________________
૧૪૦
સહજતા
[૧૦] ‘સહજ’ને નિહાળતાં, પ્રગટે સહજતા
૧૩૯ ત્યાં ઈન્ડિયા મોકલવાના છે. બહુ સારું કહેવાય ! લોક જુએને !
આ બધી વાત અમે સહજ સમાધિમાં કરીએ છીએ. અમે સહજ હોઇએ આખો દહાડોય. કારણ કે આ દેહના માલિક અમે ક્ષણવારેય ના હોઇએ, આ વાણીના માલિક નહીં અને આ મનના માલિક નહીં. શરીરનું માલિકીપણું છવ્વીસ વર્ષથી જતું રહ્યું અને છવ્વીસ વર્ષથી સમાધિ જાય નહીં, એક સેકન્ડેય. અમને ધોલો મારે તોય અમારી સમાધિ, અમે આશીર્વાદ આપીએ એને. સહજ સમાધિ જોવી હોય તો અમારી પાસે આ પ્રત્યક્ષ જોવી !
તૉ લૉ લૉ, ત્યાં સહજતા પ્રશ્નકર્તા : જ્ઞાનીનું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરતું હોય ?
દાદાશ્રી : “પોતે’ જો ખસી જાય તો “અંતઃકરણથી “આત્મા’ જુદો જ છે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્ય અંતઃકરણથી ચાલ્યા કરે. છૂટું પાડ્યા પછી જ્ઞાનીનું અંતઃકરણ પોતે જ સ્વભાવિક કામ કર્યા કરે. કારણ કે ડખોડખલ બંધ થઈ ગઈ ને ! એટલે અંતઃકરણનું કાર્ય સારામાં સારું ને જ્યાં જરૂર હોય ત્યાં જ થાય ને લોકોને ઉપયોગી થઈ પડે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્યો અંતઃકરણથી ચાલ્યા કરે, એનું નામ જ સહજ !
મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર હાજર ને હાજર રહે, તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે, વીતરાગ જ રહે.
અમારું સહજ હોય બધું. એટલે સહજતા પર જવાનું છે. આ સહજતાનો માર્ગ ‘નો લૉ લૉ’, સહજતા પર લઈ જવા માટેનો છે. લૉ (કાયદો) હોય તો સહજતા કેમ થાય ? અત્યારે હું અહીં બેઠો છું, એવું બેસે નહીં. આવું કશું આવ્યું હોય તો અડે નહીં. એ બધી વાત એ સાહજિકતા નહીં. સાહજિક એટલે જેમ અનુકૂળ આવે તેમ રહે. બીજો વિચાર જ ના આવે કે આ લોકો મને શું કહેશે કે એવું તેવું બધું ના હોય.
સહજતા, જ્ઞાતીની પ્રશ્નકર્તા : દાદા બધાને જે પ્રસાદી આપે છે ને, બૂટની એ..
દાદાશ્રી : એ બધું સહજ ભાવે. સહજ ભાવ એટલે ‘હું મારું છું” એ ભાન ના હોય, ‘હું મારું છું' એ જ્ઞાન ના હોય ને ‘હું મારું છું' એ શ્રદ્ધા ના હોય, એનું નામ સહજ ભાવ. અને સહજ ભાવથી અમે મારીએ, એટલે કોઈને દુ:ખ લાગે નહીં !
પ્રશ્નકર્તા : સહજ ભાવે ધોલ મારવી એ જ્ઞાની સિવાય બીજો કોઈ મારી શકે ખરો ?
દાદાશ્રી : હા, સહજ ભાવે હોય તો મારી શકે.
પ્રશ્નકર્તા : જો જ્ઞાની સિવાય કોઈ બીજા કોઈ ધોલ મારે તો સામાને દુ:ખ થયા વગર રહે જ નહીં.
દાદાશ્રી : દુઃખ થાય તો તો પછી એ સહજતા નથી. કંઈકેય બગાડ છે એમાં, નહીં તો દુ:ખ ના થવું જોઈએ.
આ અમારી બધી સહજ ક્રિયા હોય, ડ્રામેટિકએ થઈ ગઈ પછી કશુંય નહીં. લેવાય નહીં ને દેવાય નહીં. આજ શું વાર તેય ખબર નહીં. તમે કહો કે આ વાર થયો તો અમે ‘હા’ કહીએ અને તમે ભૂલથી અમને કહેવડાવો કે આજે બુધવાર થયો તો અમે બુધવારેય કહીએ, અમારે એવું નહીં પણ સહજભાવ.
અમે અમેરિકા ગયેલા, તે પોટલાની પેઠ ગયેલા ને પોટલાની પેઠ આવેલા. આ અમેરિકામાં બધે ગયેલા, ત્યાંય એવું ને બધે એવું. અમારું કશું નહીં. ‘વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત !” એના જેવું.
પોતાપણું નહીં ત્યાં નિરંતર સહજ અમારી આ સાહજિકતા કહેવાય. સાહજિકતામાં બધો વાંધો નહીં. ડખલ જ નહીં ને કોઈ જાતની. તમે આમ કહો તો આમ ને તેમ કહે તો તેમ. પોતાપણું નહીં ને ! અને તમે કંઈ ઓછું પોતાપણું છોડી દો એવા છો ? અમને તો ‘ગાડીમાં જવાનું છે” કહે તો તેમ. એ પાછાં કાલે કહેશે કે “આમ જવાનું છે તો તેમ. ના’ એમ નહીં. અમારે કંઈ વાંધો જ નહીં. અમારે પોતાનો મત