Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મસ્યપુરાણ અને કુમારસંભવનું સ્થાતત્ત્વ રમેશ સુ. બેટાઈ* સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યા આપતાં “કાવ્યાદર્શ 'કાર દડી કહે છે તેમ મહાકાવ્યનું વરતુ ઇતિહાસમાંથી મળેલ કે કે ઈ મહાપુરુષના મહાન જીવન પર આધાર રાખનારું હોય છે. હૃતિહારજોમૂતમિત કાશ્રયમ્. એનાથી પહેલાંની ‘અગ્નિપુરાણુ'ની વ્યાખ્યા કહે છે તે આ જ પ્રમાણે છે અને સાહિત્યદર્પણ” કાર વિશ્વનાથ પણ કૃતિહાસમવં વૃત્તાન્યદ્રા સઝનાશ્રયમ્ એમ કહીને આ જ મતને પુષ્ટિ આપે છે. ઐતિહાસિક અને વીરગાથાકાવ્યની એક મહાન પુરાતન પરંપરાના છેલ્લા અવશેષસમાં રામાયણ અને મહાભારત વસ્તુ અને સ્વરૂપ ઉભયની દષ્ટિએ પાછળના મહાકાવ્યને નમૂનારૂપ બનેલાં છે, અનેક અમરકથાઓ પણ પૂરી પાડે છે. આ કારણે પણ મહાકાવ્યની વ્યાખ્યામાં ઉપયુક્ત લક્ષણ આવ્યું હોઈ શકે. વળી સંસ્કૃતમાં કાવ્યના કેઈ પણ સ્વરૂપમાં મૌલિકતા કવિકલ્પિત વસ્તુ કરતાં વધુ જૂના વસ્તુના કવિની ઉદાત્ત પ્રતિભાએ કરેલા નવા સંસ્કરણમાં મનાઈ છે. અંગ્રેજી સાહિત્યના મહાકવિ શેકસપિયરની માફક જ કાલિદાસ પોતાની કૃતિઓનાં વસ્તુ નવાં શોધી કાઢવાની પરવા કરતું નથી. કવિ કાલિદાસની સાચી મૌલિકતા નિરૂપણની નવીનતામાં, જૂના અરસિક કાવ્યવિહીન વસ્તુને નવજીવનસંપન્ન બનાવવામાં રહેલી છે. કાલિદાસે મહાભારતના અતિસામાન્ય “શકુન્તલેપાખ્યાન'માંથી ક્ષણે ક્ષણે વનવતામુતિ તવ પ રમણીયતાવાઃ ( fપાવધ) “ક્ષણેક્ષણે જે નવતા ધરે છે તે રૂ૫ જશે રમણીયતાનું,” એવુ' “શાકુન્તલ' ૨ . ‘કુમારસંભવ'માં એ જ કવિ તેની પ્રેરણારૂપ મૂળ કથાને તદ્દન નવા જ સ્વરૂપે ઘડીને આપણી સમક્ષ મૂકે છે. કીથનું અને કેટલાક પશ્ચિમના પંડિતોનું મંતવ્ય છે કે કાવ્યની ગુણવત્તાની દષ્ટિએ “કુમારસંભવ' સંસ્કૃતનું શ્રેષ્ઠ મહાકાવ્ય છે “To modern taste the 'Kumārasambhava' appeals more by reason of its richer variety, the brilliance of its fancy and the greater warmth of its feeling." (History of Sanskrit Literature, 41 57). ભારતની પુરાતનપ્રસિદ્ધ દેવત્રયીમાંથી શિવ અને વિગણ સાવ ભારતીયોને મુગ્ધ કરનારા દેવ રહ્યા છે, તેથી અનેક સ્થળે શિવ ભગવાનની કથા આપણને મળે છે. પ્રસ્તુત મહાકાવ્યને સમાન કથા રામાયણ-મહાભારત ઉપરાંત ખાસ કરીને શિવપુરાણ, મસ્યપુરાણ, સૌરપુરાણ, બ્રહ્મપુરાણ અને કાલિકાપુરાણમાં મળી આવે છે. આ સવ પુરાણેનો સમય અનિશ્ચિત છે તેથી કયા પુરાણુનો આધાર કાલિદાસે સંભવત: લીધો હશે તે કહેવું મુશ્કેલ છે. ખરેખર તો અઢાર પુરા પૈકી દસમાં શિવની કથા મળે છે. તેથી તે કહેવાયું છે કે अष्टादशपुराणेषु दश मिर्गीयते शिवः । + “સંસ્કૃત અધ્યાપક સંઘ'ના તીથલના સંમેલન(૧૯૯૧)માં વાંચેલે નિબંધ. * નિવૃત્ત કાર્યકારી નિયામક, લા. ૬. વિદ્યામંદિર, અમદાવાદ ૧૮ ] [સામય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94