Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 34
________________ સહજતા [3] અસહજનો મૂળ ગુનેગાર કોણ ? દાદાશ્રી : દરેકને ટાઈમ લાગે. ડીકંટ્રોલ્ડ પ્રકૃતિ સામે... પ્રશ્નકર્તા: કંટ્રોલ વગરની પ્રકૃતિ હોય તો ? દાદાશ્રી : પણ એ તો એની મેળે કંટ્રોલ વગરની પ્રકૃતિ જ એને ફળ આપી દે, સીધું જ. એને આપણે શીખવાડવા જવું પડે નહીં. એટલે કંટ્રોલવાળી પ્રકૃતિ હોય તો પેલાને સુખ જ પડે અને કંટ્રોલ વગરની હોય તો એની મેળે, એનું ફળ ત્યાં ને ત્યાં મળી જ જાય. પોલીસવાળા જોડે કંટ્રોલ વગરની પ્રકૃતિ કરી જોજે, ફળ ત્યાં ને ત્યાં જ મળી જાય. જ્યાં જુઓ ત્યાં. ઘરમાં હઉ, બધેય. એટલે કંટ્રોલ વગરની હોય, તેને ત્યાં ને ત્યાં ફળ મળી જાય એની મેળે, મહીં જ ફળ મળી જાય. એ રહે જ નહીં. દોડધામ કરતાં હોય કંટ્રોલ વગરની. છેવટે ઠોકર વાગીનેય ઠેકાણે આવી જાય. પ્રશ્નકર્તા : કંટ્રોલ હોય તો સારું કે નહીં ? દાદાશ્રી : કંટ્રોલ હોય તો ઉત્તમ કહેવાય. કંટ્રોલ વગર તો એને પોતાને માર પડે જ. કંટ્રોલ હોય તેના જેવું એકુંય નહીં અને જ્ઞાનના આધારે પ્રકૃતિ કંટ્રોલમાં રહે. પ્રશ્નકર્તા : જ્ઞાનથી કંટ્રોલ રહેવો એટલે સહજ રીતે, એમ ? દાદાશ્રી : સહજ શબ્દ જ ના હોય ને ! પુરુષાર્થથી રહે. સહજથી રહેતું હોય, તેને પછી આગળ કશું કરવાનું રહે જ નહીં ને ! ખલાસ થઈ ગયું. કામ પૂરું થઈ ગયું. પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં હોય જ છે. કંટ્રોલ કરવાની તમારે જરૂર નથી. ‘તમે’ સહજભાવમાં આવ્યા તો પ્રકૃતિ તો સહજભાવમાં છે જ. પ્રકૃતિનો સહજભાવ એટલે ‘જેમ છે તેમ' બહાર પડી જવું તે. પ્રકૃતિ ઓગળે ‘સામાયિક'માં તમે શુદ્ધાત્મા થયા તો પ્રકૃતિ સાહજિક થઈ. સાહજિક એ તો ડખોડખલ કરવા દે એવી હોય નહીં અને સાહજિક થઈ એટલે એ વ્યવસ્થિત છે. એટલે અમે તમને એમ ના કહીએ કે તને ખરાબ વિચાર આવ્યો તો તું ઝેર પી. હવે તો ખરાબ વિચાર આવ્યો તો ખરાબને જાણ્યો ને સારો વિચાર આવ્યો તો સારાને જાણ્યો. પણ આ બધું હવે ઓગળે શી રીતે ? કેટલુંક કંટ્રોલમાં ના આવે એવું. તમે કહો છોને તે ના ઓગળે એવી વસ્તુ છે. તેનો આપણે રસ્તો કરવો પડે. અમુક કલાક બેસી જ્ઞાતા-ૉયના સંબંધથી એ ઓગળે. જે પ્રકૃતિ ઓગાળવી હોય તે આવી રીતે ઓગળે. એટલે એક કલાક બેસી અને પોતે જ્ઞાતા થઈ પેલી વસ્તુને શેયરૂપે જુઓ. એટલે એ પ્રકૃતિ ધીમે ધીમે ઓગળ્યા કરે. એટલે બધી પ્રકૃતિ અહીં ખલાસ થાય એવી છે. વિફરેલી પ્રકૃતિ, સહજ થયે. પ્રશ્નકર્તા : દાદાએ એમ કહ્યું છે કે વિફરેલી પ્રકૃતિ સહજ થાય ત્યારે શક્તિ વધવા માંડે છે. દાદાશ્રી : હા, ખૂબ શક્તિ વધે. પ્રશ્નકર્તા : એ કેવી રીતે બને ? દાદાશ્રી : વિફરેલી પ્રકૃતિ જો સહજ થાયને, તો શક્તિ એકદમ જ ઉત્પન્ન થાય, ખૂબ ખેંચે બહારથી બધી શક્તિઓને. હોટ (ગરમ) લોખંડ હોયને, તે હોટ લોખંડના ગોળા ઉપર પાણી રેડે તો શું થાય ? બધું પી જાય, નીચે ના પડવા દે, એક ટીપુંય. તેવી રીતે આ પ્રકૃતિ એવી વિફરેલી હોયને તે હોટ ગોળા જેવી થઈ ગયેલી હોય. પછી જેમ ઠંડી પડતી જાયને, તેમ એનામાં શક્તિ વધતી જાય. સહજ જીવન કેવું હોય ? હવે સહજ જીવન જીવાય છે ખરું ? કો'ક ગાળ ભાડે તે વખતે સહજ રહે છે ? પ્રશ્નકર્તા : ગુસ્સો માનસિક રહે, બહાર ના આવે. દાદાશ્રી : એ સહજ જીવન જ ના કહેવાય. સહજ જીવનમાં તો ગાળ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95