Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 28
________________ સહજતા [3] અસહજતો મૂળ ગુનેગાર કોણ ? પોતે જ્ઞાતમાં તેમ પ્રકૃતિ સહજ પ્રશ્નકર્તા : આપની પાસેથી આત્માનું જ્ઞાન લીધું એટલે પ્રકૃતિ સહજ થવી જોઈએ કે નહીં ? દાદાશ્રી : એ તો સહજ થતી જ જાય. પોતે આ જ્ઞાનમાં રહેને તો સહજ છે ! આત્મા સહજ જ છે, આ દેહને સહજ કરવાનો છે. ‘તમે’ અસહજ થશો, ત્યાં સુધી એ અસહજ થશે. ‘તમે જો સહજ થઈ જશો, તો એ સહજ છે જ. તમારે સહજ થવાની જ જરૂર છે. જ્ઞાન સહજ ક્રિયાનું આપ્યું છે.. આમાં રાગ-દ્વેષ કોને ? પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ ખૂબ રાગ-દ્વેષ કરતી હોય તો એનો નિકાલ કેવી રીતે કરવો ? દાદાશ્રી : સ્થળ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે જ નહીં. એ તો પૂરણ-ગલન સ્વભાવની છે. આ તો અહંકાર રાગ-દ્વેષ કરે છે. આ એને ગમે છે તેની ઉપર રાગ કરે છે અને નથી ગમતું તો ષ કરે છે. પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે. શિયાળાને દહાડે ઠંડી હોય કે ના હોય ? પ્રશ્નકર્તા: હોય. દાદાશ્રી : એ એને ના ગમે તો એને ષ ચઢે. કેટલાંકને એમાં મઝા આવે. ના આવે ? પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : એવું. પ્રકૃતિ અને શિયાળાને દહાડે ઠંડી લાગે, ઉનાળાને દહાડે ગરમી લાગે. એટલે આ અહંકાર બધું રાગ-દ્વેષ કરે છે. અહંકાર જાય એટલે રાગ-દ્વેષ ગયા. પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ ઓટોમેટિક સહજ થયા જ કરે છેને? દાદાશ્રી : હા, જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જરૂપે રહી. એ ડિસ્ચાર્જ થયા કરે ધીમે ધીમે ચાર્જ થયેલી છે એ ડિસ્ચાર્જ થયા કરે. જીવતા અહંકાર વગર ડિસ્ચાર્જ થયા જ કરે, એની મેળે જ. એને આપણે | ‘વ્યવસ્થિત છે' કહીએ છીએ. અસહજતા, રાગ-દ્વેષતા સ્પંદનથી... પ્રશ્નકર્તા ઃ આપે કહ્યું કે પ્રકૃતિ રાગ-દ્વેષવાળી નથી પણ અહંકાર રાગદ્વેષ કરે છે એ કેવી રીતે ? દાદાશ્રી : પ્રકૃતિ સ્વભાવે સહજ જ છે. જેમ આ પૂતળું હોય, તે ક્યાં સુધી બોલે ને ગાયન ગાય ? જ્યાં સુધી આપણે ચાવી આપીએ ત્યાં સુધી. ચાવી આપવાનું બંધ કરી દે તો ? પ્રશ્નકર્તા: આપણે જે ચાવી આપવાનું છે, એ શું કહેવાય ? દાદાશ્રી : વ્યવહાર આત્માને અજ્ઞાનતાથી સ્પંદન થયા કરે છે. આ ‘મને ગમ્યું ને આ મને ના ગમ્યું, આ મને આમ ને તેમ', ને એ જે સ્પંદનો થયા કરે છે, તેથી પ્રકૃતિ ઉપર અસર થાય છે. પ્રતિષ્ઠિત આત્મા અસહજ થાય છે. વ્યવહાર આત્મા સહજ થાય, પછી દેહ સહજ થાય. પછી અમારા જેવું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. જ્ઞાત પછી પ્રતિષ્ઠિત આત્મા તિકાલી પ્રશ્નકર્તા : આ પ્રતિષ્ઠિત આત્મા વિષે સમજાવશો ?

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95