Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 70
________________ [૮] અંતે પામવી અપ્રયત્નદશા ૧૦૫ ૧૦૬ તે જતા માટે રાહ જોઈને બેસવાનું નહીં. રાહ જોઈએ, તેનો પાર જ ના આવે. પણ વ્યવસ્થિત સમજાય કે તરત સહજ થઈ જાય. પ્રશ્નકર્તા : સહજ થવા માટે વ્યવસ્થિત પૂરું સમજાઈ જવું જોઈએ ને ? દાદાશ્રી : વ્યવસ્થિત પૂરું સમજાય તો પૂરો સહજ થઈ ગયો. બાકી વ્યવસ્થિત જેટલું સમજાય એટલો સહજ થઈ ગયો. એટલે ગભરામણ જ ના થાય. વ્યવસ્થિત સમજાય તો આ દુનિયામાં કકળાટ છે જ નહીં. અને વ્યવસ્થિત જેટલું સમજાય એટલું કેવળજ્ઞાન ખુલ્લું થતું જાય, તેટલો સહેજ થતો જાય. પ્રશ્નકર્તા: વ્યવસ્થિત નથી સમજતો ત્યારે જ ઉપયોગની બહાર જાય દાદાશ્રી : હા, ત્યારે જ જાય. નહીં તો ઉપયોગની બહાર જાય જ નહીં અને જાય તો અસહજ થાય. વ્યવસ્થિત જેટલું સમજાય તેમ સહજ થતો જાય. જેમ જેમ વ્યવસ્થિત સમજાતું જાય, એનાં પડ ઉકલતાં જાય તેમ તેમ સહજ થતું જાય. નિર્વિકલ્પ તો થયા છે પણ સહજ થયા નથી. નિર્વિકલ્પ તો જ્ઞાન આપ્યું ત્યારથી જ થયા છે. જેટલી સહજ અવસ્થા ઉત્પન્ન થાયને, તેમ તેમ વાણી-વર્તન બધું ફેરફાર થતું જાય, વીતરાગતા આવતી જાયને. કર્તાપણું છૂટયે, દર્શત ખીલે વ્યવસ્થિત શક્તિ આપણે કહી છે ને, તે આ શરીરના બધા અવયવો એને તાબે છે. એટલે આપણે સહજ ભાવમાં ‘હું શુદ્ધાત્મા છું' એમ માનીને વ્યવસ્થિતને સોંપી દઈએ અને ડખોડખલ ના કરીએ. ‘કામે નહીં જાય તો શું બગડી જશે ?” એવું કંઈ ના બોલાય. એ ડખોડખલ કહેવાય. જવાનું આપણી સત્તામાં નથી, તો એવું કેમ બોલાય ? એ ડખોડખલ કરે છે ને, તેને લીધે વાત સમજાતી નથી. નહીં તો બહુ જ સહેલાઈથી કામ પતી જાય. સંસાર બહુ સરસ ચાલે તેવો છે. હવે આ વ્યવસ્થિત જો યથાર્થ સમજે ને તો ઓફિસમાં આઠ કલાકનું કામ એક કલાકમાં પતે એવું છે. એક જ કલાકમાં પતે એટલું દર્શન ઊંચું જાય. આમ જડ્યું વ્યવસ્થિત પ્રશ્નકર્તા કોઈ પણ કાર્ય થવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, ચાર વસ્તુની જરૂર પડે, તો એ શું છે ? દાખલો આપીને સમજાવો. દાદાશ્રી : હું ઘેર મારી રૂમમાં બાંકડા પર આમ બેઠો હોઉં અને ત્યાં બે-ત્રણ દહાડાથી વિચાર આવ્યો હોય કે મારે વાળ કપાવવા છે. વિચાર આવ્યા પછી કામ તરત થતું નથી હોતું. નહીં તો જેમ જેમ દહાડા જાય તેમ બોધરેશન વધતું જાય નહીં. કંટાળો આવ્યા કરે. એટલે પહેલાં મને ભાવ થયો. દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવમાં પહેલો ભાવ થયો. પછી એક દહાડો નક્કી કરે, આજ તો જવું જ છે. ઘરમાં કહ્યું કે જે બધા આવે તો બેસાડી મૂકજો, હું જઈ આવું છું. હવે ત્યાં આગળ લખેલું હોય, આજ મંગળવાર છે એટલે બંધ છે. શું કારણ ? ક્ષેત્ર ભેગું થયું નહીં. દુકાને જઈને પાછા. જે દહાડે જઈએ ને પાછા પડીએને, પછી આખો દહાડો એ જ સાંભર્યા કરે કે હેંડો જવું છે, જવું છે. પછી બીજે દહાડે ગયો, તે પેલા વાળ કાપનાર છોકરાએ દુકાન ઊઘાડી હતી, તે કહે છે કે “કાકા આવો, બેસો.” કહ્યું, ‘વાળ કાપનાર ક્યાં ગયો ?” ત્યારે કહે, ‘એ તો હમણે જ ગયા ચા પીવા હારુ. એ દસ મિનિટમાં આવશે.” એટલે દંડ તો આગલે દહાડે થયેલો એટલે જાણીએ કે પંદર મિનિટમાં કંઈ બગડવાનું નથી. હવે ભાવ થયો, ક્ષેત્ર થયું, દ્રવ્ય મળ્યું નહિ. દ્રવ્ય મળે તો કાળ ભેગો થાય. પછી એ આવ્યો અને કાળ ભેગો થઈને ચક, ચક, ચક વાળ કાપી આપે. એટલે હું વડોદરામાં શું કરું ? જ્ઞાન હોતું ને ત્યારે પણ આવું કરતો. ઘેરથી ત્યાં જઉં, ત્યાં દુકાન બંધ હોય. એટલે અમે જાણીએ કે આજે સંજોગ ભેગા ના થયા. એટલે આવો હિસાબ કાઢીએ અમે બધો. અમે બધું તપાસ કરીએ, કયો સંજોગ ખુટે છે ? પ્રશ્નકર્તા : બીજે દહાડે જાય તો, પાંચ-છ જણા બેઠા હોય વાળ કપાવવા માટે અને આપણી પાસે ટાઈમ હોય નહીં કે હવે પાછું પા કલાકમાં ઘરે જવું છે. એટલે પાછા આવતા રહેવું પડે. દાદાશ્રી : હા, તે એવું બને. એટલે અમને આવું કઈમ ને બધું જોતાં

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95