________________
૧૨૧
[૮] અંતે પામવી અપ્રયત્નદશા લાગતી હોય તો એમાંય પોતે નહીં.
પ્રશ્નકર્તા : ભૂખ લાગતી હોય ત્યારે શું કરે ? દાદાશ્રી : કશુંય નહીં.
પ્રશ્નકર્તા : એને ઉદય પણ એવા હોય ને, ભૂખ લાગે ત્યારે વસ્તુ ભેગી થાય ?
દાદાશ્રી : એ તો નિયમ જ હોય, ભેગી થઈ જાય. બધું ભેગું થઈ જાય, સહેજ.
પ્રશ્નકર્તા : એટલે પછી તો આવશ્યકમાં જાય જ. ખાવાનું હોય, કપડાં નર્દીને ? આવશ્યકમાં કપડાં નહીંને ?
દાદાશ્રી : કશું હોય નહીં. આવશ્યક એટલે કપડાં-બપડાં કશું આવે નહીં, દેહની જ જરૂરિયાત.
સહજ દશા પહોંચવાની પેરવીમાં... પ્રશ્નકર્તા : અત્યારે આ સંજોગોમાં છીએ અને આ બધી આવશ્યક કરતાંય ઘણી બધી વધારે ચીજો છે અત્યારે અને ત્યાંથી આવશ્યક સ્થિતિ સુધી પહોંચવાનો સાંધો કયો ? રસ્તો કયો ?
દાદાશ્રી : આ ઓછું થાય તેમ તેમ. જેટલું વધારીએ તો મોડું થશે. ઓછું કરીએ તો વહેલું થશે.
પ્રશ્નકર્તા : ઓછું કરવા માટે શું કરવાનું ?
દાદાશ્રી : તારે નથી પૈણવું તો ઓછું નહીં થાય ? અને પૈણવું હોય તેને ?
પ્રશ્નકર્તા: વધી જાય.
દાદાશ્રી : હા, તો બસ. કંઈ નિશ્ચય તો હોય ને ? બધું યોજનાપૂર્વક હોય કે એમ ને એમ ગયું હોય ? મોક્ષે જવું છે તો યોજનાપૂર્વક હોયને?
૧૨૨
સહજતા પ્રશ્નકર્તા : યોજનાપૂર્વક એટલે પોતે કરવું પડે છે એવું ? યોજનાપૂર્વક પોતે ગોઠવવું પડે છે ? આવાં ડિસિઝન બધાં ગોઠવવાં પડે ?
દાદાશ્રી : ગોઠવવામાં નહીં, એ તો ગોઠવાઈ જ ગયેલાં હોય બધાં. આ તો આપણે છે તે આ વાતો કરીએ છીએ. આ આમાંથી જેટલો ભાવ ઓછો થાય તો રાગે પડે તો સહજ થાય, નહીં તો સહજ શી રીતે થાય તે ? આપણા મનમાં માનેલું ચાલે નહીં. મનમાં માનેલું એક પણ ચાલ્યું, તે ચાલતું હશે ?
પ્રશ્નકર્તા: આ પરણવાનું નહીં, તો એ દિશાની આખી જંજાળ ઓછી થઈ જાય...
દાદાશ્રી : જેટલી જંજાળ ઓછી એટલો સહજ થતો જાય અને એટલો જ તે હેલ્પફુલ થાય. જંજાળ આગળ વધારીએ તો સહજતા ઓછી થતી જાય. આપણે કંઈક જ્ઞાન આપ્યું, ત્યારથી થોડોક સહજ થયો છે, કંઈક અંશમાં. અને કોઈ કહેશે, આ ચાલોને, હવે દાદાએ ‘ફાઈલો' કહી છે એ જેટલી કરીએ, એનો વાંધો શું છે હવે ? તે આપણે કંઈ ના પાડીએ, એને અવળું કરવું હોય તો ?
પ્રશ્નકર્તા: આ બહારની વસ્તુઓ ઓછી થવા માટે અંદરની જાગૃતિ કેવી હોવી જોઈએ ?
દાદાશ્રી : અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે એ વસ્તુઓ એને દુ:ખદાયી લાગ્યા કરે.
પ્રશ્નકર્તા: હવે તો આપે દેખાડ્યું કે આવશ્યક સિવાયની બધી વસ્તુઓ જેટલી પાડી દેવાય એટલી પાડી નાખવી જોઈએ, એવું જ થયું ને ?
દાદાશ્રી : હં. બધી ન હોવી જોઈએ. વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી, એની પેરવીમાં રહેવું.
પ્રશ્નકર્તા : એટલે એ છોડી દેવાનું શેમાં રહે ? આ વસ્તુઓ ના હોવી જોઈએ કહ્યું ને ?
દાદાશ્રી : છોડી દેવું. શબ્દો નહીં જોખવાના આમાં. આ તો અંદર આપણે સમજી જવાનું કે આ આનાથી ક્યારે છૂટાય ? પોતાને અહિતકારી લાગે