________________
[૪] આજ્ઞાનો પુરુષાર્થ બનાવે સહજ
સહ જતા
દાદાશ્રી : એ તો ભગવાન જ છે. પ્રશ્નકર્તા : પણ અમને એની પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય છે. દાદાશ્રી : હા, તે પ્રકૃતિ નિર્દોષ દેખાવી જોઈએ.
પ્રશ્નકર્તા : એ છેલ્લે પ્રકૃતિ પણ નિર્દોષ દેખાય, બન્ને નિર્દોષ દેખાય ત્યારે સહજતા આવી રહે ?
દાદાશ્રી : હા, વળી આપણો માર્ગ તો ત્યાં સુધીનો, કે તમને કપટ હોય તેય જુઓ, કહે છે. અને ક્રમિક માર્ગમાં કપટ ચાલે જ નહીંને ! અહંકાર જ બિલકુલ શુદ્ધ કરતાં કરતાં રહેવાનું, ત્યાં ચાલે નહીં.
એટલે એમ કરતાં કરતાં બે-ત્રણ અવતારેય પૂરું થાય તોય બહુ થઈ ગયું ને ! અરે, દસ અવતારે થશે તોય શું ખોટ જવાની ? પણ દોષિત નથી
કોઈ.
એટલે એ પોતાની પ્રકૃતિ સહજ કરતો જાય છે, આ પ્રમાણે જ્ઞાનમાં રહીને, પાંચ આજ્ઞા પાળીને, પણ સામો માણસ જે છે, જેણે દાદાનું જ્ઞાન નથી લીધું. તે એની પ્રકૃતિ સહજ કેવી રીતે થાય ?
દાદાશ્રી : ના, એને કશું લેવાદેવા નહીં.
પ્રશ્નકર્તા: હવે એની પ્રકૃતિ સહજ ના થાય, પણ આપણને વાંધો ના આવે ?
દાદાશ્રી : આપણે તો આ જે પાંચ આજ્ઞા છે ને, એ તમારી સેફસાઈડ છે બધી રીતે. એમાં તમે રહોને, તો કોઈ તમને હેરાન નહીં કરે, વાઘ-સિંહ કશુંય. વાઘને જેટલો વખત તમે શુદ્ધાત્મા તરીકે જુઓ, તેટલો વખત એ એનો પાશવી ધર્મ, પશુયોનિનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, પછી કશું કરે નહીં.
પ્રશ્નકર્તા : એટલે સામામાં શુદ્ધાત્મા જોવાથી એનામાં કોઈ પરિવર્તન આવતું હશે ?
દાદાશ્રી : ઓફકોર્સ (ચોક્કસ), તેથી જ હું કહું છું કે ઘરના માણસોને શુદ્ધાત્મા’ તરીકે જુઓ. કોઈ દહાડો જોયા જ નથીને ! તમે ઘરમાં પેસતા છે તે મોટા છોકરાને જુઓ તો તમને આમ દૃષ્ટિમાં કશું ના હોય. દૃષ્ટિમાં કેમ છો, કેમ નહીં, બધું કરો પણ અંદરખાને કહે, સાલો નાલાયક છે. એવું જુઓ તો એની અસર થાય. જો શુદ્ધાત્મા જોયા તો એની અસર થાય.
આ જગત નરી અસરવાળું છે. એ એટલું બધું ઇફેક્ટિવ છે કે ન પૂછો વાત. આ વિધિઓ કરીએ છીએ તે અમે એવું જ કરીએ છીએ, અસર મૂકીએ છીએ, વિટામીન મૂકીએ છીએ. તે એટલી શક્તિ ઉત્પન્ન થઈ, નહીં તો શક્તિ કેમ કરીને થાય તે ? હું અનંત અવતારની કમાણી લઈને આવ્યો છું અને તમે એમ ને એમ રસ્તે હેંડતા આવ્યા.
પ્રશ્નકર્તા : તમે કહેલું કે અમે શુદ્ધાત્માને શુદ્ધાત્મા તરીકે જોઈએ. મહીં આ શુદ્ધાત્મા તો નિર્દોષ છે જ...
વ્યવસ્થિત' સમજે, તો થાય સહજ ‘જ્ઞાન’ પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે, એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ?
પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે ને ગાળોય દઈ દઉં આ રેલ્વવાળાઓને.
દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ ‘વ્યવસ્થિત’ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઇ બાપોય રચનાર નથી અને તે ‘વ્યવસ્થિત' છે.” આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે. તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તે જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રિલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતાદ્રા અને પરમાનંદ પદમાં રહે.