Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિરણવાળું સૂર્યબિંબ અને ડાબી બાજુએ બે અર્ધ ચંદ્ર અંકિત કરેલા છે. કિનારી પર વૃત્તાકારમાં ક્ષત્રપકાલીન બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત ભાષામાં નીચે મુજબ લખાણ ઉપસાવેલું છે :
- राज्ञो महाक्षत्रपस रुद्रदमपुत्रस रज्ञ महक्षत्रपस दमजदश्रय ૨. મહાક્ષત્રપ રુદ્રસિંહ ૧લા(શક ૧૦૨-૧૧૮ = ઈ. સ. ૧૮૦–૧૯૬૦ના સિક્કો
ઉપર્યુક્ત દામદજશ્રી લાના લધુ બંધુ રુદ્રસિંહ ૧ લાનો શક વર્ષ ૧૧૧(ઈ. સ. ૧૮૯)ને આ મહાક્ષત્રપ પ્રકારનો સિક્કો ચાંદીનો અને આકારમાં ગોળ છે. એને સામાન્ય પરિગ્રહણુક ૧૬૫૫૩ છે. સિક્કાનું વજન ૨.૦૫ ગ્રામ અને અર્ધવ્યાસ ૧૪ સે. મી. છે.
રેસનના કેટેગમાં રદ્રસિંહ ૧લાના ૨૯ ચાંદીના અને બે પોટનના સિક્કાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૨૯ ચાંદીના સિક્કાઓમાંથી ૨૪ મહાક્ષત્રપ પ્રકારના અને ૫ સિક્કા ક્ષત્ર૫ પ્રકારના છે. શેઠ શ્રી ચિનુભાઈ ચિમનભાઈના સંગ્રહમાં આ રાજના ચાંદીના ૪, જૂનાગઢ મ્યુઝિયમમાં ૧, વલ્સન મ્યુઝિયમ, રાજકોટમાં ૨, બાર્ટન મ્યુઝિયમ, ભાવનગરમાં ૨, સરદાર પટેલ મ્યુઝિયમ, વલભવિદ્યાનગરમાં ૩, પ્રિન્સ ઍક વૈ૯સ મ્યુઝિયમ, મુંબઈમાં ૭ અને લા. દ. મ્યુઝિયમ, અમદાવાદમાં ૧ સિક્કો સંગૃહીત છે.૪ રૂદ્ધસિંહ ૧ લા પ્રથમ વાર મહાક્ષત્રપ તરીકેના સિક્કા શાક ૧૦૦ થી ૧૧ સુધીના મળે છે. આ સિક્કો શક ૧૧૧ ને છે. આથી રુદ્રસિંહ પ્રથમ વાર શક ૧૧૧ સુધી મહાક્ષત્રપ રહ્યો હોવાનું જણાય છે. સિક્કાને અગ્રભાગ : દક્ષિણાભિમુખ રાજની મુખાકૃતિ અને સામે ગ્રીક અક્ષરે અંકિત કરેલા છે. રાજની ગરદનની પાછળના ભાગમાં શક વર્ષ [૧૦૦+૧૦+૧ અ કિત કરેલ છે.
પૃષ્ઠભાગ: મધ્યમાં ત્રિકૂટ પર્વત, એની નીચે તરગાકાર બે રેખાઓ, ત્રિકૂટ પર્વતની ઉપર જમણી બાજુ ૯ કિરણવાળ સૂર્ય બિંબ અને ડાબી બાજુ બે અર્ધચંદ્ર અંકિત કરેલ છે. કિનારી પર વૃત્તાકારે ક્ષત્રકાલીન બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં લખાણ ઉપસાવેલ છેઃ
T૪ મહાક્ષત્રણ વનપુત્રય શો મહક્ષત્રપસ ઇદ્રસિદસ ૩, ક્ષત્ર૫ વીરદામાનો સિક્કો (શક ૧૫૬-૧૬૦ = ઈ. સ. ૨૩૪-૨૩૮)
દ્રસિંહ ૧લા પુત્ર મહાક્ષત્રપ દામસેનના લાંબા શાસન દરમ્યાન તેને પુત્ર વીરદામા ક્ષત્રપ તરીકે અધિકાર ધરાવતો હતો તેનો આ ચાંદીનો સિક્કો આકારમાં ગેળ છે. એને સામાન્ય પરિગ્રહણાંક ૧૬૫૪૯ છે. સિક્કાનું તેલ ૨.૨૫ ગ્રામ અને અવ્યાસ ૧.૫ સે. મી. છે. રાજ વીરદા માના માત્ર ક્ષત્રપ પ્રકારના સિક્કા શક ૧૫૬-૧૬ ૦ (ઈ. સ. ૨૩૪-૨૩૮)ના વર્ષોના જ મળે છે. ( રેસને કંટેલેગમાં વીરદામાના ૩૩ ચાંદીના અને ૧૧ પિટનને સિક્કાઓનું વર્ણન કર્યું છે.” આ ઉપરાંત ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ફોર રિસર્ચ ઇન ન્યુમિન્મેટિક સ્ટડીઝ, અંજનેરી(નાસિક)માં વીરદામાન ૧૭, લા. દ. સંગ્રહાલયમાં ૧, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં ૨, શ્રી ચિનુભાઈ ચિમનભાઈના સંગ્રહમાં ૫, બાટન મ્યુઝિયમમાં ૧, જૂનાગઢ મ્યુઝિયમમાં ૧, વડોદરા મ્યુઝિયમમાં ૧ અને વોટસન મ્યુઝિયમમાં ૧ સિક્કો પ્રાપ્ય છે. મોઢેરામાંથી વીરદામાને એક મહાક્ષત્રપ પ્રકારને સિક્કો ઉપલબ્ધ થયે છે.?
સિક્કાને અગ્રભાગ : દક્ષિણાભિમુખ રાજાની મુખાકૃતિ અને સામે કિનારી પર ગ્રીક અક્ષરો ઉપસાવેલા છે. ગરદનના પાછળના ભાગમાં શક વર્ષ ૧૦૦+૫+[૭] વંચાય છે. ભો. જે. વિદ્યાભવન સંગ્રહાલયમાંના કેટલાક સિક્કા : એક સ્વાધ્યાય ]
(૨૫
For Private and Personal Use Only