Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 76
________________ [૮] અંતે પામવી એપ્રયત્નદશા ૧૧૭ ૧૧૮ સહજતા નોકરી કરવાનું છે જ નહીં. નોકરી, વેપાર કે ખેતીવાડી કરવી, એવું છે જ નહીં પ્રશ્નકર્તા: તો એ ઉડાવી દેવાય એવી વસ્તુ થઈ ને ? દાદાશ્રી : એ તો સુખ હોય જ નહીંને ! જેને આગળની દશાઓ પ્રાપ્ત કરવી છે, તેને એ હોય જ નહીં. એ તો સમભાવે નિકાલ કરતો હશે, તેને ચાલે. પ્રશ્નકર્તા : આમ આત્મજાગૃતિ ઉત્પન્ન થવી અને વ્યવહાર કરવો, પોતાની બધી શક્તિઓ વેડફીને વ્યવહાર કરવા જેવું થાય છે. દાદા પાસે જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવી અને ત્યાં જઈને બધી શક્તિ વેડફી નાખવી, એના જેવું થાય છે એ તો. - દાદાશ્રી : એવું છે ને કે આ ખાવાનું શરીરની જરૂરિયાત છે ને, નેસેસિટી, એના વગર શરીર પડી જાય, મરી જાય. એટલા પૂરતો જ વ્યવહાર છે અને તેય ભગવાને કહ્યું કે એક જ વખત ખાજે. તેથી કંઈ મરી નહીં જવાય. તે વહોરીને ખાજે અને પીડા નહીં આપણે વાસણો-બાસણો લાવવાની, કપડાં માંગીને લઈ લેજે. પછી આખો દહાડો પુરુષાર્થ કર્યા કરજે, ઉપયોગમાં રહેજે. પ્રશ્નકર્તા : ઉદય સ્વરૂપે આ રહ્યા કરે અને પોતે ઉપયોગમાં રહે ? દાદાશ્રી : હા, આખો દહાડો ઉપયોગમાં રહેને, પછી ભાંજઘડ નહીં, એ પીડા નહીં. આવશ્યક શું ? અનાવશ્યક શું? આ તો પોતે જંજાળથી વીંટાય છે. રોજ રોજ વધારે ને વધારે વીંટાય છે. ઘરમાં બાગ ન હતો તે લોકોનો બાગ જોઈને પોતે બાગ ઊભો કરે. પછી ત્યાં ખોદ ખોદ ખોદ કરે, ખાતર લઈ આવે છે, પાછો પાણી નાખ નાખ કરે છે. ઊલટું આ જંજાળ વધાર વધાર વધાર કરે છે, મૂઓ. કેટલી જંજાળ રાખવા જેવી હતી ? પ્રશ્નકર્તા : ખાવા-પીવા જેટલી. દાદાશ્રી : હંઅ, આવશ્યક જેને કહેવામાં આવે. આવશ્યક એટલે જેના વગર ન ચાલે. ના ખઈએ તો શું થાય ? મનુષ્યપણું નકામું જાય. શું થાય ? એટલે એવું કંઈ નહીં કે અત્યારે તું વેઢમી (પૂરણપૂરી)ને એવું તેવું બધું ખા. જે કંઈ ખીચડી કે દાળ-ભાત હોય પણ આવશ્યક, એના પૂરતું આપણે પરવશ રહેવાનું હતું. શેના પૂરતું ? આવશ્યક. પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : હવે ખાધું એટલે કંઈ ખાધું એકલું ચાલે ? પાછું એનું પરિણામ આવે, રિઝલ્ટ તો આવે કે ના આવે, જે કરો તેનું ? પ્રશ્નકર્તા : આવ્યા જ કરે. દાદાશ્રી : શું પરિણામ આવે ખાધેલાનું ? પ્રશ્નકર્તા : સંડાસ જવું પડે. દાદાશ્રી : પછી પાણી પીધું તો ? બાથરૂમમાં દોડધામ કરવી પડે. શ્વાસ લીધો, તે ઉચ્છવાસ થાય. પણ આની જરૂરિયાત છે. શ્વાસ ના લઈએ તોય નુકસાન, પાણી ના લે તોય નુકસાન. આ બધી આવશ્યક ચીજો. હવે કપડું એ પણ આવશ્યક છે. શિયાળાને દહાડે શું થાય ? કારણ કે આ બધી સીઝનને આધીન માણસ, એ માણસને પોતાની પ્રકૃતિને આધીન બધી સીઝન ના થાય. કોઈ માણસ શિયાળાને દહાડે ગરમ કપડાં વગર રહી શકે છે, ત્યારે ઉનાળામાં તેનાથી રહેવાય નહીં. એવું હોય છે ને ? એટલે કંઈ પણ કપડું જોઈએ. પણ કપડું કેવું હોય ? ખાદીનું હોય, બીજું હોય, ગમે તેવું હોય, ઓછા ભાવનું અને આપણે કપડું શરીર ઢાંકે એટલું જોઈએ. આ મેં કોલ કર્યો છે એ ના જોઈએ. આ કફ કર્યો છે ને એની કંઈ જરૂર નહીં. કેવા કોલર ને કફ કરે છે ને ? અનૂઆવશ્યક, એટલે આવશ્યક પૂરતું જો સમજે તો કોઈ જ જાતનું માણસને દુ:ખ નથી. આ જાનવરોને દુ:ખ નથી, તો પછી માણસને દુ:ખ હોતું હશે ? આ તો અનાવશ્યક વધાર વધાર કરે. સ્લેબ કર્યો તે કર્યો પણ મેંગ્લોરી નળિયાં ઢાંક્યા ઉપરથી, બધું વધારે છે કે નથી વધારતા ? તમે થોડું ઘણું વધારેલું ?

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95