Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 44
________________ [૫] ત્રિકરણ આમ, થાય સહજ ઈફેક્ટમાં ડખલ નહીં એ જ સાહજિકતા પ્રશ્નકર્તા : : આપના મતે સાહિજક એટલે શું? દાદાશ્રી : સાહજિક એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ જે થઈ રહી છે, એમાં ડખલ ના કરવી. આ ટૂંકામાં, એક જ વાક્યમાં મેં વાત કરી. કેટલું સમજાય છે આમાં ? ન સમજાય તો આગળ બીજું વાક્ય મૂકું ? મન-વચનકાયાની જે ક્રિયાઓ થઈ રહી છે, તેમાં ડખલ કરવી એ સાહજિકતા તૂટી ગઈ. ‘હું ચંદુભાઈ છું’ એ ભાન તૂટી જાય, ત્યારે સહજ થાય. સાહજિક એટલે શું ? આ અંદરનું મશીન જે બાજુ ચલાવે તે બાજુ ચાલ્યા કરવું, પોતાનો ડખો નહીં. મહીં જે રીતે વર્તાવડાવે છે એ રીતે વર્તવું. દેહ દેહનો ધર્મ બજાવે, આપણે આપણો ધર્મ બજાવવાનો. પોતપોતાના ધર્મ બજાવે, એનું નામ જ્ઞાન અને બધા ધર્મને ‘હું બજાવું છું’ એમ કહે, એનું નામ અજ્ઞાન. ચઢ-ઊતર કરે મન આપાછું થાય, એ એનો સ્વભાવ જ છે. એનો ધર્મ બજાવે છે. તે બધું આપણે જોવું અને જોયું એટલે એને કંઈ ફરિયાદ જ નહીં. જોયું એટલે ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થઈ ગયું. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયો એટલે સહજાત્મ થઈ ગયો. ડખો ના કરે મહીં કોઈનામાં, મનના ધર્મમાં કે બીજાનામાં. અને મનનો, એ બધાનો સહજ ધર્મ થઈ જાય, એ સહજ દેહ થઈ ગયો, કે બધું સહજ થઈ ગયું. ૫૪ સહજતા આત્મા તો સહજ જ છે, સ્વભાવથી જ સહજ છે, દેહને સહજ કરવાનો છે. એટલે એના પરિણામમાં ડખો નહીં કરવો. એની જે ઇફેક્ટ હોય તેમાં કોઇ પણ જાતનો ડખો નહીં કરવો, એનું નામ સહજ કહેવાય. પરિણામ પ્રમાણે જ ફર્યા કરે. સહજ એટલે શું ? મન-વચન-કાયા એ ચાલ્યા કરે છે, એનું નિરીક્ષણ કર્યા કરો. અનુભવ સહિતતી સહજતા પ્રશ્નકર્તા ઃ તો મન-વચન-કાયા એના મૂળ સ્વભાવમાં આવી જાય ? દાદાશ્રી : હા, સ્વભાવિક. આ અમારા મન-વચન-કાયા બધું સ્વભાવિક હોય. સ્વભાવિક જેવું છે એવું સ્વભાવિક, એમાં ડખો-બખો કરે નહીં. હવે તમારે આની જોડે જરા ઉગ્રતા આવી ગઈ હોય, તોય એને સ્વભાવિક કહેવાય છે. મન-વચન-કાયા સ્વભાવિક કહેવાય છે. એટલે મહીં જે છે એ માલ નીકળ્યો, કહે છે. તેમાં ડખો કરતા નથી એ સ્વભાવિક. સાહજિક મન-વાણી ને કાયાવાળું દરેક કાર્ય સરળ થાય. અનુભવ અસહજ હોય તો તે કાર્ય ના થાય. અનુભવ સાથે સાહજિકતા હોવી જોઈએ ત્યારે કાર્ય થાય. ... પછી મત-વાણી-વર્તત ડિસ્ચાર્જ પ્રશ્નકર્તા : આત્માની જ્ઞાનશક્તિ એની જે અવસ્થા બદલાય તેમ મનવાણી-વર્તન ઉત્પન્ન થાય છે ? દાદાશ્રી : મન તો છે એ જ રૂપકમાં આવે છે, જે ફિલ્મ વીંટેલી છે એ ફિલ્મ દેખાય છે. મનમાં નવું કશું કરવાનું રહેતું નથી. પ્રશ્નકર્તા : પણ એ જ્યારે મન ચાલુ હોય, તે વખતે મહીં રોંગ બિલિફ જેવી કંઈ પણ આંટી પડી હોય, એ જો છૂટી જાય તો તે વખતે મન બંધ થઈ જાય છે ?

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95