________________
દાદાશ્રીના આતવચનો
• જ્ઞાનીની આજ્ઞા સહજ હોય. પોતાને હેલ્પફૂલ થાય, મદદ કરે ને રક્ષા પણ
અજ્ઞાનને ભણવાનું ના હોય, અજ્ઞાન તો સહજભાવે આવડે જ – જ્ઞાનને ભણવાનું. આ સ્ત્રીઓ બોલે છે તે સહજ પ્રકૃતિ ને પુરુષો ગોઠવીને બોલે. સહજ એટલે મૂળ સ્વભાવ. કોઈનેય અડચણ ના થાય તે સહજ પ્રકૃતિ અને વિકૃતિ એટલે કે વિકૃત પ્રકૃતિ એ તો સ્ત્રીઓ જ્યારે વીફરે ને આડેધડ બોલે તે વિકૃત
પ્રકૃતિ. • સ્ત્રીઓમાં અજ્ઞાન સહજતા હોય છે- બીજી સમજણપૂર્વકની સહજતા હોય
છે અને ત્રીજી જ્ઞાન સહજતા છે. સહજભાવે નીકળેલી પ્રકૃતિ સહજ છે. કોઈ અન્યને નુકસાન કરે કે કોઈ જીવને દુઃખ થાય તેટલી જ પ્રકૃતિ મોક્ષને બાધક છે. બીજી ગમે તે પ્રકૃતિ હોય, મોડું ઉઠાય, વહેલું ઉઠાય, અમુક થાય, અમુક ના થાય, તેવી પ્રકૃતિ મોક્ષને બાધક નથી. બુદ્ધિ કરનારી છે ને ઇમોશનલ કરનારી છે, બુદ્ધિથી જ જુદાઇ છે, બુદ્ધિ જ ભેદ પાડનારી છે. બુદ્ધિથી જ્ઞાન ઉત્પન્ન થાય, પણ વિજ્ઞાન (આત્મજ્ઞાન) ઉત્પન્ન ના થાય. વિજ્ઞાન તો સહજ ઉત્પન્ન થાય. સહજ સ્વભાવિક બુદ્ધિ દરેકનામાં હોય છે પણ સ્પર્ધામાં પડ્યા એટલે
બુદ્ધિશાળીના બુદ્ધ બનાવે. • ઉપાય ના કરવો તે પણ અહંકાર છે ને ઉપાય કરવાના પ્રયત્નો કરવા તેય
અહંકાર છે. ‘નિરુપાય ઉપાય” થાય તે થવા દેવા. સહજ ઉપાય થવા દેવા.
‘અમારે’ સહજાસહજ ઉપાય થઈ જાય. • પોતાને કર્તાપણાનું ભાન નહીં તે સાહજિક.
• વિકલ્પી સ્વભાવવાળાએ તો પોતે કશું જ કરવું ના જોઈએ. એણે તો કોઈ
સહજ માણસને ખોળી કાઢવો ને તે કહે તેમ કરવું ! કુદરતી સંચાલન પ્રમાણે જીવીએ તો સુંદર જીવન જીવાય. મહીં પ્રેરણા કરે તેમ સહજ ભાવે વર્તવું જોઈએ, પણ ડખો ના કરવો. લોક કહે છે કે પ્રયત્ન કર્યા વગર થાય જ શી રીતે ! અલ્યા પ્રયત્ન કરવાનો હોય જ નહીં. પ્રયત્ન તો સહજ થઈ જ જાય. આ સાપ દીઠો કે તરત કૂદી જ જવાય - ત્યાં જો તમે પ્રયત્ન કરવા જાઓ તો સાપ ઉપર જ પગ પડે. પ્રયત્ન કરવાથી તો ઝાડોય ના ઉતરે. આ સંસારમાં જેટલું ઉપલક રહીને જોવામાં આવે છે તે કામ સારા થાય છે. ઉપલક એટલે સાહજિક, આ જગત નિરંતર હિતકારી છે, જો સહજ ભાવથી ચાલો તો જગત તમને ઊંચે લઈ જ જનાર છે, પણ સ્વચ્છેદથી લોક ચાલે છે. જે સુખને માટે કોઈ પ્રયત્ન આપણે ના કરવો પડે, કોઈ પણ જગ્યાએ સહજ રીતે પ્રાપ્ત થયા કરે. નિરંતર રહ્યા કરે. દુઃખ જોવામાં જ ના આવે એનું નામ સનાતન સુખ ! સહજ ભાવે બોલવામાં વાંધો નથી પણ અભિપ્રાય ના આપશો. જેટલાં અભિપ્રાય જેને માટે બંધાયા, તેટલાં અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય, તે આપણને ખેંચ્યા જ કરતું હોય અને તે અભિપ્રાય આપણે છોડીએ, તો સહજ થવાય.
વાતમાં પરિણામ ઊંચાનીચા ના થવા જોઈએ. સહજભાવે વાત કરો. , વિચારો કરે તે પાપ છે. વિચારો ના કરે તેય પાપ છે. વિચારો તો સહજ
આવવા જોઈએ જેમ આપણને કોઈક બોલાવવા આવે તેવી રીતના વિચારો
આવવા જોઈએ. • ચારિત્રમોહમાં ડખલ ના કરીએ, તો પ્રકૃતિ સહજ થતી જાય.