Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 46
________________ [૫] ત્રિકરણ આમ, થાય સહજ સહજતા ‘પ્રિકૉશન” નથી હોતાં, ત્યાં કશા “એક્સિડન્ટ” નથી થતાં ! ‘મિકૉશન’ લેવું એ એક જાતનું ચાંચલ્ય છે, વધારે પડતી ચંચળતા છે. એની જરૂર જ નથી. જગત એની મેળે સહજ ચાલ્યા જ કરે છે. પ્રશ્નકર્તા: પણ કાળજી કર્તાભાવથી નથી, પણ “ઓટોમેટિક’ તો થાય ને ? દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય. પ્રશ્નકર્તા : કર્તા નથી, પણ વિચાર સહજ રીતે આવે તો પછી વિવેકબુદ્ધિથી કરવું એમ ? દાદાશ્રી : ના, એની મેળે બધું જ થઈ જાય. ‘તમારે’ ‘જોયા’ કરવાનું કે શું થાય છે ! એની મેળે બધું જ થઈ જાય છે ! હવે તમે વચ્ચે કોણ રહ્યા છો, તે મને કહો ? તમે ‘શુદ્ધાત્મા’ છો કે ‘ચંદુલાલ’ છો ? પ્રશ્નકર્તા : તમે કહો છો કે વચ્ચે તમે કોણ ? તો વચ્ચે મન તો ખરું. ને ? તે નિર્દોષતાથી અમે કરીએ. જેમાં રાગ-દ્વેષ ના હોય, ગમ્મત, આનંદ ઉપજાવે એવું હોય તેમાં રહીએ. બહારના ભાગને કશું જોઈએ તો ખરું ને ? અને તેને આત્મા બસ જાણે કે ઓહો ! શું શું કર્યું ને શું શું નહીં, એ બધું અમે જાણીએ. કરે ખરું ને જાણે ખરું. કારણ કે એક મિનિટથી વધારે વિચારવાનું નહીં. એ તો એની જરૂરિયાત પૂરતા વિચાર આવી જ જાય, એની મેળે. કંઈક કાયદો જ છે એવો અને આપણું કામ થઈ જાય. વધુ વિચાર (તન્મયાકાર થઈને) કર્યો કે પછી બધું આખા ગામનો ગંદવાડો પેસી જાય મહીં. કારણ કે તે વખતે પેલું (તન્મયાકાર વખતે) ખુલ્લું હોય. આ જેમ એર કોગ્રેસર હોય છે તે હવા ખેંચે છે ને, અને પછી તે વાંદરાની ખાડી આગળ ખેંચે તો ? બધું ગંધાઈ ઊઠે. એટલે આને ખુલ્લું રાખો ને, તે ગંદવાડો જ પૈસે બધો. એટલે ખુલ્લું જ નહીં રાખવાનું, અડવાનું નહીં. ત્યારે કોઈ કહે કે શું વિચારવું એ કંઈ મારો ધર્મ છે ? ત્યારે અમે કહીએ કે ના, તારો નથી. એ તો મનનો ધર્મ છે. એમાં તારો ગુનો નથી, પણ આપણે એનાથી છેટા રહીને જોવાની જરૂર છે. આ તો આપણો ધર્મ બજાવતા નથી. આપણો ધર્મ શું છે? પ્રશ્નકર્તા : જોવાનો. દાદાશ્રી : હા, જોવાનો. તેમાં તન્મયાકાર થવાનો નહીં. બાકી, વિચારવાનું તો ડિસ્ચાર્જ એની મેળે થયા જ કરે છે. થોડીક કંઈ વાત થઈ કે આપણું કામ થઈ જાય. સહજભાવે વ્યવહાર અમે બોલીએ છીએ, તેનું જો વિચાર કરીને બોલું તો ? એક અક્ષરેય બોલાય નહીં ને અવળું નીકળે ઊલટું. વિચાર કરીને કોર્ટમાં ગયેલા ને, તે સાક્ષી અવળી અપાયેલી. બહુ વિચાર કર્યો કે આવું કહીશ ને આવું બોલીશ, એવું મહીં વિચારીને પછી જાય ત્યાં કોર્ટમાં. પછી તે વખતે શું બોલે ? પ્રશ્નકર્તા ઃ એ ‘વ્યવસ્થિત’માં જે બોલવાનું હોય તે જ બોલાવડાવે. દાદાશ્રી : એનું વ્યવસ્થિતેય અવ્યવસ્થિત થયેલું હોય બધું, ગોટાળો કરી દાદાશ્રી : મનની અમે ક્યાં ના પાડી છે ? મનમાં તો એની મેળે કુદરતી રીતે જ વિચાર આવ્યા કરે અને કોઈ વખત વિચાર ના પણ આવે. એવું છે, મન તો છેલ્લા અવતારમાંય ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય, ત્યારે ફક્ત ગાંઠોવાળું મન ના હોય, જેવા ઉદય આવે તેવું હોય. વિચારવું એ મતો ધર્મ આ જગત વિચારવા જેવું જ નથી. વિચારવું એ જ ગુનો છે. જે ટાઈમે જરૂર હોય તે ટાઈમે તે વિચાર આવીને ઊભો જ રહે. તે તો થોડો વખત કામ પૂરતો જ, પછી પાછો બંધ થઈ જાય. પછી વિચારવા માટે એક મિનિટ કરવી એ બહુ મોટો ગુનો. એક મિનિટ વિચારવું પડે એ તો બહુ મોટો ગુનો. એટલે અમે વિચારોમાં ના રહીએ. અમે તમારી જોડે દર વખતે રમૂજ કરીએ, ટીખળ કરીએ, ફલાણું કરીએ,

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95