________________
[૧૦] ‘સહજ’ને નિહાળતાં, પ્રગટે સહજતા
૧૪૯ તદન. અને પુરુષાર્થ શું છે ? જ્ઞાન હોવા છતાં અસહજ !
પ્રશ્નકર્તા : જ્ઞાન હોવા છતાં અસહજ ? દાદાશ્રી : અસહજ. પ્રશ્નકર્તા : એ જ્ઞાની પુરુષને એનો બંધ પડે? એ બંધ ભોગવવી પડે ?
દાદાશ્રી : હા, સામાના કલ્યાણ માટે. એનું ફળ તો આવે જ ને. પણ એ ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે. થોડું બાકી રહ્યું હોય જે ચાર ડિગ્રી, તે પછી બે ડિગ્રી એ ખસેડે. બીજી એક ખસેડે. એટલે આ બધું ‘જ્ઞાન આપવાનું એ તો પુરુષાર્થ છે. એ પ્રકૃતિ નથી, એ પુરુષાર્થ છે. એટલે અમારો ઘણો ખરો પુરુષાર્થ હોય.
[૧૧] વિજ્ઞાતથી પૂર્ણતાને પંથે
પ્રગટે આત્મઐશ્વર્ય, સહજપણામાંથી સહજ એટલે શું ? પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એના જેવું. પાણી પાછું આમ ચાલ્યું જાય તો એમ ચાલ્યું જાય, પોતાપણું નહીં. પોતે પાણી જ્યાં લઈ જાય ત્યાં જાય એવું.
એક મિનિટ પણ સહજ થયો એટલે એ ભગવાન પદમાં આવ્યો. જગતમાં કોઈ સહજ થઈ શકે નહીંને ! એક મિનિટ પણ ના થઈ શકે. સહજ તો આ અક્રમ વિજ્ઞાનથી તમે થયા છો ! નહીં તો આ વકીલાત કરતાં કરતાં સહજ થવાતું હશે ? વકીલ તે સહજ થતા હશે ? પાછા કેસ લઈને બેસે ? પણ જો સહજ થવાયું ને ! એય અજાયબી છેને ! આ મોટામાં મોટા ચમત્કાર કહેવાય. છતાંય આપણે કહીએ કે ચમત્કાર જેવી વસ્તુ નથી. સમજણ નહીં પડવાથી લોકો કહે કે ચમત્કાર છે. બાકી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધા !
અત્યારે તો આ વિજ્ઞાન જે તમને આપ્યું છે, તે તમને હવે નિરંતર સહજ જ કરી રહ્યું છે. અને સહજ થઈ ગયું એટલે મારા જેવા થઈ ગયા. મારા જેવા થઈ ગયા એટલે બ્રહ્માંડના ઉપરી કહેવાય. દાદા ભગવાનને બ્રહ્માંડના ઉપરી કહેવાય. એનું શું કારણ કે આ દેહના માલિક નહીં. એટલે આ દેહનો માલિક કોણ ? ત્યારે કહે કે આ પબ્લિક ટ્રસ્ટ છે.
જ્યારથી જ્ઞાન આપ્યું ત્યારથી સહજતા વધતી જશે અને પેલું