Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 66
________________ [૭] જ્ઞાની પ્રકાશ અનોખા પ્રયોગો સહજતા તે માન્યતા આપણે સમભાવે નિકાલ કરી નાખીએ છીએ. આપણે થબાકા પાડીએ તો છૂટી જઈએ. તિરસ્કાર વર્તતો હોય તે ઉડાડી મેલવો અગર રાગ આવતો હોય તે ઉડાડી મેલો. બન્ને ઉઘડી મેલો અહીંયાં આગળ. આની ઉપર તિરસ્કાર હોય કે ના હોય લોકોને ? તે એ તિરસ્કાર ક્યાં લઈ જવાનો છે જોડે ? એટલે અહીં જ ઉડાડી દેવાનો, પ્લસ-માઈનસ કરી દેવું. નહીં તો અમારે ત્યાં બહારવાળા તો એવું જ કહે કે બધાં આ પાછું શું કરો છો ? આવા ભણેલા-ગણેલા થઈને શું દાદાની પાસે રંગ લાગ્યો છે ? તમે આ ગ્રહણ કરેલો માલ રોંગ બિલિફો, તે નિકાલ કરો છો. તે એમને બિચારાને ખબર નથી. અમે બધા જ પર્યાયો સમજીએ કે આવો પર્યાય હોવો જોઈએ. પણ કોને માટે ? ક્રમિક માર્ગમાં આવેલા માટે ના હોય. કારણ કે બધું ખપાવી ખપાવીને આવ્યા હોય. અને અહીં તો ખપાવ્યા સિવાયનો માલ. એટલે આ રીતે ખપાવવાથી સહજ થાય. જે તે રસ્તે દેહને સહજ કરવાનો છે. થબાકી ના પાડવા એ એક જાતની રોંગ બિલિફ છે. થબાકા પાડવા એય રોંગ બિલિફ છે. થબાકા ના પાડવા એ એક જાતની બિલિફ અહંકારને વધારનારી છે અને આ અહંકારને નાશ કરનારી છે. અને તમે એના કર્તા નથી. આ તો ચંદુભાઈ કરે છેને, તમે ક્યાં કરો છો ? એટલે આપણે અહીં બધી ક્રિયાઓ રોંગ બિલિફો છોડવા માટે છે. ઘણીખરી બિલિફો તો મેં ફ્રેક્ટર જ કરી નાખી, પણ હજુ કેટલીક મહીં ભરાઈ રહેલી હોય. પણ સહજાસહજ નીકળી જાય. અહીં કોઈ વાંધો ઉઠાવતું નથીને ! પોતાનું સ્ટેજ (સ્ટેટસ, મોભો) જ ભૂલી જાય છે. પહેલાં તો મારાથી આવું ના થાય, નહીં ? પણ તોય તમારે ક્યાં કરવાનું છે ? તમારે કરવાનું રાખ્યું હોય તો બતાવો. તમારે તો ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવાનું, કે “અહોહો ! ચંદુભાઈએ કેવા થબાકા માર્યા, મોક્ષે જવા. તમારેય છૂટવું છે ને એમનેય છોડવવા છે.” નહીં તો કંઈ થબાકા પાડવાના ચંદુભાઈને ગમતા હશે ? આ તો હું (થબાકા) પાડીને તમને શીખવાડું. બાકી હવે મારે કંઈ જરૂર નથી. તમને શીખવાડીને નિવેડો લાવી આપું છું. આ બધી ક્રિયા કરવાની મારે કંઈ જરૂર છે ? આ તો નિવેડો લાવવાનો છે. આ કંઈ કોલેજેય નથી ને સ્કૂલેય નથી. આ તો ઉકેલ લાવવાનો જે તે રસ્તે. આમાં જો બુદ્ધિ વાપરીને તો બુદ્ધિ આખી રાત ઊંઘવા નહીં દે. અને બુદ્ધિથી બેસે એવું છે ? પણ તે તમારી સમજણમાં ફેર પડી જશે તો આખી રાત ઊંઘમાંયે થશે કે દાદા, આવું કેમ કરાવે છે ? અલ્યા પણ તમારે કરવાનું ક્યાં છે ? જેણે તિરસ્કાર કર્યા તેણે કરવાનું છે. એને પ્લસ-માઈનસ કરી નાખવું જ જોઈએને ? પ્રકૃતિ સહજ થવા કાજે.. એટલે આ બધું સહજ આ એ, અહીં તો ગરબા-બરબા બધું જ ફરે અહીં બધું જ જાતનું ચાલે. અહીં મહાદેવજીના દર્શન કરે, માતાજીના દર્શન કરે, બધે દર્શન કરે, પણ બધું સહજ પરિણામ. એવું છે કે, આ માતાજીની ભક્તિ કરાવવાથી પ્રકૃતિ સહજ થાય. અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય. આપણે” માતાજીની ભક્તિ પોતાની પ્રકૃતિ પાસે કરાવવી. આપણે” આત્મભાવે નહીં કરવાની, ‘ચંદુલાલ' પાસે દેવીની ભક્તિ કરાવવી અને તો જ પ્રકૃતિ સહજ થાય. આ તો હિન્દુસ્તાનમાં માતાજીનાં લોકોએ જુદાં જુદાં નામ પાડેલાં. કેટલું બધું વિશાળ આ સાયન્સ હશે ! કેટલી બધી શોધખોળ કરીને અંબા માતા, સરસ્વતી દેવી, લક્ષ્મી દેવીની શોધ થઇ હશે ! આ બધું કર્યું ત્યારે સાયન્સ કેટલું બધું ઊંચું ગયેલું હશે ! એ બધું અત્યારે ખલાસ થયું ત્યારે માતાજીનાં દર્શન પણ કરતાં ના આવડ્યાં ! માતાજી એ આદ્યશક્તિ છે ! તે પ્રાકૃત શક્તિ આપે. માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય. અંબા માં તો સંસારનાં વિનો દૂર કરી

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95