Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 26
________________ [૨] અશ સહજ - પ્રણ સહજ સંહજતા ને ત્યાંના માણસને કહ્યું, ‘પ્લીઝ, હેલ્પ મી. મારી પાસે તો આટલે દૂર જવું છે તેના પૈસા પણ નથી.' પેલા સાહજિક લોકો તરત જ પોતે ડ્રાઈવીંગ કરીને પોતાને પૈસે મૂકી જશે. ત્યારે આપણા અહીં તો લોક કહેશે, ફોરેનવાળા તો બહુ સારા, બહુ સારા ! અલ્યા, સાહજિકને શું વખાણવા જેવું ? નાલાયક હશે તો મારીને લઈ લેશે ને સારા હશે તો આપી જશે. એને લઈ લેવાના વિચાર જ નહીં આવે, કારણ કે સાહજિક છે અને અહીંનાનું તો ચક્કર તરત ફરે. તે કંઈક તૃત્તિયમ કરે. આ તો ઈન્ડીયન, એનો લોભ તો સાત પેઢીનો લોભ હોય. પણ અત્યારની આ જનરેશનવાળાને લોભ ઓછો થઈ ગયો છે. એ ફોરેનવાળાને વિલિયમ ને મેરી કમાય તો એ જોડું મા-બાપથી છૂટું રહે. આપણે અહીં દિકરો કમાય ને હું ખાઉં, તે દિકરો મારું નામ કાઢે. કારણ કે આધ્યાત્મિકમાં ફુલ્લી ડેવલપ છે, ભલે ભૌતિકમાં અન્ડરડેવલપ છે. એ ફોરેનવાળા ભૌતિકમાં ફુલ્લી ડેવલર્ડ દાદાશ્રી : હિન્દુસ્તાનમાં ઊંચામાં ઊંચો ક્રોધ હોયને, ઊંચામાં ઊંચો લોભ હોય, કપટ ઊંચામાં ઊંચું હોય, તે જ ફુલ્લી ડેવલપ કહેવાય. ફોરેનવાળાને તો કપટ જ ના આવડે. ફોરેનના સાહજિક હોય ને અહીંના વિકલ્પી હોય. આપણે અહીંની સ્ત્રીઓ સહજ છે, છતાં ત્યાંના ફોરેનના પુરુષો કરતાં હજાર ઘણી જાગૃત હોય છે. ત્યાંના લોકોની સહજતા કેવી ? એ તો કેવા છે ? મારકણી ગાય હોય, તેને કશું કરે નહીં તોયે શિંગડા મારમાર કરે. જ્યારે ના મારકણી ગાય હોય તેના શિંગડા હલાવી હલાવ કરીએ તોયે કશું કરે નહીં. ફોરેનમાં ગજવા કાપનાર, લૂંટારા એટલું જ કર્યા કરે ને ભલો માણસ હોય એ ભલાઈ જ કર્યા કરે, એને લુંટના વિચાર જ ના આવે. અહીંયા કાકાના છોકરાની પાસે ગાડી માંગી હોય તો હિસાબ કરી લે કે આવવાના ૧૫ માઈલ, જવાના ૧૫ માઈલ, આટલા રૂપિયા પેટ્રોલ, આટલા માઈલ માટે જોઈશે. ઉપરાંત બધા પાર્ટસને ઘસારો લાગશે ને એટલો ટાઈમ મારી ગાડી બીજો વાપરશે. મોટરમાં કંઈ બગડી જશે તો ? એક ક્ષણમાં તો જાત જાતના કેલક્યુલેશન કરીને કહે કે મારે શેઠ આવવાના છે, તો મારાથી ગાડી તને નહીં અપાય. પોતાનું નુકસાન સમજી જાય ને તરત જ ચક્કર ફેરવી નાખે, એ જ ફુલ્લી ડેવલપની નિશાની. આમનો વ્યવહાર ભલે ખરાબ દેખાય, આખી દુનિયામાં ખરાબ વ્યવહાર દેખાય. પણ એ જ કુલ્લી ડેવલપ છે. જેમ જેમ એ ફોરેનવાળા ડેવલપ થશે ત્યારે તો એય વિકલ્પી થશે. આ ફોરેનના લોક બાગમાં બેઠા હોય તો અરધા-અરધા કલાક સુધી હાલ્યા-ચાલ્યા વગર બેસી રહે ! અને આપણા લોક ધર્મની જગ્યાએય પણ હાલાહાલ કરી મૂકે !! કારણ આંતરિક ચંચળતા છે. ફોરેનના લોકોની ચંચળતા પાઉં ને માખણમાં હોય અને આપણા લોકોની ચંચળતા સાત પેઢીની ચિંતામાં હોય ! પ્રશ્નકર્તા : એ લોકોને લોભ હોય છે ને ? દાદાશ્રી : એ લોભ નથી ગણાતો. ત્યાંના તો ગણ્યાગાંઠ્યા જ લોભી માણસો હોય, લોર્ડ કે એવો કોઈ હોય તે. અહીંના તો મજૂરેય લોભી હોય પ્રશ્નકર્તા : અને હિન્દુસ્તાનના લોકો ? દાદાશ્રી : હિન્દુસ્તાનના લોકો અસહજ છે, તેથી ચિંતા વધારે છે. ક્રોધમાન-માયા-લોભ વધી ગયાં, એટલે ચિંતા વધી ગઈ. નહીં તો કોઈ મોક્ષે જાય એવા નથી ને કહેશે, ‘અમારે કંઈ મોક્ષે આવવું નથી, અહીં બહુ સારું છે.” આ ફોરેનના લોકોને કહીએ કે ‘હૈડો મોક્ષમાં.’ ત્યારે એ કહેશે, “ના, ના, અમારે મોક્ષની કંઈ જરૂર નથી.’ અહંકારી વિકલ્પી : મોહી સાહજિક પ્રશ્નકર્તા : તમે કહ્યું કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સહજ હોય છે. દાદાશ્રી : સ્ત્રી જાતિને બહુ વિકલ્પ ઊભા ના થાય. સ્ત્રીઓમાં સહજભાવ વધારે હોય. અહંકાર હોય તો વિકલ્પ ઊભા થાય. અહંકાર તો દરેકમાં હોય પણ તે સ્ત્રીઓમાં બહુ ઓછો હોય. મોહ વધારે હોય. શેઠની દુકાને નાદારી નીકળવાની હોય, તોય શેઠાણી છે તે કોઈ ભિક્ષુક

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95