Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 80
________________ ૧૨૬ સહજતા [૯] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનું સહજતા એટલે જ અપ્રયાસ દશા પ્રશ્નકર્તા : પેલું ચરણવિધિમાં છેને, મન-વચન-કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ, તો એ સહજતા કેવી ? દાદાશ્રી : સહજતા એટલે જાડી ભાષામાં કહે તો અપ્રયાસ દશા, કોઈ પણ પ્રયાસ નહીં. આત્માએ કરીને પ્રયાસ નહીં અને દેહે કરીને કોઈ પ્રયાસ નહીં. માનસિકેય પ્રયાસ નહ ને બુદ્ધિનોય પ્રયાસ નહીં. પ્રશ્નકર્તા : એ પછી મન-વચન-કાયાનો સુમેળ તો હોયને ? દાદાશ્રી : અનાયાસ દશા થઈ. બસ, પ્રયાસ નહીં. અને એમાંથી પ્રયાસ કરનાર નીકળી જાય. મન-વચન-કાયા કામ કરનારા છે પણ પ્રયાસ કરનારો નીકળી જાય. પ્રયાસ કરનારની ગેરહાજરી એ છે તે સહજ દશા અને પ્રયાસ કરનારની હાજરી એ અસહજ. એટલે એ પ્રયાસ કરનારો જવાથી સહજ. પછી જે ક્રિયા થતી હોય તે એ ક્રિયાનો વાંધો નથી, પ્રયાસ કરનારનો વાંધો છે. પ્રયાસની જરૂર નહીં, એમ કહીએ તો તો પછી લોકો કામ કરવાનું છોડી દે બધું છોડી દેવાનો ભાવ કરે. એટલે પ્રયાસની જરૂર.. પ્રશ્નકર્તા : પણ હકીક્ત શું છે અંદરની, એક્ઝટ ? દાદાશ્રી : એ પ્રયાસ કરનારો જ જતો રહે એટલે બસ થઈ ગયું. પ્રશ્નકર્તા ઃ આ જે મન-વચન-કાયાની પ્રક્રિયા થાય છે તે વખતે પ્રયાસ કરનારો ખરેખર હોય છે ખરો ? દાદાશ્રી : પ્રયાસ કરનારો છે તે માટે જ આ પ્રયાસ કહેવાય છે. એ સહજ નથી કહેવાતું. પ્રયાસ કરનારો જતો રહે એટલે એની એ જ વસ્તુ પછી સહજ કહેવાય. પ્રશ્નકર્તા : તો આ મન-વચન-કાયાની જે પ્રક્રિયા પ્રયાસ કરનારો કરે છે ત્યારે જે બની જાય છે અને પ્રયાસ કરનારો જતો રહે છે ત્યારે જે બને છે એ ખરેખર તો બન્ને મિકેનિકલ જ હતુંને? દાદાશ્રી : વસ્તુ એકની એક જ છે બનવામાં, બનવામાં ચેન્જ નથી. પ્રશ્નકર્તા : એટલે આણે જો પ્રયાસ કર્યો ના હોત તોય એ જ બનત ? દાદાશ્રી : પ્રયાસમાં ડખલ છે, એ ભાંજઘડ છે. પ્રશ્નકર્તા: ડખલનો ભોગવટો પોતાને આવે છે કે ડખલથી મન-વચનકાયાનો ફેરફાર થાય છે ? દાદાશ્રી : એ ફેરફાર થવાનોય નથી. પ્રયાસ કર્યો માટે અપ્રયાસ ના કહેવાય. પ્રશ્નકર્તા : એ ખરું છે પણ એ પ્રયાસ થાય છે, તેનાથી મન-વચનકાયાની પ્રક્રિયામાં ફેરફાર થાય છે ? દાદાશ્રી : કશોય ફેરફાર નહીં ! પ્રશ્નકર્તા: તો પછી પ્રયાસ કરવાથી શું પરિણામ ઊભું થાય છે? પ્રશ્નકર્તા : એટલે એને આ પ્રયાસ કરવાની પેલી આંટી જ પડેલી છે. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ કોઈ પણ પ્રક્રિયામાં પ્રયાસની ખરેખર જરૂર જ નથી ? દાદાશ્રી : પ્રયાસની જરૂર, પેલું એનો કરનારો ના હોવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95