Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 63
________________ [૭] શાની પ્રકાશ અનોખા પ્રયોગો સહજતા પહેલેથી દૂર કરો. સહજતા લાવો. એટલે આ સહજતાના પ્રયોગ બધા કરાવડાવીએ છીએ. જ્ઞાન તો તમને છે જ પણ સહજતા હોવી જોઈએને ? કોઈ પણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ, ગમે તેવી સ્થિતિમાં. સહજ થશો તો મોક્ષ થશે, તો ભગવાન સ્વરૂપ થશો. પોતે ભગવાન છો એવું ભાન થશે. અને આ તો અસહજથી આ બધાં એટિકેટનાં ભૂતાં છેને, ત્યાં કશું જ ના હોય. એટલે સહજ થવાની જરૂર છે. છેવટે સહજ થવાનું છે. દિવસે દિવસે સહજ થવાનું છે. અહીં આ બધા સહજ થવાનાં સાધનો છે. પ્રશ્નકર્તા : દાદા કહે છે એવી પૂર્ણ સહજ સ્થિતિ કેવી રીતે આવે ? દાદાશ્રી : જે આ દાદાને ભજેને, એ સહજ સ્થિતિને જ ભજી રહ્યા છે. એટલે તમે એટલા સહજ થઈ જશો. એટિકેટ નીકળે તો થાય સહજ પ્રશ્નકર્તા : તે દાદા, તે વખતે આ જે તાળીઓ પાડવામાં હું વિરોધ કરતો'તો તો આજે બધાનાં કરતાં જોરથી હું તાળી પાડું છું. તે આવું કેમ બનતું હશે ? દાદાશ્રી : એવું છે ને, કે તાળીઓ પાડવાથી કંઈ મોક્ષે જાય છે એવો કંઈ નિયમ નથી હોતો, તેમ સૂનમૂન બેસી રહી અને વાંચ વાંચ કરીએ એય કંઈ મોક્ષે જવાનો નિયમ નથી હોતો. મોક્ષે જવાનો નિયમ એટલે કેવો ? સહજ માણસ રહે છે કે નહીં, એટલું જ, સહજ, સૂનમૂન બેસી રહેવું આમ અને તાળીબાળી ના પાડવી, (પદો ગાવા) વાંચવું, એમાં એટિકેટ આવ્યું. થોડુંક છી આવ્યું. અને આ લોકો કહેશે, ચિત્તભંગ (સ્થિરતા ભંગ) થઈ ગયો, તાળી પાડી એટલે. આ બન્નેની જરૂર નથી. આ જે ચીડ ચઢેલીને, એ ચીડ કાઢવા માટે આપણે કરીએ છીએ આ. અનંત અવતાર ચીડ પેસી ગયેલી, તે ચીડ કાઢવા માટે પ્લસ-માઈનસ કરીને સહજ કરવાનું છે. એમાં જૈનો હોય, બધા હોય પણ કોઈને ડખલ જ નહીં, વાંધો જ નહીં કોઇને. અને આખું જગત વાંધા-વચકામાં જ ફસાયું છે. વાંધા-વચકા ને કાયદા બધામાં ફસાયેલું છે. અહીં વાંધોય નહીં ને વચકોય નહીં. અહીં તો નાના છોકરાંઓને પસંદ પડે, ઘરડા લોકોને પસંદ પડે, અભણનેય પસંદ પડે, ભણેલાને પસંદ પડે, દરેકને અહીં પસંદ પડે. આ વાતાવરણમાં બધાને આનંદ જ રહે. તે નાનું છોકરું ખસે નહીં અહીંથી છ કલાક સુધી. જ્યાં સાચો ધર્મ હોય ત્યાં આગળ નાના છોકરાથી માંડીને બધા હોય અને જ્યાં એટીકેટવાળા હોય ત્યાં આગળ ધર્મ જેવી વસ્તુ જ નથી. ગમ્બાથી થાય પ્રકૃતિ સહજ આપણે ત્યાં આ ગરબામાં પેઠા છે, એ સહજ થયા છે અને પેલા અસહજ. એટલે આ અમે શા સારુ વચ્ચે બેસીએ, અમારે બેસવાનું કંઈ કારણ ? તમને સહજ કરવા છે. જે તે રસ્તે સહજ થાવ. આ તે કંઈ જ્ઞાનીને શોભે એવી ક્રિયા છે. આ બધી ? જ્ઞાની આવું થબાકા પાડતા હશે ? - આપણું વિજ્ઞાન કેવું છે કે સહજ કરો, જે તે રસ્તે સહજ થાવ. એટલે અમે જાત્રાએ ગયા હતા ને તે એકસો ને પંદર માણસની બે બોગી, જોઈન્ટ કરેલી. એટલે રસોડું ઠેઠ સુધી ચાલ્યા કરે. ચા-પાણી ઠેઠ સુધી ચાલ્યા કરે. રસોડું ત્યાંનું ત્યાં જ બધું. હવે જાત્રાએ નીકળેલા બધા, આમ ગાડીમાં ને ગાડીમાં ક્યાં સુધી બેસી રહે ? એટલે મોટું સ્ટેશન આવે એટલે ત્યાં આગળ ઉતરવાનું. ત્યાં વીસ મિનિટ ગાડી ઊભી રહે, એટલો વખત બધા ગોળ ગરબા ફરે, ગરબા કરવાના. ડ-સંકોચ રહિત એ સહજ પ્રશ્નકર્તા : તો એ શું રસ્તા પર નાચતા નાચતા જઈએ તો સહજ થયું કહેવાય ? દાદાશ્રી : સહજ જ થયું કહેવાય. સહજ એટલે શું ? લોકોથી ડરવું નહીં. કોઈથી ડરવું નહીં, એનું નામ સહજ. આપણે ત્યાં એક ભાઈ આવે છે, તે એક દહાડો એમને ફૂલની માળા પહેરાવી. મેં કહ્યું, ‘લ્યો, હવે આ માળા પહેરીને અહીંથી ઘેર જાવ.” એટલે આ આજ્ઞા તો થઈ. એટલે હવે એમને આજ્ઞા પાળ્યા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95