________________
[૬] અંતઃકરણમાં ડખલ કોની ?
સહજતા
દાદાશ્રી : હોય જ નહીંને ! આ તમારે ડિસ્ચાર્જમાંય કર્મ નથી બંધાતું. ડિસ્ચાર્જ અહંકાર કર્મ બાંધી શકે એવો નથી. એ કર્મ છોડવા માટેનો અહંકાર છે. બંધાયેલા છોડવા સારુનો અહંકાર છે. જે બંધાયેલા છે, તેને છોડવા માટે કો’ક જોઈએ તો ખરોને ? એટલે છોડવાનો અહંકાર છે એ.
કે ડખલ કરનારો હતો એ ખસી ગયો. પુદ્ગલ હમેશાં કાયદેસર જ હોય છે પણ જો ડખલ કરનારો ના હોય તો. આ એન્જિનને મહીં બધું કોલસા-બોલસા ભરી બીજું બધુંય કમ્પ્લિટ કરી અને ડ્રાઈવર ના હોય તો બસ ચાલ્યા કરવાનો એનો સ્વભાવ જ છે. મહીં ડખલ કરનારો પેલો બેઠો હોય તો ઊભી રાખે, પાછું ચાલુ કરે. પુદ્ગલને જો ડખોડખલ ના થાયને, તો આ ચોખ્ખું થયા જ કરે. પણ આ ડખોડખલ કરે છે. ડખો કરે ને પછી ડખલું થઈ જાય. ડખોડખલ કરનારી કોણ ? તે અજ્ઞાન માન્યતાઓ અને પછી વાંધા ને વચકા !
છુટે દેહાધ્યાસ ત્યાં સહજતા
પ્રશ્નકર્તા : હવે જે આત્માના ભાનમાં આવ્યો એનો બધો વ્યવહાર પછી જે છે તે સહજ વ્યવહાર હોય ?
દાદાશ્રી : પોતાના ભાનમાં આવ્યો એટલે પછી વ્યવહારની કશી લેવાદેવા રહી નહીંને ! વ્યવહાર ચાલ્યા કરે.
પ્રશ્નકર્તા : એટલે ઉદયરૂપ વ્યવહાર હોય એનો ?
દાદાશ્રી : બસ, બીજું કશું હોય જ નહીં. કર્તાપણું છૂટે ત્યાર પછી એ આત્માના ભાનમાં આવે. કર્તાપણું છૂટે એટલે ઉદય સ્વરૂપ રહ્યું. આ એની મેળે ચાલે છે ને આય એની મેળે, એ બન્ને પોતપોતાની રીતે જ ચાલ્યા કરે છે.
દેહાધ્યાસ જતો રહેવાથી આત્મા એના સ્વભાવમાં રહે છે અને આ દેહ એના સ્વભાવમાં રહે છે. દેહાધ્યાસ બેનો સાંધો હતો, એકાકાર થવાનો. તે દેહાધ્યાસ ઊડી ગયો, એટલે આ દેહ દેહના કામમાં અને આત્મા એના કામમાં, એનું નામ સહજતા.
...ત્યારે આવે સહજ દશા
ડિસ્ચાર્જ અહંકાર પૂરો થાય ત્યાર પછી દેહ ક્રિયા કરે છે એ સહજ ક્રિયા કહેવાય છે, તદન સહજ. તે ઘડીએ આત્માયે સહજ ને આયે સહજ, બન્ને જુદા ને બન્ને સહજ, એટલે આ ડિસ્ચાર્જ અહંકારેય પૂરો થઈ જાય, ત્યારે સહજ (દશા) આવે.
પુદ્ગલ એના સ્વભાવમાં આવ્યું. પુદ્ગલ કાયદામાં આવી ગયું. કારણ