Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 55
________________ [૬] અંતઃકરણમાં ડબલ કોની ? ૭૫ સહજતા ત અનુસરો, બુદ્ધિની સલાહને પ્રશ્નકર્તા : બુદ્ધિ હજી ડખોડખલ કરે છે તો શું કરવું ? દાદાશ્રી : બુદ્ધિ આ બાજુ ડખોડખલ કરે એટલે આપણે ત્યાંથી દૃષ્ટિ ફેરવી લેવી. આપણને રસ્તામાં કોઈ ના ગમતો માણસ ભેગો થાય તો આપણે આમ મોઢું ફેરવી લઈએ છીએ કે નહીં ? એવું જ આપણામાં ડખોડખલ કરે છે, તેનાથી અવળું જોવું ! ડખોડખલ કોણ કરે છે ? બુદ્ધિ ! બુદ્ધિનો સ્વભાવ શો છે કે સંસારની બહાર નીકળવા ના દે. પ્રશ્નકર્તા : બુદ્ધિ સમાપ્ત ક્યારે થાય ? દાદાશ્રી ઃ તમે એના ઉપર બહુ વખત જોશો નહીં, દૃષ્ટિ ફેરવેલી રાખશો એટલે પછી એ સમજી જાય, એ પોતે બંધ થઈ જાય. એને તમે બહુ માન આપો, એનું ‘એક્સેપ્ટ કરો, એની સલાહ માનો, ત્યાં સુધી એ ડખોડખલ કર્યા કરે. આ મનુષ્યો જ, કારણ કે બધાનો દુરુપયોગ કર્યો; બુદ્ધિનો, મનનો, બધાનો જ. આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. આ સામે બહારવટિયો આવે તો ‘મારું શું થશે’ એવો વિચાર આ મનુષ્યોને જ આવે. ‘હું કેવી રીતે ચલાવીશ ? મારા વગર ચલાવશે જ કોણ ?” એવી જે ચિંતા કરે છે એ બધા જ નિરાશ્રિત છે; જ્યારે પેલા જાનવરો ભગવાનનાં આશ્રિત છે. તેમને તો ખાવા-પીવા આરામથી મળે છે. એમને ડૉક્ટર, હોસ્પિટલ એવું કશું જ નહીં અને એ લોકોને દુકાળ જેવું કશું નહીં. હા, આ મનુષ્યોના સંગમાં આવ્યાં તે જાનવરો - ગાય, બળદો, ઘોડા વગેરે પાછાં દુઃખી થયાં છે. ત્રણ પ્રકારની બુદ્ધિ : એક અવ્યભિચારિણી બુદ્ધિ, બીજી વ્યભિચારિણી બુદ્ધિ અને ત્રીજી સમ્યક્ બુદ્ધિ. આ ત્રણ પ્રકારમાં કોઇ અવતારમાં ય જિનનાં દર્શન કરેલાં હોય, તેને સમ્યક્ બુદ્ધિ ઉછરે. શુદ્ધ જિનનાં દર્શન કર્યા હોય અને ત્યાં શ્રદ્ધા બેઠી હોય તો બીજ નકામું જતું નથી, તેથી અત્યારે સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય અને પછી સહજ ભાવે મોક્ષ માર્ગ મળી આવે. બુદ્ધિ વપરાતા કોઝિઝ પડે માણસ જે ક્રિયા કરે, તે ક્રિયાની હરકત નથી. એમાં બુદ્ધિ વપરાય કે તરત કોઝિઝ ઉત્પન્ન થાય. નહીં તો બુદ્ધિ વગરની ક્રિયા સહજ કહેવાય છે. બુદ્ધિ વ૫રાય કે કોઝ થયું. એટલે અહીં રાગ-દ્વેષ કર્યો ને કોઈ જોડે ક્રોધ કરે, માન કરે કે લોભ કરે, એમાં બુદ્ધિ વપરાયા વગર રહે નહીં અને એ કોઝિઝ ઉત્પન્ન થાય જ. બુદ્ધિ વપરાય ત્યારે ક્રોધ કરે ને ? સામો માણસ ગાળ દે ત્યારે બુદ્ધિ વ૫રાય કે મને દીધી, એમાં બુદ્ધિ વપરાઈ, તેને તરત ક્રોધ ઉત્પન્ન થઈ જાય. અને મારા જેવો બુદ્ધિ ના હોય તે ગાળ દે તોય શું ને ના દે તોય શું ? પેલા નાના છોકરાને આપણે કડવું પઈએ છે ને, એ મોટું બગાડશે એ હૈષ કહેવાય, એય કોઝ કહેવાય અને સારી સારી વસ્તુ આપીએ તો એ ખુશ થઈ જાય છે, એય કોઝ કહેવાય. ખાવાનું એ કોઝ નથી. તાડગોળા તમે ખાઓ તોય કોઝ નથી. કોઝ ફક્ત ખરાબ બોલ્યા તો. તમને ખરાબ સાથે કામ શું છે ? હવે ખઈ લોને છાનુંમાનું. એ દોઢડાહ્યા બહુ હોય ને પણ ! ઈમોશતલ ત્યાં અસહજતા પ્રશ્નકર્તા : એટલે મૂળ વાત દાદા, અમે ઇમોશનલ ઓછા થઈએ તો અમારું કામ બરાબર થાય ? દાદાશ્રી : બિલકુલ ઇમોશનલ ના હોય તો બિલકુલ સરસ થાય, હંડ્રેડ પરસન્ટ કામ થાય. પ્રશ્નકર્તા : જેમ જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણાનો પાયો એટલો ઇમોશનલ નથી, જેટલું ઇમોશનલ નથી એટલું જ્ઞાતા-દ્રષ્ટાપણું પાકું છે ? દાદાશ્રી : ઇમોશનલ હોય તો જ્ઞાતા-દ્રષ્ટાપણું કાચું. ઇમોશનલ બિલકુલ ના હોય તો જ્ઞાતા-દ્રષ્ટાપણું સંપૂર્ણ. એને સાહજિકતા કહેવાય. ઇમોશનલ થયેલો માણસ એ કોર્ટમાં પુરાવો આપને, તો પેલો કલક્ઝી આપે. કેવો આપે ? ઠેકાણા વગરનો, અને સાહજિક માણસ બહુ સુંદર આપે. પ્રશ્નકર્તા : કોર્ટમાં જે પુરાવો આપે છે, એ તો લુચ્ચો ને હોશિયાર

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95