Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવસ પછી જ એની અસર દેખાવા માંડે છે. ગગ મહર્ષિએ કિરણ, અગ્નિપુત્ર, મૃત્યુચુત, ભૂસુત, શશિપુત્ર, બ્રહ્મદંડ, વિસર્ષક, કનક, વિક, તરસ્કર, કીંકુમ, કીલક, વિશ્વરૂપ, અરુણ, ગણક, બ્રહ્મજ, વા, કબધ, વિદિકપુત્ર એવાં વિવિધ નામના કુલ ૧૦૦૦ ધૂમકેતુઓના સ્વરૂ૫, સંખ્યા અને એની.
નો વિચાર પ્રસ્તુત કર્યો છે. વરાહમિહિર ગર્ગના પ્રસ્તુત વિચારોનું જ લગભગ સંકલન, પિતાની બૃહસંહિતામાં કરેલું હોવાથી બનેનાં વર્ણનોમાં ખૂબ જ સામ્ય છે. કેવળ નામમાં અમુક
htણે ફરક છે. વર્ણન અને અસર અંગેનું વિવેચન પણ લગભગ સરખું છે. ધૂમકેતુઓમાંથી કેટલાક શુદ્ધ સફટિક જેવા, મોતીની માળા જેવા, સોના જેવા પીતવર્ણ, તે કેટલાક ખૂબ જ તેજસ્વી, કાળા, રંગના એમ અનેક રંગોમાં તેમજ જુદી જુદી દિશાઓમાં જોવા મળે છે. એમના આકાર પણ, જુલ જલ પ્રકારના વર્ણવ્યા છે. એમાંથી ખૂબ જ ઓછા એવા છે કે જે શુભ ફલ આપનારા
ધેલા છે. બાકી અનેક એવા છે જે, રાજા અને પ્રજા માટે અનિષ્ટકારક અને ભયપ્રદ હોવાનું હાથાવવામાં આવ્યું છે.
પરાશર : પોતાના પુરોગામી તરીકે વરાહમિહિર પરાશરનો ઉલ્લેખ કરે છે. વરાહમિહિરે પોતે પરાશરના મતેને આધારે પોતાનાં વર્ણન માટે કર્યો છે (બુ. સં. ૧૧/૧). પરાશરના મત પ્રમાણે ૧૦૧ પ્રકારના ધૂમકેતુઓ હોય છે. ૧૬ મૃત્યુથી ઉત્પન્ન, ૧૨ સૂર્યજ, ૧૦ રૌદ્રકોપજ, ૭ પૈતામહ જ, ૧૫ ઉદ્દાલકસુત, ૧૭ મરીચિ અને કશ્યપસંભવ, ૫ પ્રજાપતિના હાસ્યથી, ૩ અગ્નિથી, એક ધૂમથી, ૧૪ સમજ, એક બ્રહ્મકેપથી એમ ૧૦૧ પ્રકારના ધૂમકેતુઓ થાય છે. પરાશરનું ધૂમકેતુવર્ણમ સૂત્રમય ગાળા ભાગમાં મળે છે. આવાં સૂત્રમય ઉદ્ધરણોમાં જુલજુદા ધૂમકેતુઓ કેટલાં વર્ષો પછી ફરી ફરી
આમ છે એનું ખૂબ જ રસપ્રદ અને ઉપયુકત વર્ણન મળે છે. સાકેતુ ૩૦૦૦ વર્ષમાં એકવાર દેખા છે; તેમજ કપાલકેતુ કેવળ ૨૫૦૦ વર્ષો પછી જ દેખાય છે, જેને ફળસ્વરૂપ પરાશરસ્તા મત પ્રમાણે દુર્ભિક્ષ, અનાવૃષ્ટિ, વ્યાધિ, ભય, મરણ વગેરે ઉપદ્રવો થાય છે. કલિકેતુ ૩૦૯ વર્ષ પછી, ચલતુ ૧૫૦૦ વર્ષ પછી, ઉદ્દાલક શ્વેતકેતુ ૧૧૦ વર્ષ પછી, કાશ્યપ શ્વેતકેતુ ૧૫૦૦ વર્ષ પછી, રમિકેત ૧૦ વર્ષ પછી દેખાય છે, એમ પરાશર મહર્ષિએ એમના ફરી દેખાવાને સમયને પણ બિદેશ કર્યો છે. કેટલાકને સમય, સ્થાન, રૂપ, વણ વગેરે નિશ્ચિત હોતા નથી. મણિકેતુ, જલકેતુ. ભવકેતુ, પદ્મ, આવતકેતુ, સંવતા વગેરે ધૂમકેતુઓના વિસ્તૃત વર્ણને પરાશરના ઉપલબ્ધ સૂત્રોમાં જોવા મળે છે. પહેલાં લખ્યું છે, તેમ વરાહમિહિરે પરાશરના મતને ઉપયોગ, તેમજ સમાવેશ પિસ્તાના ગ્રંથ બૃહત્સંહિતા(અ. ૧૧)માં કર્યો છે.
વલ: વરાહમિહિર, જેમને પોતાના પ્રથમાં ખૂબ જ આદરણીય સ્થાન આપી, એમના મતને, ઉલ્લેખ કરી. એમના વિચારોને પોતાના ગ્રંથમાં સમાવિષ્ટ કર્યા છે, એવા મહર્ષિઓમાં અસિતદેવલ અથવા દેવલ એ એક મહાન પ્રાચીન સંહિતાકાર હતા (મૃ. સં. ૧૧/૧). એ વરાહમિહિરના પૂર્વકાળના પણ ગગના પછીના સમયમાં થયા હતાં. કારણ દેવલે પિતે ગગમુનિને ઉલેખ કર્યો છે (આ સા. પૂ. ૧૫). તલને પણ અલગ્રંથ ઉપલબ્ધ નથી. જ્યોતિષના પ્રાચીન ગ્રંથમાં એના અનેક લોકો મળે છે. વરાહમિહિરે બૃહત્સંહિતામાં અનેકવાર દેવલના વિચારો પ્રસ્તુત કર્યા છે.' ધૂમકેતુઓની સંખ્યા અંગે મહર્ષિઓમાં એકમત નથી. દેવલના મત પ્રમાણે કૃત્તિકાથી માંડી ત્રણે, ત્રણ કુલ ૨૭ નક્ષત્રમાં, બધા મળી કુલ ૧૦૮ પ્રશ્નારના ધૂમકેતુઓ દેખાય છે. એમાંથી કેટલાક સારી અસર કરનારા, તે ધણા બધા દુ&િ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પ્રજી અને સજાને ભય ઉત્પન્ન કરનારા એવા ગણાવેલા છે.
પ્રાચીન મહરિએનું ધૂમકેતુન].
For Private and Personal Use Only