________________
તેઓ પ્રાંત ભાગમાં લખે છે –
सगकाले वोलिणे वरिसाण सएहिं सत्तहिं गएहिं एग-दिणेणूणेहिं रइया अवरह-वेलाए ॥
तत्थ ठिएणं अह चोद्दसीए चेत्तस्स कण्ह-पकखम्मि ।
णिम्मविया बोहिकरी भव्वाणं होउ सव्वाणं ॥
એટલે કે શક સંવત ૭૦૦ પૂર્ણ થવામાં એક દિવસ બાકી હતો ત્યારે ચૈત્ર વદ ૧૪ને દિવસે ત્રીજા પહોરે આ ગ્રંથની રચના તેમણે પૂર્ણ કરી હતી. આ સમયે એટલે વિક્રમ સંવત ૮૩૫ના ચૈત્ર વદ ૧૪ને દિવસે, ઈ. સ. ૭૭૯ના માર્ચની ૨૧મી તારીખે આ ગ્રંથની રચના પૂર્ણ થઈ છે.
કુવલયમાલાની રચના અંગે કવિએ જેનો વારંવાર નિર્દેશ ગ્રંથસમાપ્તિની કંડિકામાં કર્યો છે તે હ્રીં દેવીએ પોતાને કરેલી સહાય વિશે છે. પોતાને આ ગ્રંથ રચવાની સૂચના, પ્રેરણા અને પ્રસાદ એ દેવીએ આપ્યાં છે, એટલું જ નહિ, સર્વ આખ્યાનક પણ એ દેવીએ જ કહ્યું છે અને પોતે તો નિમિત્તમાત્ર છે એમ કર્તાએ જણાવ્યું છે.
આ દેવીની સહાયથી જ તેઓ પ્રહર માત્રમાં સો જેટલી ગાથાની રચના કરી શક્યા છે એવો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે.
પોતાને દર્શન આપનાર તથા પોતાના ચિત્તમાં આવીને વસનાર આ દેવીનું વર્ણન કરતાં કવિએ લખ્યું છે કે તે કમળના આસન ઉપર બેઠેલી, કમળ જેવી કાંતિવાળી તથા હાથમાં કમળવાની છે. એ દેવીની સહાયથી પોતે ગ્રંથની રચના કરી છે. છતાં જો કોઈ દોષ હોય તો તે પોતાનો જ છે એમ પણ કવિએ નમ્રતાપૂર્વક જણાવ્યું છે.
ગ્રંથના આરંભમાં કર્તાએ પોતાની કથારચનાની વિશિષ્ટતા વિશે કેટલુંક જણાવેલું છે. તેઓ કથાના પાંચ પ્રકાર જણાવે છે. સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા, પરિહાસકથા, વરાકથા અને એ સર્વ પ્રકારની કથાઓના સમન્વયવાળી પોતાની આ કથાને સંકીર્ણકથા તરીકે તેમણે ઓળખાવી છે.
આ કથામાં કોઈક સ્થળે રૂપક રચનાથી, કોઈક સ્થળે મનોહર લાંબાં વાક્યોથી, કોઈક સ્થળે ઉલ્લાપથી, કોઈક સ્થળે કુલકોથી, કોઈક સ્થળે ગાથામાં, કોઈક સ્થળે ગીતિકા સહિત દ્રપદ છંદમાં, કોઈક સ્થળે દંડક તથા નારા છંદથી, કોઈક સ્થળે ત્રોટક છંદથી રચના કરેલી છે. કોઈક સ્થળ તરંગથી પણ રચના કરેલી છે. વળી આ કથામાં કોઈક સ્થળે હાસ્યવચનથી તથા કોઈક સ્થળે માળાવચનોથી એમ વિવિધ પ્રકારે રચના કરેલી છે.
કુવલયમાલા ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.