Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 67
________________ [] જ્ઞાની પ્રકાશ અનોખા પ્રયોગો આપે, પણ મુક્તિ તો જ્ઞાન દ્વારા જ સાંપડે. દર્શન કરતાં આવડે તો ચાર માતાઓ હાજરાહજુર છે - અંબા મા, બહુચરા મા, કાળિકા મા અને ભદ્રકાળી મા. માતાજી પાપ ધોઇ ના આપે, પણ પ્રાકૃત શક્તિ આપે. આ અંબા માતાજી અમારું કેટલું બધું રક્ષણ કરે છે ! અમારી આસપાસ બધે જ દેવો હાજર ને હાજર હોય. અમે દેવોને પૂછ્યા વગર, તેમની રજા લીધા વગર એક ડગલુંય આગળ ના ચાલીએ. સર્વ દેવોની કૃપા અમારા ઉપર અને અમારા મહાત્માઓ ઉપર વરસે જ જાય છે ! અંબા માતાજી એટલે સહજ પ્રકૃતિ. દરેક દેવીઓના કાયદા હોય છે. તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે. અમે મા અંબેના એકના એક લાલ છીએ. માતાજી પાસે તમે અમારી ચિઠ્ઠી લઇને જાવ તો તે સ્વીકારે. આ તમારો દીકરો હોય અને નોકર હોય પણ જો નોકર તમારા કાયદામાં જ રહેતો હોય તો તમને નોકર વહાલો લાગે કે નહીં ? લાગે જ. અમે કયારેય પણ અંબા માના, લક્ષ્મીજીના કે સરસ્વતી દેવીના કાયદા તોડ્યા નથી. નિરંતર તેમના કાયદામાં જ રહીએ છીએ. તેથી એ ત્રણેય દેવીઓ અમારા ઉપર નિરંતર પ્રસન્ન રહે છે ! તમારે પણ જો તેમને પ્રસન્ન રાખવાં હોય તો તેમના કાયદા પાળવા જોઇએ. પ્રશ્નકર્તા : અંબા માતાના શા કાયદા છે ? અમારે ઘેર અંબા માતાની ભક્તિ કરે છે બધાં, પણ એના કાયદા શા છે તે અમે જાણતા નથી. દાદાશ્રી : અંબાજી દેવી એટલે શું ? એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા તૂટી તો અંબાજી તારી ઉપર રાજી જ કેમ થાય ? આ અંબાજી દેવી તો કહેવું પડે ! તે તો માતાજી છે, મા છે. બંગાળમાં દુર્ગા કહેવાય છે તે જ આ અંબાજી. બધી દેવીઓનાં જુદાં જુદાં નામ મૂક્યાં છે પણ જબરદસ્ત દેવી છે ! આખી પ્રકૃતિ છે. આખી પ્રકૃતિનો ભાગ જો હોય તો તે માતાજી છે. પ્રકૃતિ સહજ થઇ તો આત્મા સહજ થાય જ. આત્મા અને પ્રકૃતિ, એ બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, તો બંને સહજ થઇ જાય ! [૮] અંતે પામવી અપ્રયાદશા તડે અહંકાર, તા સંસાર પ્રશ્નકર્તા : આ સંસારની જવાબદારીઓ જે અદા કરવાની હોય, તેમાં સહજ કેવી રીતે રહેવાય ? દાદાશ્રી : ના રહેવાય. એ સહજ યોગ તો કો'ક અબજોમાં એકાદ માણસ કરે, કો'ક ફેરો ! સહજ તો, એ વાતો બધી કરવા જેવી નથી. એના કરતાં દીવો કોઈ પ્રગટ થયેલો હોય તેને, જ્ઞાનીને કહીએ, ‘સાહેબ, મારો દીવો સળગાવી આપો.' તો એ સળગાવી આપે. ભાંજગડ મટી ગઈ. આપણે દીવો સળગાવવા સાથે જ કામ છે ને ? એ જ્ઞાનમાર્ગ ઉપર સહજ રહેવાય. અમે તો નિરંતર સહજ જ રહીએ છીએ, નિરંતર સહજ ! પછી સંસારની જવાબદારીઓ નડતી નથી. કારણ કે સંસાર સહેજે ચાલે એવી વસ્તુ છે. આ ખાધા પછી મહીં જેમ સહજ ચાલે છે તેના કરતાં બહાર વધારે સહજ ચાલે તેમ છે. દેહ તો એનું કાર્ય કર્યું જ જવાનો, આપણે જોયા કરવાનું. એ વ્યવસ્થિતના તાબામાં છે, આપણા તાબામાં નથી એ. એ ખાશે-પીશે, હરશે-ફરશે, બધું કરશે. વ્યવસ્થિતનો અર્થ શું છે કે સહજ ભાવે બને એ કર્યું જાવ. દેહ કારખાનું ચલાવ્યું કોણે ? આ એલેમ્બિકના કારખાનામાં કેટલાંય માણસો કામ કરે છે, ત્યારે કેમિકલો થાય છે અને તેય પાછું એક જ કારખાનું, અને આ દેહ તો અનેક

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95