Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 39
________________ [૪] આજ્ઞાનો પુરુષાર્થ બનાવે સહજ ૪૩ ૪૪ સહજતા, આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો-અડધો કલાક કરતાં આખી રાત કાઢે ને, તોય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીયે ગાળો આપે ! એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે ? ગાર્ડને પહોંચવાની છે? ના. એ કાદવ તો પોતાને જ ઉડાડે છે. જ્ઞાન હોય તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ, એનું નામ જ સહજ આત્મા. આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજેય કંટાળો ના આવે. ફાંસીએ ચઢવાનું હોય તોય વાંધો ના આવે. ફાંસીએ ચડવાનું છે એ તો ‘વ્યવસ્થિત’ છે અને રડીનેય ચઢવાનું તો છે જ, તો પછી હસીને શા માટે ના ચઢીએ ? પ્રશ્નકર્તા : એવું બધું ગોઠવાયેલું વ્યવસ્થિત સમજીએ તો પછી કશું કરવાનું રહ્યું જ નહીં ને ? દાદાશ્રી : આ જ્ઞાન દુપયોગ કરે તો ડખલ કર્યા વગર રહે નહીં એ ! એટલે ડખોડખલ નહીં કરવાની. સહજ ભાવે રહેવાનું. અમે રહીએ છીએને સહજ ભાવે ! ‘મારે’ ‘પટેલ'ને કહેવાનું કે રોજ ચાર વાગ્યે સત્સંગમાં જવાનું, નહીં તો તો પછી થઈ જ રહ્યું ને ! એવું ગોઠવાયેલું’ કહે એટલે ખલાસ થઈ ગયું. ગોઠવાયેલું કહેવાય નહીં. છે ગોઠવાયેલું, પણ તે જ્ઞાનીની દૃષ્ટિએ ગોઠવાયેલું છે અને તમને આ વાત જ્ઞાની અવલંબનરૂપે આપે. આ એક્કેક્ટ અવલંબન છે પણ એ વાપરવાનું અમારી કહેલી સમજણ પ્રમાણે વાપરજો. તમારી સમજણ પ્રમાણે વાપરશો નહીં. છતાં પણ આ ‘જ્ઞાન'માં જ રહો, ‘આજ્ઞા’માં જ રહો તો પ્રકૃતિ સહજ થાય. પછી ગમે તેવું હશે તોય, લોકોને સો ગાળો ભાંડતો હશે તોય એ પ્રકૃતિ સહજ છે. કારણ કે અમારી આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટીને ત્યારથી જ પ્રકૃતિ સહજ થવા માંડે. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી સહજ દશા હોય નહીં. ત્યાં ‘આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ કરાય, આ ના કરાય.” એની કડાકૂટો ઠેઠ સુધી રહેવાનો ! સાહજિક દશાની પારાશીશી પ્રશ્નકર્તા : સહજતા લાવવા માટે આ ફાઈલ નંબર એકનો પણ સમભાવે નિકાલ કરવો પડશે ? દાદાશ્રી : આ પહેલા નંબરની ફાઈલની જોડે કશી ભાંજગડ નહીં ? કોઈ જાતની નહીં ? ઓહોહો ! અને ગુનો નહીં કરેલો પહેલા નંબરની ફાઈલનો ? હું પૂછું છું આપણા મહાત્માઓને કે, “પહેલા નંબરની ફાઈલનો નિકાલ કરો છોને સમભાવે ?” ત્યારે કહે છે, “પહેલા નંબરની ફાઈલ ઉપર શું નિકાલ કરવાનો હોય ?” અલ્યા, ખરી ફાઈલ જ પહેલા નંબરની છે. આપણે જે દુ:ખી છીએ, આપણને અહીં જે દુ:ખ લાગે છેને, તે અસહજતાનું દુઃખ છે. મને કોઈકે પૂછ્યું હતું કે “આ પહેલાં ફાઈલ નંબર ૧, તે એને ફાઈલ ના ગણીએ તો શું વાંધો ? એ શું કામનું છે ? એમાં કંઈ બહુ ખાસ એ હેલ્પીંગ નથી.” ત્યારે મેં આવો જવાબ આપ્યો કે, “આ ફાઈલ જોડે તો બધું બહુ જ માથાકૂટ કરી છે આ જીવે. અસહજ બનાવી દીધો છે.” ત્યારે કહે છે, “આ બીજી ફાઈલો જોડે આપણે કંઈ નુકસાન કર્યું હોય તો સમજાય પણ આપણી ફાઈલ જોડે, પહેલા નંબરની ફાઈલ જોડે શું નુકસાન કર્યું એ સમજાતું નથી.” આ બધાં નુકસાન કર્યો હોય, તે આ ફોડ પાડીએને ત્યારે સમજાય, બળ્યાં. સમભાવે નિકાલ કરીએ છીએ આ બધી ફાઈલો જોડે. પછી આ બીજા નંબરની ફાઈલ જોડે તો ઝઘડા થયા હોય, ભાંજગડ થઈ હોય તો એનો નિકાલ સમભાવે કરીએ, પણ આ ફાઈલ નંબર એક અમારી જ ફાઈલ. આની જોડે જ્યાં સુધી કેવળદર્શન તમને થયું નથી ત્યાં સુધી અમે કહીએ કે ભઈ, આમ બેન્કમાંથી બહાર આવો તો ગજવું દાબી રાખજે. “બીવેર ઓફ થીઝ” લખેલું આવે ત્યારે ગજવું દાબી રાખજે અને તેમ છતાં એ મરચાં આંખમાં નાખી જાય ને ગજવું કાપી નાખે તો આપણે કહેવું કે ‘વ્યવસ્થિત છે.” આપણો પ્રયત્ન હતો. બહુ સમજવા જેવું છે. વ્યવસ્થિત તો બહુ ઊંડી વસ્તુ છે ! ડખલ મટી ત્યાં પ્રકૃતિ સહજ આ ‘જ્ઞાન’ આપેલું હોય, તેને પણ ગાડીમાં ચઢતા ક્યાં જગ્યા છે ને ક્યાં નથી, એવો વિચાર આવે. ત્યાં સહજ રહેવાય નહીં. મહીં પોતે ડખલ કરે

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95