Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુરાણોની રચનાને સમય અનિશ્ચિત છે. વળી અત્યારે મળી આવતાં પુરાણે એ જ મૂળ પુરાણો છે તે સર્વસ્વીકૃત નથી. પુરાણેમાં “કુમારસંભવની કથા મળી આવવાની વાત કીથ સ્વીકારતા નથી. તેઓ તે કહે છે કે આ કાવ્ય રચતી વખતે કાલિદાસ પાસે આદર્શ નમૂને તે “રામાયણને જ છે. “મસ્યપુરાણ” અને “કુમારસંભવ'ની કથાનાં સમાંતર તો તરફ દાસગુપ્તાનું ધ્યાન ગયું નથી. છતાં તેમને અભિપ્રાય એવો છે કે વર્તમાન શિવપુરાણ”ની પૂર્વેની આ પુરાણુની નિમિતિ એ આ મહાકાવ્યનો આધાર છે. મિરાસી, કૃષ્ણમાચારી અને વરદાચારીયરને પણ આ સમાંતરતા દેખાઈ નથી. આથી ‘મસ્યપુરાણું અને કુમારસંભવ'ની સમાંતર સ્થાઓનો તુલનાત્મક અભ્યાસ કરતી વખતે અમારો એવો દાવો નથી કે ‘મસ્યપુરાણ”ની કથાને આધાર કાલિદાસે લીધે છે. હરપ્રસાદ શાસ્ત્રીને મત એવો છે કે “મસ્યપુરાણું” એ એ સમૂહનું પુરાણ છે જેને જૂનાં, વધુ વિશાળ, આ જ નામનાં પુરાણેની સુધારેલી આવૃત્તિ ગણી શકાય આ શકતા સ્વીકારીએ તે કાલિદાસે ‘મસ્યપુરાણ'ની કેઈક જુની આવૃત્તિનો આધાર લીધે હોય એ સંભવિત જણાય છે. આ વાત શંકાસ્પદ છે તે છતાં “મસ્યપુરાણ” અધ્યાય ૧૪૬ થી ૧૬૦ ની કથા સાથે કાલિદાસની કથાનાં સમાન્તર તો જોવા જેવો છે. ઇન્દ્રને હાથે પિતાના બધા પુત્ર માર્યા જતાં વ્યથિત બનેલ દિતિ પોતાના પતિ પાસે દેવો જેને ન જીતી શકે એવા પુત્રની માગણી કરે છે અને દસ હજાર વર્ષ તપ કરી વજાંગ નામનો પુત્ર - મેળવે છે. જન્મીને જ તે સર્વ શાસ્ત્રોમાં પારંગત બને છે અને માતાની આજ્ઞાથી ઈન્દ્રને બાંધી લાવે છે स जातमात्र एवाभूत्सर्वशास्त्रास्त्रपारग । ... શ્વા તતઃ સાક્ષ પાનામોરવર્ચના | • मातुरन्तिकमागच्छद् व्याघ्रः क्षुद्रमृग यथा ।। બ્રહ્મા અને કશ્યપે ઇન્દ્રને છોડાવ્યો. બ્રહ્માએ પોતાના મનથી જ તક્ષણ વરાંગી નામે કન્યા ઉપન કરી પત્ની તરીકે આપી. આ દંપતિએ ઘોર તપ કર્યું, ભારે સાધના કરી. ઈ. તેમાં વિદત નાંખ્યાં. તેણે વરાંગીને અપમાની. વજાંગે ફરી તપ કરી તારક નામે પુત્ર બ્રહ્મા પાસેથી મેળવ્યો. કુદંભ અને મહિષ વગેરે દાનવોએ એ તારકાસુરને પોતાનો રાજા માને. ત્યાર બાદ તપ કરીને તેણે બ્રહ્માને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યું કે, “સર્વ પ્રકારના જીવો અને પરમ તેજેયુક્ત શસ્ત્રોથી મારો વિનાશ ન થાય. બ્રહ્માએ એને સમજાયું કે- 7 ગુડગતે વિના મૃત્યુ સેાિ નિત્તમાં દેહધારીનું મૃત્યુ તે અનિવાર્ય છે. ત્યારે તારકે માગ્યું કે- શિર્વે સપ્તવસરાતા વધે महासुरो मृत्युमवलेपेन मोहितः ॥ “સાત દિવસના બાળકને હાથે મારું મૃત્યુ થાય.” બ્રહ્માએ કહ્યું: ‘તથાસ્તુ'. સૃષ્ટિમાં કોલાહલ મચી ગયે. આસુરી વૃત્તિઓ જુલમ અને હત્યાકાંડ મચાવવા લાગી. દાનવોએ દેવો સાથે યુદ્ધ કર્યું. ખૂબ દાન મરાયા. પરંતુ અંતે તારકાસુરે વિષ્ણુને નસાગ્યા. વરુણ તથા રાવતને નસાડ્યા. દે નિરાશ થયા, હાર્યા, બ્રહ્મા પાસે ગયા. સ્તુતિપ્રસને બ્રહ્માએ દેવને તારકના નાશને ઉપાય બતાવ્યો, 'હિમાલયને ત્યાં પાર્વતી જન્મશે, આગલા જન્મોના પોતાના ભરથાર શિવને તે વરશે, તેને પુત્ર તારકને મારશે. થોડી પ્રતીક્ષા કરો-પાર્વતી જન્મી, મોટી થઈ તપમાં બેઠેલા શિવ ભગવાનને તભ્રષ્ટ કરવા ઈ કામને આજ્ઞા કરી. આવો વિચાર કરવો એ પણ યોગ્ય નથી એમ કામે કહ્યું. મસ્યપુરાણ અને કુમારસંભવનું કથાતત્ત] [૧૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94