Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 33
________________ [૩] અસહજનો મૂળ ગુનેગાર કોણ ? સહજતા છે એટલે એને એક્સેપ્ટ કરી લે છે. તો એવું ના થવું જોઈએને ? એ જુદું જ રહેવું જોઈએને ? બહારના ઉદયમાં એ એકાકાર થઈ જાય તો ? દાદાશ્રી : એકાકાર થઈ જાય તેમાં આપણે શું? એકાકાર તો એનો સ્વભાવ છે. પ્રશ્નકર્તા : અહમ્ છે તો એકાકાર થવાનો જ સંયોગોમાં. દાદાશ્રી : હા, બસ. એ થાય, પણ ત્યારે એ જોવાનું, જો એને જુએ નહીં તો માર પડે. આમ કરતું કરતું કરતું પછી છુટું થઈ જવાનું. પછી તમારે જેવું આ જ્ઞાન છે એવું જ આ બાજુનું રહેશે, જોવાનો અભ્યાસ હશે તો. નહીં તો વાર લાગશે. પ્રશ્નકર્તા : દાદા, હવે મોડું નથી કરવું. દાદાશ્રી : એમ નહીં, એ તો કાયદા તો છે જ ને. જોવાનો અભ્યાસ હોય તો પેલું નરમ થતું જાય. જે ઉદય સ્વરૂપ હોય તેમાં ડખલ કરશો નહીં. તે ઉદયને જાણો, આપણું જ્ઞાન એવું કહે છે. એટલે જે ઉદય હોય તેમાં જ ચંદુભાઈ તન્મયાકાર રહે, ‘તમારે” જાણવાનું. તેને જે ઉદય હોય, તેમાં આપાછું કરવાની જરૂર નથી. ઉદય શેનો આવશે ? કે જેનું પૂરણ કર્યું છે, તેનું ગલન થયા કરશે. આ નવું પૂરણ થવાનું નથી. માટે જૂનું જે પૂરણ કરેલું છે, તે ગલન થયા કરશે. તેને જે ઉદયમાં આવે તે ઉદયમાં રહો. ચંદુભાઈ છે તે ઉદયમાં રહે અને ‘તમારે એને જોયા કરવાનું, આટલું જ કામ. ‘તમે” એને જોયા કરો એટલે આત્મા સહજ થયો. ચંદુભાઈ ઉદયમાં રહે એટલે દેહ સહજ થઈ ગયો, પુદ્ગલ સહજ થઈ ગયું કહેવાય. હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટ પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં ‘હું કરું છું' કહે કે ડખો થયો. પુરુષાર્થ, તપ સહિત પ્રશ્નકર્તા : આપે પેલી પુરુષાર્થની વાત સુંદર કહી કે વ્યવસ્થિતના ઉદયને હિસાબે મહીં તન્મયાકાર થઈ જવાય પણ તે વખતે પોતે છે તે એમાં ભળે નહીં અને એમાં એ વખતે પુરુષાર્થમાં રહે, ભળવા ના દે. દાદાશ્રી : પુરુષાર્થમાં રહે તેને કશો વાંધો નહીં. એ જ પુરુષાર્થ કહેવાય ને ! પ્રકૃતિ તો હંમેશાં ઉદયમાં તન્મયાકાર જ થવાની એટલે એને શાંતિ થાય. અને પુરુષાર્થ ભળવા ના દે એટલે પેલી પ્રકૃતિને અકળામણ થાય એટલે બળે. પ્રશ્નકર્તા : જ્ઞાન કરીને એવું બને ખરું કે જ્યારે પેલો સંપૂર્ણ છૂટો પડી ગયો હોય, બિલકુલ ભળે નહીં, તો પછી પેલી બળતરાઓ બંધ થઈ જાય ? દાદાશ્રી : હા, થઈ જ જાયને. બળતરા બિલકુલેય હોય નહીં ને ! બળતરા તો મહીં કચરો છે, ત્યાં સુધી બળતરા છે. બળતરા મટી જશે પછી ખરી સાહજિકતા ઉત્પન્ન થઈ જશે. બળતરાવાળાને જ સાહજિકતા હોય નહીં, આનંદ-મઝા ના હોય એને.. જાણ્યું, માટે પહોંચાશે જ પ્રશ્નકર્તા: અમારે તો પ્રકૃતિમાં ડખોડખલ થઈ જાય છે, તો અમારી પ્રકૃતિ સહજ ક્યારે થશે ? દાદાશ્રી : હજુ જેટલી ડખલ થાય છે, એટલી અસહજતા બંધ કરવી પડશે. એવું તમે જાણો છો હઉ પાછાં. અસહજ થાવ છો તે જાણો છો. અસહજતા બંધ કરવાની છે તે જાણો છો. કેવી રીતે બંધ થાય તેય જાણો છો. બધું જ જાણો છો તમે. પ્રશ્નકર્તા : છતાંય કરી શકતાં નથી. દાદાશ્રી : એ ધીમે ધીમે થાય, એ એકદમ ના થાય આ. આ દાઢી કરવાના સેફટી રેઝર આવે છે ને, એવું આમ કરે ને થઈ ગયું ? થોડીવાર લાગે. એ દરેકને થોડો ટાઈમ લે. આમ કરે તો થઈ જાય, સેફટી માટે ? પ્રશ્નકર્તા: કપાઈ જાય.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95