Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 27
________________ [૨] અજ્ઞ સહજ – પ્રજ્ઞ સહજ ૧૯ સહજતા. આવે તેને સાડલો આપે, બીજું આપે અને આ શેઠ એક દમડી પણ ના આપે. શેઠ બિચારાને મહીં થયા કરે કે હવે શું થશે ? શું થશે? જ્યારે શેઠાણી તો નિરાંતે સાડી-બાડી આપે, એ સહજ પ્રકૃતિ કહેવાય. મહીં જેવો વિચાર આવ્યો એવું કરી નાખે. શેઠને તો મહીં વિચાર આવે, લાવ બે હજાર રૂપિયા ધર્માદા આપીએ. તો તરત પાછો મનમાં કહેશે, ‘હવે નાદારી નીકળવાની છે, શું આપીએ ? મેલોને છાલ હવે !” તે ઉડાડી મેલે ! દાદાશ્રી : પછી રસ્તો ખોળી કાઢે કે આમાં સુખ નથી. આ સ્ત્રીઓમાં સુખ નથી, છોકરાંમાં સુખ નથી. પૈસામાંય સુખ નથી, એવી એમની ભાવના ફરે ! આ ફોરેનના લોકો તો સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી, એવું તો કોઈ બોલે જ નહીં ને ! એ તો પેલી બળતરા ઊભી થાય ત્યારે કહે કે હવે અહીંથી ભાગો કે જ્યાં કંઈક મુક્ત થવાની જગ્યા છે. આપણા તીર્થંકરો મુક્ત થયેલા છે ત્યાં હેંડો, આપણને આ ના પોસાય. પ્રશ્નકર્તા : એટલે તે વખતે એમનો ભાવ બદલાવો જોઈએ એમ ? દાદાશ્રી : ભાવ બદલાય નહીં તો ઉકેલ જ ના આવે ! આ દેરાસરમાં જાય, મહારાજ પાસે જાય, એ ભાવ બદલાયા સિવાય તો કોઈ જાય જ નહીં સહજ તો મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે. એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે અને ના પણ માંગે. પણ જો તમે માંગો તો તરત માંગી લેશે. તમે ઉદયકર્મના આધીન નહીં રહેવાના, તમે જાગૃતિના આધીન રહેવાના અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ? તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી હોય. ને ! અજ્ઞ સહજ ) અસહજ પ્રજ્ઞ સહજ પ્રશ્નકર્તા: પહેલો મોક્ષ કોનો થાય ? સહજનો થાય કે અસહજનો થાય ? દાદાશ્રી : પેલા સહજને તો અહીં આવવું પડશે. હજુ આ બફારામાં આવવું પડશે. આ ૧૦૦ ટચના સોનાને શુદ્ધિકરણ (કરવા)નું આ કારખાનું છે. હિન્દુસ્તાન એટલે આખી રાતદહાડો ભઠ્ઠીમાં ! પ્રશ્નકર્તા : એટલે એમ થયું ને કે સહજતામાંથી અસહજતામાં જાય. એ પછી અસહજતા ‘ટોપ” પર જાય, ત્યાર પછી મોક્ષ તરફ જાય ? દાદાશ્રી : અસહજતામાં ‘ટોપ પર જાય, ત્યાર પછી બળતરા પૂરી જુએઅનુભવે, ત્યારે મોક્ષે જવાનું નક્કી કરે. બુદ્ધિ, આંતરિક બુદ્ધિ ખૂબ વધવી જોઈએ. ફોરેનના લોકોને બાહ્ય બુદ્ધિ હોય, તે એકલું ભૌતિકનું જ દેખાડે. નિયમ કેવો છે, જેમ આંતરિક બુદ્ધિ વધે તેમ બીજા પલ્લામાં બળતરા ઊભી થાય ! ઉદયાકાર તે ઊંધી સાહજિકતા પ્રશ્નકર્તા : જ્ઞાન પછી એ સાહજિકતા કેવી હોય એ સમજાવો ને ! દાદાશ્રી : ઉદય આવેલો એટલું જ કરે. પોતાપણું ના રાખે. પેલું અજ્ઞાન સાહજિક પોતાપણા સહિત હોય. પતંગ ચડાવવા ગયો તે સાહજિક, દાદાએ ના કહી, એને નહોતું જવું હોય તોય ગયા... પ્રશ્નકર્તા: એ તો દાદા આજ્ઞાની વિરુદ્ધ ગયો કહેવાય ને ? દાદાશ્રી : વિરુદ્ધ ને વળી સાહજિક કહેવાય પાછું. ભેંસ બનાવે એ સાહજિકતા. પ્રશ્નકર્તા: ભેંસ બનાવે ? દાદાશ્રી : ત્યારે શું થાય તે ? શરીર તો જાડું મળે (!) પ્રશ્નકર્તા: ‘ટોપ' પરની અસહજતામાં ગયા પછી સહજતામાં આવવા માટે શું કરે ?

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95