Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 90
________________ ૧૪૬ સહજતા [૧૦] ‘સહજ’ને નિહાળતાં, પ્રગટે સહજતા ૧૪૫ અને અજ્ઞાની ના હલે. કારણ કે અજ્ઞાની નક્કી કરે કે મારે હાલવું જ નથી. જ્ઞાનીને અહંકાર ના હોય ને એ સહજ હોય. સહજ એનું નામ કે જેવો શરીરનો સ્વભાવ છે ને, તે ઊંચું-નીચું બધું થયા કરે ! શરીર ઊંચુંનીચું થાય એ સહજ અને આત્માના પરપરિણામ નહીં, એ સહજ. સહજ આત્મા એટલે સ્વપરિણામ અને શરીર ઊંચું-નીચું થાય, એ એના સ્વભાવમાં જ કૂદાકૂદ કરે આમ. આમ દીવાસળી સળગતી હોયને, તે નાખી પછી નીચેથી છેડો ઊંચો થઈ જાય, એ શું ? એ સહજ પરિણામ છે. દેહના બધા જ પરિણામ બદલાય. અજ્ઞાનીને ના બદલાય. અજ્ઞાની આમ સ્થિર થયો, તેવો ને તેવો. અહંકાર છે ને ! આને અહંકાર નહીં, એટલે આંખો રડે, બધું જ કરે. પ્રશ્નકર્તા : તે વખતે એ એની પ્રકૃતિ રડે ત્યારે એ અંદર પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર હોય ? દાદાશ્રી : બરોબર છે. પ્રશ્નકર્તા: એ પ્રકૃતિને કંઈ કંટ્રોલ કરતાં નથી ? દાદાશ્રી : પ્રકૃતિ, પ્રકૃતિના ભાવમાં જ હોય છે. એને કંટ્રોલ કરવાની તમારે જરૂરત નથી. તમે સહજ ભાવમાં આવ્યા તો આ સહજ ભાવમાં જ છે. અહીં આગળ છે ને, આરસના પથ્થરા ઉપર રહીને જવાનું હોયને મારે બૂટ વગર, તે બૂમાબૂમ કરું, એય દઝાયો દઝાયો દઝાયો તો એ જ્ઞાની. નહીં તો આમ દબાવી દે, બોલે નહીં તો જાણવું કે અજ્ઞાની મૂઓ છે. હજુ ચોક્કસ કરે, ચોક્કસ રાખે. સહજ એટલે શું ? જેમ છે તેમ કહી દે. જેને કેવળજ્ઞાન ઉપર્યું હોય ને, તેનો દેહ સહજ હોય. દોડવાનાં ટાઈમ દોડે, રડવાનાં ટાઈમે રડે, હસવાનાં ટાઈમે હસે. ત્યારે કહે છે, ભગવાન મહાવીરના કાનમાંથી ખીલાં કાઢ્યાં તો કેમ રડી પડ્યાં ? અલ્યા મૂઆ, એ રડી પડ્યાં, તેમાં તારું શું જાય છે ? એ તો રડ જ. એ તો તીર્થંકર છે. એ કંઈ અહંકારી ના હોય, કે આંખ્યો આમ એ રાખે ને આમતેમ કરે. અને અહંકારી હોય તો કઠણ કરી નાખે. મહાવીર ભગવાન બિલકુલ ભાન વગરના હતા નહીં. તેમને જ્યારે ખીલા ખેંચવામાં આવ્યા ત્યારે રડ્યા’તા હ૩. હસે હઉ, બધી સાહજિક ક્રિયા હોય. જ્ઞાની ૨૩ હઉ, હસે હઉ, બધી ક્રિયા સાહજિક હોય. (ભગવાન મહાવીરના કાનમાં) બરુ મારતી વખતે કરુણાનાં આંસુ હતાં અને કાઢતી વખતે વેદનાનાં આંસુ હતા. અને તે આંસુ આત્માને હોય નહીં. આ દેહ આંસુંવાળો હતો. મેં કહ્યું, જો આંસું ના આવે તો આપણે સમજવાનું કે મેન્ટલ થઈ ગયો છેને કાં તો અહંકારી મૂઓ છે, ગાંડો છે. બધી સાહજિક ક્રિયા હોય. જ્ઞાની હોય, એનાં શરીરમાં બધી સાહજિક ક્રિયા હોય ! હવે આ બધી વાત લૌકિક જ્ઞાનથી બહુ છેટી છે. એટલે જલદી બેસે નહીં ને ! ફીટ ના થાય ને આ વાત ! અલૌકિક વાત છે આ. સહજ આત્મા એ સ્વપરિણામી તેથી કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષને સનેપાત થાય, લોકોને આવડી આવડી ગાળો દેતા હોય એ તોય તું બીજું જોઈશ નહીં. આ બાહ્ય લક્ષણોથી જોઈશ નહીં. એ સંયોગાધીન છે. તું અસંયોગીને જો. એના એ જ છે એ. કૃપાળુદેવે ઘણી ખરી બાબતમાં ચેતવ્યા છે. પ્રશ્નકર્તા: બહુ ઝીણી વાત છે, મહાવીરને ખીલા ખોડ્યા અને જો બૂમ ન પાડી તો અહંકાર છે. દાદાશ્રી : હંઅ. અને ભગવાનને તો આ બરુ કાઢ્યું તેની સાથે ઓ.. ઓ.. કરીને બૂમ પાડી ત્યારે સાચા પુરુષ એ જાણ્યા કે ખરા ભગવાન તો આ જ છે. સહજમાં છે, સાહજિક છે અને અહંકારી સાહજિકતામાં ન રહે. પ્રશ્નકર્તા ઃ એને દુઃખ થતું હોય તો પણ દુઃખની લાગણી થવા ન દે, ખાસ દેખાવા ન દે. દાદાશ્રી : એ અહંકાર છેને ! અહંકાર શું ન કરે ત્યાં ? અહંકાર એ

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95