Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 51
________________ [૫] ત્રિકરણ આમ, થાય સહજ સહજતા મોટું બગડ્યું નહીં, ક્લિયર રહ્યું એટલે આત્માને આનંદ રહ્યો. આત્માનો નફો થાયને ? માતમાં ખોટ - અપમાતમાં નફો પ્રશ્નકર્તા : દાદા, આ પૂજાવાની જે ભીખ છે એ કઈ રીતે જાય ? કઈ એની સામે રીતે એડજસ્ટમેન્ટ લેવું ? ઉપયોગ કેવી રીતે રાખવો ? દાદાશ્રી : એ તો અપમાનની ટેવ પાડી દઈએ ત્યારે. પ્રશ્નકર્તા: પ્રાપ્ત કરવી છે અયાચક દશા અને દરેક બાબતની આ ભીખ પડેલી છે મહીં. દાદાશ્રી: અયાચકપણું તો જવા દો ને, પણ ભીખ છૂટે તોય બહુ થઈ ગયું. આ ભીખ તો હવે આપણે કોઈના કંપાઉન્ડમાં થઈને જતા હોઈએ ને એ માણસ ગાળો દે એવો હોય તો રોજ ત્યાં થઈને જવું, રોજ ગાળો ખાવી પણ ઉપયોગપૂર્વક સહન કરવું જોઈએ. નહીં તો એને એ ટેવ પડી જાય પેલી, લીહટ થઈ જાય. પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક સહન કરવું એટલે શું? દાદાશ્રી : આપણી બેનને ઉઠાવી ગયેલો હોય, તે ઉઠાવી ગયેલો હોય તેની ઉપર પ્રેમ હોય આપણને ? શું હોય ? પ્રશ્નકર્તા : દ્વેષ હોય. દાદાશ્રી : તે ઊંઘમાં હોય કે ઉપયોગપૂર્વક હોય ? હડેડ પરસેન્ટ ઉપયોગપૂર્વક હોય, બિલકુલ ઉપયોગપૂર્વક હોય. પછી ચોરી કરવા જાય તે ઉપયોગપૂર્વક જાગૃતિ રાખી હશે કે ઊંઘતો હશે ? પ્રશ્નકર્તા: ઉપયોગપૂર્વક હોય. દાદાશ્રી : માટે ઉપયોગ સમજી જાવ. અહીં મોક્ષમાર્ગમાં તો ઉપયોગવાળા કામમાં લાગે. કોઈ અપમાન કરે ત્યારે મોટું બગડી ગયું છે એવી ખબર પડે, તો નફો-ખોટ ના જાય. નો લોસ, નો પ્રોફિટ. અને બહાર મોટું બગડ્યું તો ખોટ જાય. કોને ખોટ જાય ? પુદ્ગલને, આત્માને નહીં. અને બહાર પ્રશ્નકર્તા: મોઢું બગાડ્યું તો પુદ્ગલને શું ખોટ જાય ? દાદાશ્રી : પુદ્ગલને તો ખોટ ગયેલી જ ને ! પ્રશ્નકર્તા : પણ એને જાગૃતિપૂર્વક રહ્યા તો એનું મોટું ના બગડ્યું. દાદાશ્રી : કેટલાક અપમાન થયું કે એનું જો આજે મોઢું ચઢી જાય તો પોતાને ખબર પડે. હું પૂછું પછી કે તને પોતાને ખબર પડી છે ? ત્યારે કહે, હા, પડી છે. પણ શી રીતે સમું કરે ? છતાં એ સમું કરવું. છેવટે સહજ કરવાનું છે. એ સહજ તો બહુ ટાઈમથી સાંભળતો સાંભળતો આવે ત્યારે સહજ થતો આવે. જાગૃતતી દઢતા કાજે પ્રશ્નકર્તા: અમારી કચાશ કયા રહી જાય છે ? દાદાશ્રી : એટલી શક્તિ, એટલી જાગૃતિ ઉત્પન્ન થઇ નથી. જાગૃતિ નિર્બળ છે. ક્ષણે ક્ષણની જાગૃતિ જોઇએ. અમને એક ક્ષણ પણ કોઈ દોષિત નથી દેખાતો. દોષિત લાગે છે એની તો આ બધી ભાંજગડ છે. કારણ કે આ વિજ્ઞાન જ એવું છે. કોઈ દોષિત છે જ નહીં. અને દોષિત દેખાય છે. તે જો દોષિત દેખાય તો ઉપવાસ કરવો જોઇએ. ચંદુભાઇને કહેવું કે ઉપવાસ કરજે. પ્રશ્નકર્તા : બીજે દિવસ કોઇ દોષિત ના દેખાય. દાદાશ્રી : દોષિત છે નહીં. પ્રશ્નકર્તા : ઉપવાસ કરે પછી બીજે દિવસે કોઇ દોષિત ના દેખાય ? દાદાશ્રી : ના, આપણે ઉપવાસ કરવાનું કહેવાનું કારણ શું છે કે એટલી મજબૂતી રાખવી જોઇએ આપણે, સ્ટ્રિક્ટ થવું જોઇએ. ટ્રિકનેસ રાખવી જોઈએ નિર્દય નહીં થવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95