________________
[૫] ત્રિકરણ આમ, થાય સહજ
સહજતા
દાદાશ્રી : એની પ્રેક્ટિસ છે એ તો. પ્રેક્ટિસને બંધ કરવી પડે કે હવે ડખોડખલ ક્યારેય પણ નહીં થાય એવું. એવી એ ચાવી વગ વાગ કરે ત્યારે પછી બીજો કંઈ થોડો-ઘણો માલ હોય તે નીકળી ગયા પછી બંધ થાય.
પ્રશ્નકર્તા : કારણ કે આપણે સહજ થવું હોય અને જોયા કરવું હોય તો ડખોડખલ કામની નહીં બિલકુલ.
દાદાશ્રી : એ તો પહેલાંનો માલ ભરેલો, નીકળ્યા વગર રહે નહીં. ભરેલો માલ તો ફૂટ્યા વગર રહે જ નહીં ને ! ભરેલો માલ ના ગમતો હોય તોય નીકળ્યા કરે. તેને આપણે જોઈએ તો સહજ છીએ. પેલું (પ્રકૃતિ) સહજ થશે, બન્ને સહજ થશે ત્યારે ઉકેલ આવશે. પણ અત્યારે તો એક સહજ થયા તોય બહુ થઈ ગયું.
કોઈતા અહમતે છંછેડો નહીં પ્રશ્નકર્તા દાખલા તરીકે મારે ઇન્કમટેક્ષમાં એક ફાઈલ બાકી છે. હવે ઇન્કમટેક્ષના ઓફિસરને આ જ્ઞાન નથી, એટલે એને અહંકાર છે. હવે એ અહંકારે કરીને મારું બગાડી શકે ખરો ?
દાદાશ્રી : ના, તમારું કશું ના બગાડે, તમે એનો અહંકારે કરીને જો જવાબ ન આપો તો.
પ્રશ્નકર્તા: હું એની પાસે જતોય નથી. મારે એની પાસે જવાની જરૂર નથી પણ આ ફાઈલ રૂટિનમાં આવે છે.
દાદાશ્રી : એનો વાંધો નથી. પ્રશ્નકર્તા: પણ એ અહંકારી ઓફિસર હોય તો મને કંઈ કરી ન શકે ?
દાદાશ્રી : એને સંડાસ જવાની શક્તિ નથી તો તમને શું કરે? તમારું ક્યારે કરે કે તમે કહો કે એવા ઓફિસરને હું જોઈ લઈશ.
પ્રશ્નકર્તા ઃ એવું તો કોઈ કરે નહીં.
દાદાશ્રી : હા, તમે સહજ છો, નમ્ર છો, તો તમને કંઈ ન થાય. તમે કંઈ ગોદા મારતા નથી. ત્યાં વ્યવસ્થિતમાં કોઈ ફેરફાર ના થાય. એની શક્તિ જ નથી, બિચારાની !
પ્રશ્નકર્તા : હવે એક તરફથી એની સંડાસ જવાની શક્તિ નથી કહો છો અને બીજી તરફથી કહો છો એને અહંકાર છે.
દાદાશ્રી : એ તો ગોદો મારીએ તો. એ સામો ગોદો મારવાની એની શક્તિ છે. એટલે કોઈ શબ્દને આપણે ઉછાળવા ના જોઈએ.
ત્યારે આવશે ઉકેલ પ્રશ્નકર્તા : આ સંસારમાં ડખોડખલ કર્યા વગર કેમ નહીં રહેવાતું હોય ?