Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 88
________________ [૧૦] ‘સહજ’ને નિહાળતાં, પ્રગટે સહજતા ૧૪૧ ના હોય, એનું નામ સાહજિકપણું. પારકાના મતે ચાલવું એ સાહજિકપણું. અમે આમ દેખાઈએ ભોળા, પણ બહુ પાકાં હોઈએ. બાળક જેવા દેખાઈએ, પણ પાકાં હોઈએ. કોઈની જોડે અમે બેસી ના રહીએ, ચાલવા જ માંડીએ. અમે અમારો ‘પ્રોગ્રેસ’ ક્યાં છોડીએ ? અમારે સાહજિકતા જ હોય, નિરંતર સાહજિકતા જ રહે. એક ક્ષણવાર સાહજિકતાની બહાર નહીં જાય. એમાં અમારે પોતાપણું હોય નહીં, તેથી કુદરત જેમ રાખે તેમ રહે. પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી ક્યાંથી સહજ થવાય ? પોતાપણું હોય ત્યાં સુધી સહજ શી રીતે થાય પણ ? પોતાપણું મૂકી દે તો સહજ થાય. સહજ થાય એટલે ઉપયોગમાં રહેવાય. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારેય કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ, ત્યારે સાહજિકતામાં જ દેખો. જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે ! જ્ઞાતીનો સહજ શુભ વ્યવહાર પ્રશ્નકર્તા : જ્ઞાનીનો વ્યવહાર સહજ હોય પણ પરિણામે બધો વ્યવહાર શુભ જ હોય ? દાદાશ્રી : શુભ વ્યવહાર તો અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે. કારણ કે જ્ઞાનીને શુભ વ્યવહાર કરવાનો હોતો નથી, થઈ જાય એની મેળે અને પેલો કરે છે એ. અહંકાર ખરોને એટલે શુભ વ્યવહાર કરે. એટલે તમે છે તે એમને કહો કે તમે અમને નુકસાન કરો છો. મારે તમારી જોડે કામ નથી કરવું, તો પેલો ભઈ શું કહે ? નુકસાન થયું હોય તે ભૂલ્લી જાવ, પણ હવે નવેસરથી આપણું સારું કામ કરોને ! એટલે આપણે અશુભ ક્યું. પણ પેલો શુભ કરે છે. જ્યાં ચીઢાવાનું ત્યાં ચીઢાતો નથી ને ઊલટું આપણને વાળી લે છે. હમણાં અત્યાર સુધી જે થયું એ ભૂલી જાવ અને નવેસર જાણે કશું થયું ના હોય, કશું ગુનો ના કર્યો હોય, આવું ભૂલાડી દે ને ? તો ગાડી આગળ ચાલે, નહીં તો ૧૪૨ સહેજતા ગાડી ઊભી રહે ડિરેલ થઈને. ડિરેલમેન્ટ થયેલા તમે જોયેલા બધા ? એટલે શુભ વ્યવહાર અજ્ઞાની અને જ્ઞાની બન્ને કરી શકે છે. જ્ઞાનીને સહજભાવે થાય છે, અજ્ઞાનીને કરવું પડે છે. જ્ઞાતીની વિલક્ષણતા જ્ઞાની પુરુષ કોનું નામ કે જેને ત્યાગ અગર અત્યાગ સંભવે નહીં, સહજ ભાવે હોય. એ રાગ-દ્વેષ ના કરે. ફક્ત એમનામાં વિશેષ વિલક્ષણતા શું હોય કે રાગ-દ્વેષ ના હોય. એટલી જ વિલક્ષણતા હોય, બીજી કોઈ વિલક્ષણતા ના હોય ! યોગી તે જ્ઞાતીમાં ફેર પ્રશ્નકર્તા : યોગીઓ પણ શાની જેવા સહજ હોય ? દાદાશ્રી : એ યોગી છે પણ જ્ઞાની નથીને ! જ્ઞાનીને આવું તેવું હોય નહીંને ! જ્ઞાનીને બધું સહજ હોય. ઓઢાડો તો ઓઢીનેય બેસે અને સ્ત્રીનાં કપડાં પહેરાવો તો સ્ત્રીનાં કપડાં પહેરે અને નાગા કરી નાખો તો નાગા ફરે. એટલે યોગીમાં ને જ્ઞાનીમાં તો બહુ જ ફેર હોય. જ્ઞાની નિર્ભય હોય. પ્રશ્નકર્તા : એટલે યોગીમાં અહંકાર હોય ? દાદાશ્રી : અહંકાર વગર તો આ ભૂમિ પર સૂઈ રહે, એવું બધું હોય જ નહીંને ! સહેજ વસ્તુ શું છે કે ભૂમિ આવી તો ભૂમિ ઉપર, ગોદડું આવ્યું તો ગોદડા ઉપર. તમે કહો કે, ના દાદા, આ ત્રણ ગોદડામાં તમે સૂઈ જાવ તો અમે ના ન પાડીએ. આ સાપેક્ષ વસ્તુ છે કે મોક્ષે જતાં જતાં આવાં સ્ટેશનો આવે, તેથી કંઈ કાઢી નાખવા જેવું નથી. કારણ કે મૂળ સ્ટેશનને જાણીને આ કાઢી નાખવા જેવું નથી. આ ખોટું નથી પણ એની આગળ તો ઘણું જવાનું છે. આ કંઈ છેલ્વે સ્ટેશન નથી. જેમ કોઇ માને કે સુરત એ બોમ્બે સેન્ટ્રલ છે, એમ માનીને ત્યાં સુરત ઊભો રહીને વાત કરે, એવી આ વાત છે. જ્ઞાતીતા જ્ઞાતથી છૂટકારો પ્રશ્નકર્તા યોગીઓને આ બધાં ચક્રો સિદ્ધ થઈ જાય, પછી ચિત્ત બહાર

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95