Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 37
________________ [૪] આશાનો પુરુષાર્થ બનાવે સહજ સહજતા વધુ થાય ને બહુ પાકા હોય તેને અગિયાર વર્ષમાં થઈ જાય, નિષ્ઠા વધે એમ. પણ ચૌદ વર્ષે સહજ થઈ જાય. મન-વચન-કાયા પણ સહજ થઈ જાય. ‘ડખોડખલ નહીં કરું તેવી શક્તિ આપો’ એવું ચરણવિધિમાં બોલે રોજ, એટલે એ કામ સારું આપે લોકોને. અને ડખોડખલ ના કરવી એ જાણતો જ ના હોય તો ડખોડખલ થઈ જાય વારેઘડીએ અને પછી પસ્તામણ (પસ્તાવો) થાય. એ શેના જેવું ? ‘કલ્યાણ હો’ એવું ભાવ બોલ્યા હોય આપણે તો પેલું અસર કરે. અને એવું કશું ના બોલ્યા હોય તો પેલી અસર ના કરે. એટલે અવળાં પરિણામ આવે. બરોબર, સારાં ના આવે. શુદ્ધ ઉપયોગથી થાય સહજ આ ચંદુભાઈ જુદા અને તમે શુદ્ધાત્મા જુદા છો, એ જાગૃતિ રહેવી જોઈએ. પછી છે તે સામો માણસ ઊંધું બોલે, અવળું બોલે તો એ શુદ્ધ આત્મા છે એ આપણને લક્ષમાંથી ના જવું જોઈએ. કારણ કે બોલે છે, એ આપણું ઉદયકર્મ બોલે છે. અને તે ઉદયકર્મને સામસામે લેણ-દેણ છે. એટલે પુદ્ગલની લેવાદેવા છે. એ કંઈ એના શુદ્ધાત્મામાં ફેર નથી થતો. એટલે શુદ્ધ ઉપયોગ પોતે રાખવો. એ સામાને પણ શુદ્ધ જુએ, તે શુદ્ધ ઉપયોગ રાખ્યો કહેવાય. પોતે એવરીવેઅર (બધે જ) શુદ્ધ જોયું, એનું નામ શુદ્ધ ઉપયોગ અને એનું નામ સમત્વ યોગ કહેવાય. સમત્વ યોગ અને પ્રત્યક્ષ મોક્ષ કહે છે. અમને નિરંતર સમત્વ યોગ રહે. ડખોડખલ જોવામાં આવે તોય સમત્વ યોગ રહે. હાથ ઊંચા-નીચા કરે તો વાંધો નહીં, એ વાંકો થાય તોય વાંધો નહીં, ના કરે તોય વાંધો નહીં, પણ જે પોતે બુદ્ધિથી એમ કહે છે કે મારાથી આમ ન થાય, એ ત્યાં આગળ અહંકાર આવે છે. સહજ થવાનું છે. શુદ્ધાત્મા થઈતે વર્તે વ્યવહારમાં કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો, તે થયા પછી ભૂલે નહીં ને રાત-દહાડો કે હું વડાપ્રધાન છું, ના ભૂલેને ? તે ભૂલે નહીં એટલે એનું કામેય ચૂકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે ને તો ‘હું વડાપ્રધાન છુ” એવું સમજીને જ જવાબ આપે. એટલે આપણે શુદ્ધાત્મા થયાને તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ. સમજી જાવ. કર્મના ઉદય બહાર જોર કરે તે જુદી વસ્તુ છે. તે તો વડાપ્રધાનનેય જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાળો મારે, કોઈ ગાળો ભાંડે. એ તો બધું કર્મના ઉદય તો એમનેય છે ને પણ એ એમની વડાપ્રધાન તરીકેની ફરજ બજાવે, એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ‘ચંદુભાઈ છું' એ ભૂલી ના જાય. એમ કંઈ ભૂલે પાલવે ? બધું લક્ષમાં જ હોયને ? શુદ્ધ સ્વરૂપે જોવાથી, પ્રકૃતિ થાય સહજ પ્રશ્નકર્તા : બીજાની સાથે જો એડજસ્ટ થવું હોય તો પછી એનામાં શુદ્ધાત્મા જ જોવો જોઈએને ? જો શુદ્ધાત્મા જોઈએ તો જ એડજસ્ટ થઈ શકાયને ? દાદાશ્રી : હા, તે બીજું શું ? આ આજ્ઞા પાળે એ એડજસ્ટ જ થઈ જાય. આજ્ઞા પાળો ને શુદ્ધાત્મા જુઓ, એની ફાઈલનેય જુઓ. રિલેટિવને અને રિયલને, બન્ને જુઓ. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને સામાની પ્રકૃતિ સાથે એડજસ્ટ કરાવવી એને બદલે હવે જો ‘હું શુદ્ધાત્મા છું' અને સામાને જો શુદ્ધાત્મા જોઉં તો પ્રકૃતિ એની મેળે એડજસ્ટ થઈ જાય ? દાદાશ્રી : થઈ જ જાય. ગોદો મારીએ તો પ્રકૃતિ કૂદે, નહીં તો એવું સરસ-સહજ ભાવમાં આવી જાય. આ અસહજ પોતે થયોને એટલે પેલી પ્રકૃતિ પ્રશ્નકર્તા: પણ જેણે જ્ઞાન લીધું છે એની પ્રકૃતિ સહજ થાય, પણ સામાએ ના લીધું હોય એની સહજ થોડી થાય છે ? દાદાશ્રી : પણ જ્ઞાનવાળો બીજાની પ્રકૃતિ જોડે સહજ રીતે કામ કરી શકે, પેલો મડદાલ અહંકાર વચ્ચે મહીં ગોદો ન મારે તો. પ્રશ્નકર્તા : બે માણસો સામસામા હોય, એકે દાદાનું જ્ઞાન લીધેલું છે

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95