________________
[૯] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનું
૧૩૧
૧૩
સહજતા
કે ચંદુભાઈ કરે છે અને એમાં જ તન્મયાકાર હોય. બીજી સ્ટેજ એવી હોય કે ચંદુભાઈ જુદા અને પોતે જુદો. એટલે આ કર્તા જુદો અને પોતે જુદો અને ત્રીજી ટોપની સ્ટેજ એવી છે કે ચંદુભાઈ શું કરે છે એને પણ જુએ છે, આત્મા ચંદુભાઈને જુએ છે એ સમજાવો જરા.
દાદાશ્રી : શું સમજવાનું છે એમાં ? પ્રશ્નકર્તા: એ સ્ટેજ કયું કહેવાય ?
દાદાશ્રી : એવું છે ને. આ જોવાના કાર્યોમાં પડ્યા છે તે એ કાર્ય જોવાનું સહજ હોવું જોઈએ. જોવાનું એને કરવું પડે છે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે એટલે એનેય પણ જાણનારો છે ઉપર. જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે. એ પછી મેનેજર થયો પાછો. એનો ઉપરી પાછો રહ્યો. છેલ્લા ઉપરીને જોવું પડે નહીં, સહજ દેખાયા
જ કરે.
પ્રશ્નકર્તા : એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા જોવું પડે છે “એ” કોણ અને “એને' પણ જે જુએ છે તે કોણ ?
દાદાશ્રી : ‘એને’ પણ જુએ છે તે ‘મૂળ’ (સ્વરૂપ). આ જોવું પડે છે તે વચલો, ઉપયોગ. એટલે એને પણ જાણનારો છેક છેલ્લી દશામાં. આ
અરીસામાં આપણે આમ બેઠા અને અરીસો પણે મૂક્યો તો આપણે બધા દેખાઈએને તરત ?
પ્રશ્નકર્તા : એ ઉપયોગ પણ કોનો ઉપયોગ ?
દાદાશ્રી : એ પેલી “પ્રજ્ઞા’નો. પ્રજ્ઞાના ઉપયોગમાં આવી ગયો એટલે બહુ થઈ ગયું. એથી આગળ આપણે બહુ જરૂર નથી, ત્યાં સુધી આપણી કૉલેજ !
દશા, સહજાત્મસ્વરૂપી ઉપયોગ ઉપયોગમાં રહે એટલે જાગૃતિ જાગૃતિમાં જ રહે, બહાર ના ખેંચે. બહાર જે દેખાય તે સહજાસહજ દેખાય.
પ્રશ્નકર્તા : દાદા, એ વખતે સ્વરૂપ સ્થિતિ કહેવાય, ઉપયોગમાં ઉપયોગ રહે ત્યારે ?
દાદાશ્રી : એ તો મોટામાં મોટી સ્વરૂપ સ્થિતિ. સ્વરૂપ સ્થિતિ તો કોના માટે લખેલું છે કે જે અસ્થિર થઈ ગયો હોય તેના માટે. જેની સ્થિતિ ખસી જતી હોય, તેને થોડીવાર રહ્યું એટલો વખત સ્વરૂપ સ્થિતિ રહી, કહેશે. પણ જેને ખસી જતું નથી, તેને સ્વરૂપ સ્થિતિ કેવી ? સ્વરૂપ જ છે ત્યાં આગળ.
પ્રશ્નકર્તા : એને તો સહજ સ્થિતિ કહેવાય ?
દાદાશ્રી : સહજ સ્થિતિ જ કહેવાય. સહજ આત્મા કહેવાય, સહજાત્મા. સહજ સ્થિતિય નહીં.
“કેવળજ્ઞાત' માટે કંઈ કરવાનું? જગતના લોક કહે છે, “કેવળ જ્ઞાન’ કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે ! કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિ તો ઓળખો. આ તો ‘વ્યવસ્થિત’ શક્તિનું કામ છે.
આ કરો. આ કરી, તે કરવા બેઠા ! તેથી તો ભગવાને આમ કરીને બેઠા. પગે આમ પદ્માસનવાળીને, આમ કરીને બેઠા. હે ભગવાન ! આ તમે શું શીખવાડો છો ? ત્યારે કહે, એ જ કર છાનોમાનો. સહજ રીતે જ ચાલી
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એને કંઈ જોવું પડે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવું આત્મામાં ઝળકે, બધું આખું જગત મહીં ઝળકે. પ્રશ્નકર્તા : એ ‘વચલો' કોણ, દાદા ? દાદાશ્રી : ઉપયોગ.