________________
[૮] અંતે પામવી અપ્રયત્નદશા
પછી બૂમો પાડે, યા ખુદા પરવદિગાર ! ફસાયા' કહેશે ! અરે મૂઆ, તેં વધાર્યું છે ને તો પછી એમાં ખુદા શું કરે તે ? આપણે અનાવશ્યક વધારીએ એમાં ખુદા શું કરે બિચારા ? તમને કેમ લાગે છે ? બોલતા નથી ? આપણે અનાવશ્યક જરૂરિયાતો વધારીએ અને ખુદાને પછી નામ દઈએ કે હે ખુદા ! હું ફસાયો. એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ, તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ અને અનાવશ્યક તો માથે લીધેલું, મોહને લઈને. ગમે એટલી અનાવશ્યક ચીજો હોય એની પાસે રાજમહેલમાં, તોય બાર-સાડા બાર થાય એટલે પાછું આહાર લેવા તો આવવું જ પડશે ને ! કારણ કે એ આવશ્યક ચીજ છે. બીજું નહીં હોય તો ચાલશે. પાણી છે, ખોરાક છે, હવા છે, એ આવશ્યક ચીજો છે. શું કામની વાત છે ? પ્રશ્નકર્તા : બરાબર છે.
૧૧૯
દાદાશ્રી : હવે અનાવશ્યક ઓછાં થાય એવાંય નથી. કોઈ કહેશે, મારે ઓછાંય કરવાં છે પણ થતાં નથી. છોકરાંની વહુ બૂમાબૂમ કરે છે, ઘરમાં બૈરી કચકચ કર્યા કરે છે. પણ મનમાં એટલો ભાવ હોય કે મારે ઓછાં કરવાં છે. એટલો ભાવ થાય તોય બહુ થઈ ગયું.
એવું છે ને, આપણે જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક બેનું લિસ્ટ બનાવવું જોઈએ. આપણા ઘરમાં દરેક ચીજો જોઈ લેવી અને આવશ્યક કેટલી અને અનાવશ્યક કેટલી. અનાવશ્યક ઉપરથી ભાવ ઉતારી નાખવો અને આવશ્યક જોડે તો ભાવ રાખવો જ પડે, છૂટકો જ નથી ને !
જેટલું વધારે અનાવશ્યક, એટલી વધારે ઉપાધિ. આવશ્યકેય ઉપાધિ છે છતાંય ઉપાધિ ગણાય નહીં, જરૂરિયાત છે એટલે. પણ અનાવશ્યક એ બધી ઉપાધિ.
દરેક વસ્તુ, આવશ્યક બધું, વિચાર્યા વગરનું સહજ થવું જોઈએ. એની
મેળે જ થાય. પેશાબ કરવાની રાહ ના જોવી પડે. એની મેળે જ થાય અને તે જગ્યા ના જુએ. અને આમને તો આ બુદ્ધિશાળીઓને જગ્યાએ જોવી પડે. પેલું તો જ્યાં પેશાબ કરવાનું થાય ત્યાં થઈ જાય, એનું નામ આવશ્યક બધું.
૧૨૦
સહજતા
સહજતાની છેલ્લી દશા કેવી ?
પ્રશ્નકર્તા : આ તો એકદમ છેલ્લી દશાની વાત થઈને ?
દાદાશ્રી : છેલ્લી જ ને ! ત્યારે બીજી કઈ ? છેલ્લી દશાના ઉપરથી આગળની દશાઓ આપણે કરતાં જઈએ તો એવી દશા ઉત્પન્ન થાય. પણ આગળથી જ દુકાન મોટી કરતા ગયા હોય તો ? છેલ્લી દશા મોડી આવે.
પ્રશ્નકર્તા ઃ છેલ્લી દશાનું પિક્ચર સામે હોય તો જ ત્યાં સુધી જવાયને ? દાદાશ્રી : તો જ જઈ શકીએ. આ એક પિક્ચર છેલ્લી દશાનું આપું છું. ફક્ત આવશ્યક એકલાં જ હોય. તેય થાળી-લોટો ના હોય અને આવશ્યકેય મુતરડી આવતાં સુધી રાહ ના જુએ. એ સહજ એટલે ત્યાં જ, ગાયો-ભેંસોની પેઠ. એમને શરમમ્બરમ કશું હોય નહીં. ગાયો-ભેંસોને શરમ આવે છે ? કેમ આ લગ્નના માંડવાની અંદર ગાય ઊભી હોય તોય ? તે ઘડીએ વિવેક ના કરે ?
પ્રશ્નકર્તા : ઃ જરાય નહીં, કોઈનો વિવેક ના રાખે. બધાના કપડાં બગાડે. એટલે આવી સહજ સ્થિતિ વખતે પોતાનો ઉપયોગ કેવો હોય ?
દાદાશ્રી : બિલકુલ કમ્પ્લિટ ! દેહ સહજ તો આત્મા બિલકુલ કમ્પ્લિટ !! પ્રશ્નકર્તા : તો એની બહારની પ્રત્યે દૃષ્ટિ જ ના હોય ?
દાદાશ્રી : એ બધું કમ્પ્લિટ હોય. બહાર એ બધું દેખાયા કરે. દૃષ્ટિમાં જ આવી ગયું બધું અને એ જ સહજ આત્મસ્વરૂપ, તે પરમ ગુરુ. જેનો આત્મા આવો સહજ રહેતો હોય, તે જ પરમ ગુરુ !
પ્રશ્નકર્તા : તો પછી આ અત્યારે કહે ને કે આ પેલી મૂતરડી ખોળે કે શરમ આવે, એ કોને ? એ શું વસ્તુ છે ?
દાદાશ્રી : વિવેક રહ્યો જ ને ? તે સહજતા ના રહેવા દે. સહજતામાં
જ
તો વિવેક કશું જ ના હોય. સહજતામાં તો એ ક્યારે ખાય કે જ્યારે પેલો આપે ત્યારે ખાય, નહીં તો માંગવાનુંય નહીં, વિચારેય નહીં, કશુંય નહીં. તે ભૂખ