________________
સહજતા
[૬] અંતઃકરણમાં ડખલ કોની ?
બુદ્ધિ કરાવે અસહજતા પ્રકૃતિ સહજ ક્યારે થાય ? બુદ્ધિબહેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય. કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુદ્ધિબહેન આવતાં હતાં, પણ હવે ભણી રહ્યાં, હવે શી જરૂર છે ? હવે એને કહીએ કે ‘તમે ઘેર રહો, અમારે જરૂર નથી.’ તેને પેન્શન આપી દેવાનું. બુદ્ધિ ચંચળ બનાવે, તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે, એનો સ્વાદ ચાખવા મળતો નથી. બહારનો ભાગ જ ચંચળ છે, પણ જો બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે ! આ કૂતરું દેખ્યું, તો બુદ્ધિ કહેશે, “કાલે પેલાને કરડેલું, તે આય એવું જ કૂતરું દેખાય છે, મનેય કરડી જશે તો ?” અલ્યા, એના હાથમાં શી સત્તા છે ? ‘વ્યવસ્થિત’માં હશે તો કડશે. બુદ્ધિ, તું બાજુએ બેસ. સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાંસરું ના કરત ? પણ પાંસરું થયું નથી. બુદ્ધિ તો શંકા કરાવે. શંકા થાય તો ડખો થાય. આપણે તો આપણા નિઃશંક પદમાં રહેવાનું. જગત તો શંકા, શંકા ને શંકામાં જ
બુદ્ધિ અમારી ખલાસ થઈ ગયેલી હોય. અમને બુદ્ધિ ના હોય, અમે અબુધ હોઈએ. આ અમારી સહજતા જ્ઞાનપૂર્વકની હોય.
પ્રશ્નકર્તા ઃ બધી કુશળતા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ જોઈએ કે સહજતાથી પણ પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : સહજતાથી વધારે પ્રાપ્ત થાય. બુદ્ધિથી ગૂંચવાડો ઊભો થાય તેમ છતાં બુદ્ધિ નકામી નથી. બુદ્ધિ પછી ઉકેલ લાવે. સહજતા કરતા વધારે સારો ઉકેલ લાવે પણ પહેલા બહુ ગૂંચવાડો આવે. અને સહજતા બહુ હિતકારી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિવાળા માણસને જો સહજ થવું હોય તો શું કરવું પડે ?
દાદાશ્રી : એ તો એની મેળે બુદ્ધિ ઓછી થતી જાય. એ પોતે નક્કી કરે કે આ બુદ્ધિની વેલ્યુ નથી એટલે ઓછી થતી જાય. જેની તમે વેલ્યુ માનો તે મહીં વધતું જાય અને જેની વેલ્યુ ઓછી થઈ ગઈ એ ઘટતું જાય. પહેલાં એની વેલ્યુ વધારે માની તે આ બુદ્ધિ વધતી ગઈ.
પ્રશ્નકર્તા : બુદ્ધિનો જે મળ હોય, બુદ્ધિનું આવરણ હોય, એ ધોવાઈ જવું જોઈએ ને ?
દાદાશ્રી : આપણને જરૂરિયાત છે ત્યાં સુધી એ ઊભી રહી છે. હજુ તો બુદ્ધિની વધારે કમાણી કરવા લોકો ફરે છે અને હજુ બુદ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢયા છે. આ તો બુદ્ધિને જ ખેડ ખેડ કરી છે. પછી ખાતર નાખો. એ બુદ્ધિ વધી ગઈ. મનુષ્યો એકલા જ દોઢ ડાહ્યા છે. બુદ્ધિનો ઉપયોગ વધારે પડતો કર્યો.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા વગર પણ જે સીધા- સાદા, સરળ માર્ગે જતો હોય અને એની સમજણ પ્રમાણે વ્યવહારમાં નિષ્ઠાથી સત્ય રીતે રહેતો હોય તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય છે એ તેનો ડિફરન્સ (ફેર) શું ?
દાદાશ્રી : પેલો તો ક્લેશનો અભાવ હતો ને, તે આપણે બુદ્ધિપૂર્વક
રહેવાનું.
ક્રો ડીવેલ્યુ, એકસ્ટ્રા બુદ્ધિની આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ ચાર જે અંતઃકરણ રૂપે છે એનો વાંધો નહીં, પણ આ તો વધારાની એક્સ્ટ્રા બુદ્ધિ છે તે કામની જ નથી.
આ સંસાર જ બુદ્ધિનો ડખો છે. બુદ્ધિ ના ઊભી હોત તો સંસાર રહેત જ નહીં. અમારી બુદ્ધિ ખલાસ થયેલી. એટલે અમને બુદ્ધિ ઉપરનું જ્ઞાન હોય.