Book Title: Samaysara Siddhi 6
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 7
________________ d ચાલી. પૂજ્ય ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુપ્તમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢ્યો અને ફરમાવ્યું કે ઃ– * સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ય આગમોનું પણ આગમ છે. * સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ-અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. * સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. * સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્ય કાળ ! * સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત અંદર છે. * સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે. ભારતનું મહારત્ન છે. *સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. * સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. * સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટલું જગતને આપ્યું. સ્વીકાર નાથ ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં ? * સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવના૨ વીતરાગી વીણા છે. * સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડ્યા છે અમૃત વહેવરાવ્યા છે. * સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ ! આ તો ... વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. * સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સત્તને પ્રસિદ્ધ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 599