Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 73
________________ [૮] અંતે પામવી અપ્રયત્નદશા ૧૧૧ ૧૧૨ સહજતા આ તો અક્રમ વિજ્ઞાન છે, કમ-બ્રમ કશું નહીં. કરવાનું કશું જ નહીં. કરે ત્યાં આત્મા ના હોય. કરે ત્યાં સંસાર ને સહજ ત્યાં આત્મા ! લગામ, કર્તાપણાની પ્રશ્નકર્તા ઃ હવે અમારે કેટલા વાગે ઊઠવું જોઈએ ? સવારના કાર્યક્રમો શું કરવા જોઈએ અને જીવન કેવી રીતે જીવવું જોઈએ ? એ જરા સમજાવો. દાદાશ્રી : હા, સમજાવીએ. એવું છે કે એક દા'ડો લગામ છોડી દો, શનિવારના દાડે રાત્રે કે રવિવારના દિવસે સવારથી લગામ છોડી દેવી, કે હવે મારે કંઈ ચલાવવું નથી. જુઓ કે ચાલે છે કે આપણે ચલાવવું પડે છે ? અત્યાર સુધી લગામ ઝાલી'તી. એટલે આપણને એમ લાગે કે હું જ ચલાવું છું. પણ જ્યારે લગામ છોડી દઈએ તો ચાલે કે ના ચાલે ? પ્રશ્નકર્તા : ચાલે. દાદાશ્રી : સવારમાં ચા-નાસ્તો ના આવે ? મને લાગે છે, સવારમાં ઊઠાય જ નહીં ને ? ઊઠાય નહીં ? પ્રશ્નકર્તા : ઊઠાય ખરું. દાદાશ્રી : તે આ તપાસ નથી કરી ? એક દા'ડો છોડી દેને લગામ, અને તો બીજે દા'ડે ખબર પડે કે આ તો ઊલટું સારું ચાલ્યું. આ લગામ પકડી તેથી જ બગડે છે. સહજ થવા લગામ છોડી છે પ્રશ્નકર્તા : લગામ છોડી દેવાની એટલે બરાબર સમજણ નથી પડતી. લગામ છોડી દેવાની એટલે શું? દાદાશ્રી : આપણા ઘરના બળદ હોયને કે જેણે આપણું ઘર જોયું છે એવા બળદોને પછી લગામ ખેંચ ખેંચ કરીએ અને બિચારાને હેરાન કરીએ એના કરતાં છોડી દેને, એ ઘેર જ પહોંચાડશે. એ કંઈ ઘાંચમાં પડવા ના દે. એ અવળું લાગેને તો તરત ફરીને જાય. કારણ કે એને પોતાની સેફસાઈડ જોવાની છેને ? અને આ મૂર્ખ હાંકલેને તો મારી નાખશે. એવું આ ઉદયકર્મ છેને, તે ફર્સ્ટ કલાસ રસ્તો ખોળી કાઢે. હાંકે આ (અહંકાર) મૂઓ અવળો હાંકે. બધું બગાડે પાછો. સમજણ જ નહીંને ! એટલે આપણે કહીએ કે તું લગામ છોડી દેને છાનોમાનો. એ દહાડે ચાલે છે કે નહીં, એ જો તો ખરો ? એટલે એને ખાતરી થાય, તે ફરી બીજે દહાડે ચાલશે. પ્રશ્નકર્તા : એટલે સહજ રીતે જે ચાલતું હોય એ ચાલવા દેવાનું એ દિવસે ? દાદાશ્રી : લગામ નહીં પકડવાની. ચાલ્યા કરે છે એ બરાબર છે. સહજ શબ્દ તું જે સમજું છું એ સહજ જુદી જાતનું છે. અત્યારે અહીં સહજ કહેવાય નહીં. સહજ તો છેલ્લા સ્ટેશનની વાત છે. પ્રશ્નકર્તા: ના, એટલે દાદા, એની મેળે જ ઉદયકર્મ પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે ચાલવા દેવું? દાદાશ્રી : ઉદયકર્મ જે રીતે કરે છે તે પ્રમાણે કરવા દેવું. વ્યવસ્થિતનો અનુભવ થવા... પ્રશ્નકર્તા : તો આમાં કર્તા-અકર્તા, બે ભાવ કેવી રીતે સિદ્ધ કરવા ? દાદાશ્રી : આપણે રવિવાર હોય તો નક્કી કરવાનું મળસ્કે ઊઠતાં, દાદાની પાસે માંગી લેવાનું કે આજે હું લગામ છોડી દઉં છું. લગામ છોડીને બેસવાનું. જેમ પેલો હાંકનારો માણસ લગામ છોડીને બેસને તેમ લગામ છોડીને બેસવાનું ને પછી જોયા કરવાનું ગાડું ચાલે છે કે બંધ થઈ ગયું. અગર ખાડામાં નાખે છે એ બધું જોવાનું. લગામ પકડતાં હોય ત્યાં સુધી તો પોતે હાંકેડુ થયો, ડ્રાઈવર થયો. તે લગામ જ છોડી દીધી અને દાદાને સોંપી દેવી લગામ. પછી જોવાનું આપણે, ચાલે છે કે નથી ચાલતું? ઊલટું સારું ચાલશે. આ ચલાવી ચલાવીને તો દમ કાઢી નાખ્યો. બધા એક્સિડન્ટ જ તેથી કરે છે ને ! આ લગામ હાથમાં છે, તેથી તો એક્સિડન્ટ થાય છે. આ તમને વ્યવસ્થિતની ગેડ બેસી, એટલે તમને અનુભવમાં આવી ગયું

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95