવ્યા છે. ભરદૂતમાં પ્રસંગનું ખૂબ જ વિગતે શિલ્પાંકન કરવામાં આવ્યું છે. અનાથપિંડદને દાનનો સંકલ્પ, ગાડામાંથી મુદ્રાઓ ઉતારવી, મુદ્રાઓ જમીન પર બિછાવી, ત્રણ કૂટાગાર, ત્રણ વૃક્ષો વગેરેના આલેખન દ્વારા આ હકીક્ત સ્પષ્ટ થાય છે. શિલ્પાંકનના સમયે એટલે કે ઈ. પૂ. બીજી સદીમાં જાતકકથાઓ અને બુદ્ધના જીવન પ્રસંગે લોકોમાં એટલા જાણીતા થઈ ગયા હતા કે ભરદૂતના શિ૯૫માં આટલું વિગતે આલેખન ન થયું હોત તે પણ દશકને પ્રસંગને ખ્યાલ આવી શકે તેમ હતું. એટલું જ નહિ પણ શિલ્મના વિષયને અભિલેખ દ્વારા જણાવવામાં પણ આવ્યો છે ! રજૂઆત દ્વારા જ દર્શકન વિષયની જાણ થાય છે તે કુશળ કલાકારની સિદ્ધહસ્તતા દર્શાવે છે. આ દૃષ્ટિએ બોધિગયાનું શિલ્પ નેખું પડે છે. માત્ર ત્રણ પુરુષ, વૃક્ષો અને મુદ્દાઓના આલેખન દ્વારા જ સમગ્ર પ્રસંગને સફળ રીતે રજૂ કરવામાં કલાકારને સફળતા મળી છે. ત્યાં પ્રસંગનું નામ પણ જણુવ્યું ન હોવા છતાં પ્રસંગને ખ્યાલ આવી જાય છે. ભારતના શિલ્પમાં પાત્રોની આસપાસ પશ્ચાદભૂમિમાં થોડી જગ્યા ખાલી રાખીને છાયા દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી પાત્રો જહા પડી આવે છે સરંતુ તેઓને એકબીજા સાથે લયાત્મક સંબંધ જણાતું નથી. ભરદૂતમાં દરેક બાબત ધીરજથી કાળજીપૂર્વક આલેખવામાં આવી હોવા છતાં દરેક ભાગ અલગ જણાય છે અને એકબીજા સાથે સંબંધિત હોવાનું જણાતું નથી. જ્યારે બે ધિગયામાં ભરત જેટલું વિગતે આલેખન કરવામાં આવ્યું ન હોવા છતાં તેના પાત્રો લયાત્મક રીતે એકબીજા સાથે સંબંધિત જણાય છે. વાસુદેવશરણું અગ્રવાલના મતે બધિગયાના શિપીઓએ પિતાના ઝીણવટ ભર્યા શિલ્પકામનો વારસે ભરડૂત પાસેથી મેળવ્યો હતો અને તે સાચી અને મથુરામાં પણ વધારે સારી રીતે ફેલાયો હતો. આમ હોવા છતાં ભરદ્દત, બધિગયા અને સાંચીના જેતવનના કાનપ્રસંગના શિ૯૫ની ૨જુઆતમાં ઘણું મેટો ભેદ જોવા મળે છે.
પાદટીપ 1. Cunningham, Stupa at Bharhut, plates 28 & 57 ૨. મિશ્ર રમાનાથ, મદૂત, પૃ. ૭૦ ૩. એજન પૂ. ૭૧ ૪. એજન પૃ. ૭૧ 4. Marshal John, The Monuments of Sanchi and Foncher Alfred, Vol. I (Text)
p. 222 Vol. II (Illustrations) plate 6 XXXIV b 2 $. Cunningham, Mahabodhi, plate VIII-8 ૭. Agrawala, Vasudeva, Indian Art, p. 184
[ સામીપ્ય : એપ્રિલ, 'ક૭-સપ્ટે., ૧૯૯૪
For Private and Personal Use Only