________________
સહજતા
[૩] અસહજનો મૂળ ગુનેગાર કોણ ? પ્રકૃતિ મારી હાજરીમાં ભરાઈ રહી છે અને જરાક કો'કની કઠણ હોય તો એકાદ અવતાર વધારે થાય, એકાદ-બે અવતારમાં તો બધું ઊડતું જ થાય, બધું મલ્ટિપ્લિકેશનવાળું આ.
પ્રશ્નકર્તા : તમારી દૃષ્ટિએ તો આ ચોખ્ખું ભરાઇ રહ્યું છે કે નહીં ? અમારી દૃષ્ટિ તો ફરી, પણ જે નવી પ્રકૃતિ થવાની એ સરખી થવાની કે નહીં ?
દાદાશ્રી : હવે શંકા રાખવાનું કોઈ કારણ ના હોય ! તમે છે તે ચંદુભાઈ થઈ જાવ તો આપણે જાણીએ કે શંકા રખાય. એ તો તમારી શ્રદ્ધામાં છે જ નહીં ને !
જ્ઞાતી, પ્રકૃતિથી જુદા પ્રશ્નકર્તા : જ્ઞાન થાય એટલે સમજ આવે પણ પ્રકૃતિ થોડી નાશ થાય છે ?
દાદાશ્રી : ના, પ્રકૃતિ કામ કર્યા જ કરે. જ્ઞાનીને પણ પ્રકૃતિ હોય પણ પ્રકૃતિ જુદી હોય જ્ઞાનીથી, જ્ઞાનીથી હન્ડેડ પરસેન્ટ (૧૦૦%) જુદી હોય.
એટલે જ્ઞાની શાથી કહેવાય કે સહજ સ્વરૂપ દેહ અને સહજ સ્વરૂપ આત્મા, બન્ને સહજ સ્વરૂપ. ડખલ ના કરે. એ ડખલ કરે એ અસહજતા હોય.
પ્રકૃતિમાં, મઠિયાં કે એતો સ્વાદ ? પ્રશ્નકર્તા : દાદા, ત્યાં આપની પ્રકૃતિ કેવી રીતે કામ કરતી હોય ?
દાદાશ્રી : અમારી પ્રકૃતિ મઠિયાં ખાય છે, તે આ બધા મહાત્માઓ જાણી ગયેલા. તે અમેરિકામાં બધે જઈએ તે મારા માટે મઠિયાં બનાવી રાખે. પણ આ વર્ષમાં બે જ જણને ત્યાં ખાધા છે, બસ. માફક આવે તે પ્રકૃતિ. બધાયને ત્યાં માફક નહીં આવ્યું. એ જરાક ખઈને પછી હું રહેવા દઉં. એટલે કોઈ એમ કહે કે મઠિયાં એમને ફાવશે તો વાત માન્યામાં ના આવે. મઠિયામાં રહેલો સ્વાદ એ મારી પ્રકૃતિમાં છે.
(નીરુમા) દાદા, પાછું આ કેવું છે કે આપણી પ્રકૃતિને અત્યારે ભાવ્યું
પછી પાછું મહિના પછી નાય ભાવે, બદલાઈ જાય.
દાદાશ્રી : ત્રણ જ દહાડામાં ફેરફાર થાય, દિવસમાં ફેરફાર થાય. આજે ઢેબરાં ભાવે ને કાલે ના ભાવે.
(નીરુમા) : નાય ભાવે. દાદાશ્રી : તમે ક્યારેય સ્ટડી કર્યો એનો ?
(નીરુમા) દાદાનું જોઉં એટલે સ્ટડી થાય. સહજ પ્રકૃતિ કેવી રીતે કામ કરતી હોય છે એ દાદાનું જોઈએ ત્યારે જ ખબર પડે.
દાદાશ્રી : નાસ્તો આવે તો જોઈ જોઈને લે, પણ આમાં શું જુદું હોય ? ત્યારે કહે, શેની પર મરચું વધારે પડયું છે ? એનું નામ પ્રકૃતિ.
પ્રકૃતિ રચતાર કોણ? કઈ જાતની પ્રકૃતિ ના હોય ? પ્રકૃતિ જાતજાતની હોય. ધોધ પડે ત્યારે પરપોટા કોણ બનાવતું હશે ? કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, તે પ્રકૃતિ બંધાય પછી. તે કેટલાક મોટા થઈને અહીં ને અહીં ફૂટી જાય, કેટલાક ક્યાંય સુધી ચાલે એવી રીતે પ્રકૃતિ બધી બંધાય છે. સંજોગ અનુસાર પ્રકૃતિ બંધાય છે અને પ્રકૃતિ અનુસાર સંસાર ચાલે.
આ પ્રકૃતિ છે, તેને તમે જોયા કરો તો જરાય વાંધો નહીં. તમારી જવાબદારીનો વાંધો નથી. તમારી જોવાની ઇચ્છા હોવી જોઈએ અને છતાં નથી જોવામાં અવાતું, પછી તમારી જવાબદારી નથી.
પ્રકૃતિ સંપૂર્ણ પ્રકારે જાણે ત્યારે ભગવાન થાય. પ્રકૃતિમય ના થાય એટલે જાણે, નહીં તો પ્રકૃતિમય થાય એટલે જાણે નહીં, ત્યારથી બંધ. જો પ્રકૃતિ એને સમજણ પડી જાય તો છૂટો થાય.
જુદો રહીને જુએ તો સાહજિક પ્રશ્નકર્તા ઃ આપ્તસૂત્રમાં છે કે પ્રકૃતિ અને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ એનું નામ સાહજિકતા.