Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 36
________________ [r] આજ્ઞાતો પુરુષાર્થ બનાવે સહજ હવે આજ્ઞા પાલત સહજ થવા અર્થે પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની સહજતા અને આત્માની સહજતા એ વિશે જરા સમજાવોને. દાદાશ્રી : આત્મા સહજ છે જ. જ્ઞાન આપ્યા પછી શુદ્ધાત્મા જે લક્ષમાં આવે છેને, એની મેળે જ લક્ષમાં આવે. આપણે યાદ ના કરવું પડે. જેને યાદ કરીએ એ વસ્તુ ભૂલી જવાય. આ નિરંતર લક્ષ રહે. એ સહજ આત્મા થયો કહેવાય. હવે મન-વચન-કાયા સહજ કરવા માટે એક જ્ઞાની પુરુષની આજ્ઞા જેમ જેમ પાળતા જાય, તેમ તેમ મન-વચન-કાયા સહજ થતાં જાય. પ્રશ્નકર્તા : એમાં સહજ ભાવે નિકાલ કરવો એમ આપ કહો છો તો સહજ ભાવ કેળવવાની રીત કઈ છે ? દાદાશ્રી : સહજ ભાવ એટલે શું ? આ જ્ઞાન મળ્યા પછી તમે શુદ્ધાત્મા થયા એટલે તમે સહજ ભાવમાં જ છો. કારણ કે અહંકાર હાજર ના હોય ત્યારે સહજ ભાવ જ હોય. અહંકારની એબ્સન્સ (ગેરહાજરી) એ સહજ ભાવ. આ જ્ઞાન લીધું એટલે તમારો અહંકાર એબ્સન્ટ છે. તમે જે ‘હું ચંદુભાઈ છું' માનતા હતા, હવે માનતા નથી ને ? થઈ રહ્યું ! મેં વકીલાત કરી ને મેં છોડાવ્યો ને મેં એને આમ કર્યું !' ‘હું સંડાસ જઈ આવ્યો’, કહેશે. ‘ઓહોહો ! કાલે કેમ નહોતા ગયાં ?” ત્યારે કહે, ‘કાલે તો ડૉક્ટરને બોલાવવો પડ્યો, અટક્યું'તું મહીં.’ ૩૮ સહજતા અહંકારને લઈને સક્રિયતા છે. અહંકારને લઈને બધું બગડી ગયું છે. એ અહંકાર દૂર થઈ જાય એટલે બધું રેગ્યુલર થઈ જાય, સાહજિક થાય પછી. અહંકાર બધું બગાડે છે, પોતાનું જ બગાડે છે અને સાહજિકતા હોય તો બધું સુંદર હોય. તેથી આ અમે તમને આજ્ઞા આપી છે ને, તે સહજ જ કરનારી ચીજ છે. એ સહજ જ બનાવનારી છે. સહજાસહજ બધું પતી જાય એવું છે એનું. સમાધિ સાથે જ હોય એવું છે, ગમે તેવી મુશ્કેલીમાં. જુઓને, આ કેવી મુશ્કેલી આવી છે ! આમ કેન્સર થયું છે ને ફલાણું થયું છે ને ગૂંચવ ગૂંચવ કરે છે, નહીં ? અરે, થયું છે તો એને થયું છે, મને શું થયું છે તેમાં ? આપણે જાણ્યું કે પાડોશી ગભરાયા છે. કોઈ પાડોશી માટે કંઈ બહુ રડે નહીં, નહીં ? હમણાં આ જોડેવાળા શેઠ છે, તે એમને કંઈ દુઃખ આવે તો આપણે રડવા લાગીએ ? એમને જઈને કહીએ કે ભઈ, અમે છીએ તમારી જોડે, તમે ગભરાશો નહીં. સહજ દશાતી લિમિટ પ્રશ્નકર્તા : સહજતાની લિમિટ કેટલી ? દાદાશ્રી : નિરંતર સહજતા જ રહે. સહજતા રહે પણ જેટલી આજ્ઞા પાળો એટલી રહે. આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ, એટલું મુખ્ય વસ્તુ છે. અમે શું કહ્યું છે કે જો આજ્ઞા પાળો તો કાયમ સમાધિ રહેશે. ગાળો ભાંડે, મારે તોય પણ સમાધિ જાય નહીં એવી સમાધિ. સવારના પહોરમાં નક્કી જ કરવાનું કે દાદા, આપની આજ્ઞામાં જ રહેવાય એવી શક્તિ આપો. એ નક્કી કર્યું પછી ધીમે ધીમે વધતું જાય. પ્રશ્નકર્તા : શરૂઆતમાં જ્ઞાન લીધા પછી એ પ્રમાણે કરતાં કરતાં જઈએ ને ભાવ આપણો પાકો થતો જાય જેમ, એમ એમ પછી વધારે ને વધારે આજ્ઞામાં રહેવાય છે. દાદાશ્રી : વધારે ને વધારે જ રહેવાય. આપણા જ્ઞાનમાં, અક્રમ વિજ્ઞાનમાં ચૌદ વર્ષનો કોર્સ છે, સામાન્ય રીતે. તે પાછા બહુ કાચા હોયને તેને

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95