Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે એમાં શિવની લિંગોભવ મૂર્તિઓનું સાંગોપાંગ વર્ણન મળે છે. સાથોસાથ તેમના તાલમાનનું પણ વિવેચન થયું છે. આવી સ્મતા પુરાણમાં દૃષ્ટિગોચર થતી નથી. આથી મૂતિ કલાના મહત્ત્વપૂર્ણ સિદ્ધાતિનું વર્ણન જેવું આગમ ગ્રંથોમાં મળે છે તેવું પુરાણમાં મળતું નથી. આગમોમાં દક્ષિણ ભારતની પાષાણુ તેમજ ધાતુ શિલ્પોની કલાનું પૂર્ણ પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. કામિકાગમમાં મૂતિવિધાનને લગતા અધ્યાય (અધ્યાય ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૪)માં લિંગનાં લક્ષણ, પ્રતિમા–લક્ષણ, દેવસ્થાપનવિધિ, પ્રતિમા–પ્રતિષ્ઠા અને દેવ-પરિવારનું સ્થાપન વગેરેની ચર્ચા છે. કારણાગમના પ્રથમ ભાગ(અધ્યાય ૯, ૧૧, ૧૨, ૧૪, ૬૨)માં લિંગ અને મૂર્તિને લગતું તાલમાન સહિતનું વર્ણન મળે છે. જ્યારે બીજા ભાગ(અધ્યાય ૧૨, ૨૧)માં લિંગશુદ્ધિ અને સ્થાપનવિધિની ચર્ચા મળે છે. વૈખાનસ આગમ (પટલ-૨૨)માં પ્રતિમાલક્ષગુનો સ્વતંત્ર અધ્યાય અપાવે છે. એવી રીતે સુપ્રભેદાગમમાં પણ મૂતિવિધાનને લગતા ચાર અધ્યાય (૩૩, ૩૪, ૩૬ અને ૪૦) અપાયા છે. તંત્ર-ગ્રંથ શૈવ તંત્રને આગમ અને વૈષ્ણવ તને પંચરાત્રને નામે ઓળખવામાં આવે છે. આમાં જે શાક્ત, શૈવ અને વૈષ્ણવ દેવ-પ્રતિમાઓના મૂતિવિધાનની ચર્ચા, અને ખાસ કરીને જે તાંત્રિક આચારે તથા પૂજાપદ્ધતિને આધારે-ભૂતિવિધાનની ચર્ચા થઈ છે તે મતિશાસ્ત્રની દષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. લગભગ ૨૫ તંત્ર ગ્રંથોમાં દેવમૂર્તિ ઓનાં રૂપ-વિધાન (સ્વરૂ૫) તેમજ પ્રતિમાગત વિશદ રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધામાં ‘હયગ્રીવ પંચરાત્ર' નામનું તંત્ર ગ્રંથ સર્વોત્તમ છે. “મહાનિર્વાણ તંત્રમાં પ્રતિમા, લિંગ, ભગ્નમૂર્તિ-સધિ, પ્રતિમા–પદાર્થ વગેરેનું વર્ણન મળે છે. આગમ-ગ્રંથ તંત્રવિદ્યાની મહત્ત્વની શાખા છે. એમાં તંત્રોક્ત પદ્ધતિએ પૂજન અને અર્ચનની વિધિઓ બતાવી છે. આમાં બ્રહ્મયામલ, વિદ્યામલ અને રુદ્રયામલાનાં મૂર્તિવિધાનમાં અલગ અલગ સંપ્રદાયની મૂતિ એનું વર્ણન પ્રાપ્ત થાય છે ( પુરાણ, આગમ અને તંત્ર ગ્રંથો ઉપરાંત કેટલાય શાસ્ત્રીય ગ્રંથોમાં મૂતિવિધાનને લગતાં વર્ણન મળે છે. આમાં કોટિચકૃત અર્થશાસ્ત્ર ઉલ્લેખનીય છે. એમાં વાસ્તુને લગતી સામગ્રીનો ઉલ્લેખ કરતી વખતે નગરની મધ્યમાં મુખ્ય માર્ગો પર દેવકુલ કે દેવતાયતનનું નિર્માણ કરી એમાં અપરાજિત, "ત, શિવ, વૈશ્રવણ, અશ્વિન તેમજ શ્રીદેવીનાં સ્થાનકે સ્થાપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એથી જણાય છે કે તે સમયે આ દેવદેવતાઓની મૂતિઓ બનતી હતી. શિલ્પશાસ્ત્રના ગ્રંથ ભારતમાં શિલ્પશાસ્ત્રની બે પરંપરાઓ છે: ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. નાગરી અથવા નાગર શૈલીના વાસ્તુપ્રણેતા વિશ્વકમ મનાય છે. નાગર શૈલીના ગ્રંથમાં વિશ્વકમાંવાસ્તુશાસ્ત્ર' (વિશ્વકર્મા-પ્રકાશ), ભોજદેવકૃત “સમરાંગણ સુત્રધાર,' અને ભુવનદેવકૃત “અપરાજિત- પૃચ્છા' મહત્ત્વના છે. : દ્રવિડ શૈલીના વાસ્તુમ્રથના રચયિતા “મય' મનાય છે. દ્રવિઠી શૈલીને મુખ્ય ગ્રંથ “માનસાર' છે. અગત્ય રચિત “સકલાધિકાર,’ કશ્યપને “અંશુમબેદાગમ, મયકત “મયમત', શ્રીકુમાર શિસ્પરત્ન' વગેરે પણ દ્રવિડી શૈલીના મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. માનસારના કુલ ૭૦ અધ્યાય પૈકીના ૫૦ અધ્યાય વાસ્તુકલાને લગતા અને ૨૦ અધ્યાય મૂતિ કલાને લગતા છે. એમાં હિંદુ મતિ કલા ઉપરાંત જેન અને બૌદ્ધ મૂર્તિવિધાનનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. અગત્યકૃત સકલાધિકારમાં માત્ર ૧૨ ] [સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94