Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 79
________________ [૮] અંતે પામવી અપ્રયત્નદશા ૧૨૩ ૧૨૪ સાહ જતા દાદાશ્રી : છૂટું પાડેલું નહીં, અપરિગ્રહવાળો જ ‘હું'. પ્રશ્નકર્તા એ કઈ રીતે પણ ? કારણ કે અત્યારના સંજોગો બધા એવા છે કે એકેય વસ્તુ ખસેડી ખસે એવી નથી, ભાવનામાં હોય પણ પહેલો રસ્તો આ છે કે એ વસ્તુથી છૂટા થઈ જવું. દાદાશ્રી : ‘આઈ’ વીધાઉટ ‘મા’ ઇઝ ગોડ. બધી ‘મા’ની ફાચર છે. પ્રશ્નકર્તા : એટલે ‘મા’ કાઢી નાખે, તો વસ્તુ તો ત્યાંની ત્યાં ભલે પડી ? દાદાશ્રી : હા, બસ, છેવટે આ દેહને સહજ કરવાનો છે. જે તે ચિતરામણ વધારે કર્યું હોયને, તેને અસહજ વધારે કરેલું હોય. એટલે એને સહજ થતાં વાર લાગે. અમારે ચિતરામણ ના કર્યું હોય, તે ઝટ ઉકેલ આવી ગયો) ! તો તરત છોડી દે. જુઓને, પૈણવાની વખતે ના પાડી દે છે, ચોખ્ખીચટ્ટ. પ્રશ્નકર્તા: આ પોતાને અહિતકારી વસ્તુ લાગે એવું બધી બાબતમાં પકડાવું જોઈએ. દાદાશ્રી : બધું લાગે ત્યારે દહાડો વળે ને ! બીજામાં ઈન્ટરેસ્ટ છે હજુ તો. તમને પૈણવામાં ઈન્ટરેસ્ટ નથી તો ચોખ્ખું કહી દો છો, હોય મારું. બહારના સંજોગો આવે તોય ફેંકી દો છો. એવું બધું હોવું જોઈએને ? પરિગ્રહતા સાગરમાં સંપૂર્ણ અપરિગ્રહી પ્રશ્નકર્તા તો આ પરિગ્રહને સંકોચવો એ લિમિટ કે પરિગ્રહની મર્યાદા બાંધવી ? દાદાશ્રી : આ જ્ઞાન પછી તમારે બધુંય ડિસ્ચાર્જ છે. પરિગ્રહ વધારવો તેય ડિસ્ચાર્જ અને પરિગ્રહની મર્યાદા કરવી તે ય ડિસ્ચાર્જ અને અપરિગ્રહી રહેવું તેય ડિસ્ચાર્જ. કારણ કે અપરિગ્રહી રહેવાનો જે ભાવ કર્યો હતો, તેથી અપરિગ્રહી આવ્યું. પણ એય ડિસ્ચાર્જ છે, એય છોડી દેવું પડશે. એય ત્યાં મોક્ષ ના આવે કંઈ જોડે. એ તો જે સ્ટેશને એ હેલ્પ કરતું હોય તે સ્ટેશને હેલ્પ કરે. આ સ્ટેશને હેલ્પ કશું કરે નહીં. આ સ્ટેશને તો તારે એનો ઉકેલ લાવવાનો છે. એને સૉલ્વ કરી નાખવાના છે બધાને. પ્રશ્નકર્તા : એ જ્યારે અંદર ચોક્કસપણે નક્કી છે કે આ વસ્તુ મારી નથી, તો કોઈ ખેંચી જાય તોય હું છૂટો જ છુંને આનાથી ? દાદાશ્રી : હા, એવું બધું હોવું જોઈએ તો વાંધો નથી. એ ભરત રાજાને એવું હતું કે આખું રાજ બધું લઈ લે, રાણીઓ ઉઠાવી જાય તોય હસે એવા હતા. કાં તો પછી એ બધું હોવું જ ના જોઈએ. પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી હોવો જોઈએ. અમને એવું છે, બધા પરિગ્રહ હોવા છતાંય સંપૂર્ણ અપરિગ્રહી ! પ્રશ્નકર્તા : એ પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી એટલે વસ્તુ અને પોતે, એનું એવું શું કનેકશન કર્યું ? એ કેવી રીતે છૂટું પાડ્યું?

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95