Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 35
________________ [૩] અસહજનો મૂળ ગુનેગાર કોણ ? ભાંડે તોય સહજ રહે. ગજવું કાપી લે તોય સહજ રહે. સહજ જીવન એટલે ભગવાન થવાનું હોય ત્યારે સહજ જીવન હોય. સંપૂર્ણ સહજ, ત્યાં થયા ભગવાત પ્રશ્નકર્તા : : પ્રકૃતિ સંપૂર્ણ સહજ થાય એટલે બહારનો ભાગ પણ ભગવાન જેવો દેખાય ? ૩૫ દાદાશ્રી : હા, ક્ષમા એવી દેખાય, નમ્રતા એવી દેખાય, સરળતા એવી દેખાય, સંતોષ એવો દેખાય. કોઈ ચીજની ઈફેક્ટ જ નહીં. પોતાપણું ના હોય. એ બધું લોકોનાં દેખવામાં આવે. બધા બહુ ગુણો ઉત્પન્ન થઈ જાય. એ આત્માના ગુણ નથી ને આ પુદ્ગલનાય ગુણ નથી એવાં ગુણ ઉત્પન્ન થઈ જાય. ક્ષમા તો આત્માનોય ગુણ નથી ને પુદ્ગલનો ગુણ નથી. પેલો ગુસ્સો કરે, તે અમે ક્ષમા કરતાં નથી પણ આમ સહજ ક્ષમા જ હોય. પણ પેલાને એમ લાગે કે ક્ષમા કરી એમણે. એટલે અહીં પૃથક્કરણ થઈને અમને સમજાય કે મારે આમાં લેવાદેવા નથી ને ! પ્રશ્નકર્તા : એ ક્ષમા માટે થયું, એવું સરળતા માટે કેવું હોય ? દાદાશ્રી : હા, સરળતા તો હોયને ! સામાની દશા અવળી હોય તોય સરળને એ સીધું જ દેખાય. કેવી સરળતા છે ! નમ્રતા !! આમાં કશું છે નહીં આત્માનું. પ્રશ્નકર્તા : એટલે પોતાનામાં ક્રોધ-માન-માયા-લોભ ઊડે છે એટલા માટે આવાં ગુણ પ્રગટ થાય છે ? દાદાશ્રી : લોભને બદલે સંતોષ થાય એટલે લોક કહે, જુઓને, કશું જોઈતું જ નથી. જે હોય એ ચાલે. એવાં ગુણો ઉત્પન્ન થાય ત્યારે ભગવાન કહેવાય. પ્રશ્નકર્તા : લોકોને સરળતા, ક્ષમા દેખાય ત્યારે પોતે શેમાં હોય છે ? દાદાશ્રી : પોતે મૂળ સ્વરૂપમાં હોય, લોકો આવું કહે, પુદ્ગલ આવું દેખાય એટલે. પુદ્ગલનું વર્તન આવું દેખાય એટલે લોક કહે, ઓહોહો ! કેવી ક્ષમા રાખે છે ! આ જુઓને, અમે ગાળો ભાંડી પણ કશું એમનાં મોઢાં પર અસર જ નથી. કેટલી ક્ષમા રાખે છે ! પછી પાછાં કહેવતેય બોલે, ક્ષમા વીરસ્ય ભૂષણમ્. અલ્યા હોય, વીરેય ન્હોય, ક્ષમાયે ન્હોય, આ તો ભગવાન છે એ તો. પાછાં બોલે, ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. અલ્યા મૂઆ, આ ક્ષમા નહીં, પેલી સહજ ક્ષમા. ક્ષમા જે સુધારે છે એવું કોઈ સુધારતું નથી. ક્ષમાથી જે માણસો સુધરે એવું કશાથી સુધરતું નથી. મારવાથીય સુધરતું નથી. એ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ કહેવાય. ܀

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95