Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 9
________________ મન-વચન-કાયા સહજ થતા જાય. આ પાંચ આજ્ઞા છે તે સહજ બનાવનારી છે. કારણ કે આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટી ને ત્યારથી પ્રકૃતિ સહજ થવા માંડે. પાળવી એનું નામ પુરુષાર્થ. ખરો પુરુષાર્થ શું ? તો કહે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. પહેલું આરા રૂપી પુરુષાર્થ, પછી એમાંથી પછી સ્વભાવિક પુરુષાર્થ ઉત્પન્ન થાય. એટલે પોતે સહજ સ્વભાવે વગર આજ્ઞાએ રહી શકે, એટલે સહજ સમાધિ નિરંતર રહે. આ ચંદુભાઈ જુદા અને તમે શુદ્ધાત્મા જુદા છો એ જાગૃતિ રહેવી જોઈએ. પોતે શુદ્ધાત્મામાં રહે અને સામાને પણ શુદ્ધ જુએ તે શુદ્ધ ઉપયોગ રાખ્યો કહેવાય. ઘરના માણસોને ‘શુદ્ધાત્મા’ તરીકે જુઓ તો તેની અસર થાય ને દૃષ્ટિમાં હોય કે આ આવો છે, તેવો છે તો તેવી અસર થાય. સ્ટેશને ખબર પડી કે ગાડી લેટ છે, પછી ખબર પડે કે હજી અડધો કલાક લેટ છે, તો પ્રકૃતિ અજ્ઞાનતાના આધારે કૂદાકૂદ કરી મૂકે. જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. ગાડી લેટ છે, તો એ વ્યવસ્થિત છે. આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડેબલ મટી, એટલે પ્રકૃતિ સહજ થાય. એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાય. પછી ફાઈલ બે અથવા બીજી ફાઈલોની સાથે ઝઘડા થયા કે ભાંજગડ થઈ હોય તો એનો સમભાવે નિકાલ કરીએ છીએ પણ ફાઈલ નંબર ૧નો સમભાવે નિકાલ પાર વગરનો બાકી રહ્યો છે. અહંકારથી એને અસહજ કરી નાખી છે. સભામાં બેઠો હોય તો પેશાબ કરવા જવું હોય તો બે કલાક જાય નહીં, હોટલમાં ખાવા બેઠો હોય, સ્વાદિષ્ટ ખોરાક હોય તો ખાવાનું વધારે પડતું ઠોક ઠોક કરે, ઊંઘવાનો ટાઈ થયો હોય તો સારું પુસ્તક હોય તો વાંચ વાંચ કર્યા કરે, નાટક જોવા જાય તો દેહને ઊંધ આવતી હોય તોય પરાણે જાગીને જુએ, ઊંઘને ઑસ્ટ્રક્ટ કરે (આંતરે છે), દેહ અનિયમિત કરી નાખ્યો એટલે અસહજ થાય. તે આ ફાઈલ નં. ૧ને સમભાવે નિકાલ કરીને પાછી સહજ કરવાની છે. આજ્ઞા પાળવાનું ફલાય વ્હીલ ૧૮૧° સુધી ફર્યું એટલે પછી એની મેળે પોતાના જોરથી ફરશે. ત્યાં સુધી પોતે જોર મારવાનું છે. પછી બોજા હલકા થતા જાય, સહજ થતું જાય. આ પાંચ આજ્ઞા આખા વર્લ્ડના બધા શાસ્ત્રોનો અર્ક જ છે. પાંચ આજ્ઞા [૫] ત્રિકરણ આમ થાય સહજ સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયા જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી. મનના ધર્મમાં કે બીજા કોઈનામાં ડખો ના કરે. મન-વચન-કાયા એ ચાલ્યા કરે એનું નિરીક્ષણ કર્યા કરવું. સાહજિક મન, વાણી ને કાયાવાળાનું દરેક કાર્ય સરળ થાય. શરીર, મન, વાણીની જેટલી નિરોગીતા એટલી આત્માની સહજતા. મન-વચન-કાયા તો એની મેળે ડિસ્ચાર્જ થયા કરે. એમાં મહીં પોતે ભળે તો રોગ ઉત્પન્ન થાય. છોને ભરેલો માલ આડોઅવળો, ઊંધોચતો નીકળે, તેમાં તન્મયાકાર નથી થવાનું તેને માત્ર જોયા કરવાનો છે, એટલે એ ખાલી થઈ જાય. જગત એની મેળે સહજ ચાલ્યા કરે છે. બુદ્ધિ-અહંકાર પ્રિકોશન લેવા જાય છે, તે એક જાતની ચાંચશ્યતા છે. નહીં તો એની મેળે બધું થઈ જ જાય છે. માત્ર એને જોયા કરવાનું જ છે કે શું થાય છે ! વિચારવું એ મનનો ધર્મ છે. આપણે વિચારોથી છેટા રહીને જોવાની જરૂર છે. વિચારોને જોનારો આત્મા છે. આત્મા જાતે જોતો નથી પણ ખરેખર તો આપણી જે પ્રશાશક્તિ છે તે જુએ છે. નિરાલંબ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પ્રજ્ઞા ફુલ (પૂરેપૂરી) કામ કરે નહીં. જેમ જેમ વિચારોને શેય બનાવશો તેમ તેમ રાતાપદ મજબૂત થશે. વિચારોને શેય તરીકે જુઓ એ શુદ્ધાત્માનું વિટામિન છે. આપણે શુદ્ધાત્મા થયા એટલે મને જોડે લેવાદેવા જ ના રહી. જ્ઞાતા-દ્રષ્ટા પદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય. આ જ્ઞાન મનને વશ જ કરનારું છે. એનાથી પછી તમને લોકોના મન

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 95