Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ છે. એટલે માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થાય. અહીં ચંદુ’ પાસે માતાજીની ભક્તિ કરાવવાથી પ્રકૃતિ સહજ થાય. દાદાશ્રી કહેતા કે અમે અંબેમાના એકના એક લાલ છીએ, અમારી ચીઠ્ઠી લઈને માતાજીના દર્શન કરવા જજો, તો માતાજી સ્વીકારશે. માતાજીના આશીર્વાદથી સંસારના વિનો દૂર થાય, પણ મોક્ષ તો આત્મજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય. [૮] અંતે પામવી અપ્રયાદશા સંસારયે નડતો નથી, સંસારની જવાબદારીઓ નડતી નથી, ખાધા પછી મહીં સહજ ચાલે છે એના કરતાં બહાર વધારે સહજ ચાલે એવું છે. આપણે શું બને છે જોયા કરીએ તો. કારણ કે બહારની ક્રિયા વ્યવસ્થિતને તાબે છે, આપણા તાબામાં નથી. વ્યવસ્થિત એટલે શું કે સહજભાવે રહો અને જે બને એ થવા દો. તો આપણે અપ્રયત્નદશામાં રહેવાય અને જ્ઞાન પરિણામ પામે. અંતે આ દશા પામવાની છે. જમ્યા પછી તપાસ કરવા જવું પડે છે કે મહીં પાચક રસ પડ્યા, પાચન કોણે કરાવ્યું, એની મેળે જ બધી ક્રિયા થઈને બધું જુદું પડી જાય છે ને ? કોણ કરવા ગયું હતું મહીં ? રાતે ઊંધમાં શરીર સહજ હોય છે, અંદરનું એમ ને એમ ચાલે છે. તો બહારનું નહીં ચાલે ? “હું કરું છું, મારે કરવું પડશે” એ માનીને ડખા કર્યા કરે છે. બાકી ખાવા-પીવાનું, ધંધો, વ્યવહાર બધું સહજભાવે ચાલે એવું છે. સહજભાવમાં બુદ્ધિ ના વપરાય. સહજ એટલે અપ્રયત્ન દશા, પોતાનો કોઈ જાતનો પ્રયત્ન નહીં. હા, ચંદુનો પ્રયત્ન થાય, તેય વ્યવસ્થિતને આધીન થયા કરે, પણ પોતે ‘મેં આમ કર્યું’ એ ભાન હોય નહીં. આ જગતમાં ના કરવા જેવુંય નથી ને કરવા જેવું નથી. શું બને છે. એ જોયા-જાણ્યા કરવા જેવું છે. આપણી દૃષ્ટિ કેવી રાખવી ? સહજ, શું બને છે એ જોવું. વ્યવસ્થિત સંપૂર્ણ સમજાય કે કેવળજ્ઞાન ખુલ્લું થતું જાય, સંપૂર્ણ સહજ થતો જાય. આ જ્ઞાન મળ્યું નિર્વિકલ્પ થયા પણ સહજ થયા નથી. જેટલું સહજ થાય તેમ વીતરાગતા આવતી જાય. દાદાશ્રી કહે છે, અમારે આજે આમ કરવું છે, એવું કશું ના હોય. શું ભેગું થાય છે ને શું નહીં થતું એટલું જોઈએ. એની મેળે સહજ ભેગું થઈ જતું હોય તો, નહીં તો કંઈ નહીં. એટલે કોઈ કામ ના થાય તો હિસાબ કાઢીએ કે આમાં કયો સંજોગ ખૂટે છે ? આમ ટાઈમ ને બધું સંજોગ જોતા જોતા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધું જડેલું કે જગત શી રીતે ચાલે છે ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભેગા થાય કે કાર્ય થઈ જાય. એમાં પોતાનું કર્તાપણું ક્યાં છે ? છેવટે સહજ થવું પડશે. સહજ થયા વગર નહીં ચાલે. અપ્રયત્ન દશાથી ચા-ખોરાક જે આવે તેનો વાંધો નથી. સહજતામાં દૂધપાક પૂરી મળે તો તે ખાય અને રોટલો-શાક મળે તો તેય ખાય. એકનો આદર નહીં, એકનો અનાદર નહીં એ સહજ. બહારના પ્રાપ્ત સંયોગો ને અંદરના મન, બુદ્ધિના બધા સંયોગોથી પર થાય, અંદર જે બૂમાબૂમ કરે, એ બધાને છેટા રહીને પોતે જુએ ત્યારે સહજ દશા પ્રાપ્ત થાય. બે વાગે જમવાનું મળે તો બોલાય નહીં, શું બને છે જોયા કરે. ખાવામાં આ નડશે, તે નડશે, એ વિકૃત બુદ્ધિવાળાને નડે, સહજને કશું નડે નહીં. આવી પડેલું દુઃખ ભોગવ, આવી પડેલું સુખ ભોગવ, આવી પડેલું ખા, આપણે ડખલ કરવી નહીં એનું નામ સહજ, એ સહજની પ્રાપ્તિ પ્રારબ્ધને આધીન નથી, એ જ્ઞાનને આધીન છે. અજ્ઞાન હોય તો અસહજ થાય અને જ્ઞાન હોય તો સહજ થયા કરે. આ તો અક્રમ વિજ્ઞાન છે, ક્રમ નહીં, કરવાનું કશું નહીં. કરે ત્યાં સંસાર, સહજ ત્યાં આત્મા. હું ચલાવું છું, મારે કંઈ કરવું પડશે, હું કરું છું એ ભાવો નહીં, કર્તાપણાની લગામ જ છોડી દેવાની. એવા એક દહાડો ભાવ કરવાના કે દાદા, તમને લગામ સોંપી, હવે હું તો જ્ઞાતા-દ્રષ્ટા. મારે કંઈ ચલાવવું નથી. પછી જુઓ ચાલે છે કે આપણે ચલાવવું પડે છે ? આ તો ‘હું કરું’ એમ લગામ પકડે છે તેથી જ બગડે છે. પાંચ ઈન્દ્રિયના ઘોડાની લગામ છોડી દે તો સહજ ચાલ્યા કરશે. વ્યવસ્થિત સમજાશે કે રોજના કરતા સારું ચાલ્યું. બધું ખાવાપીવા, વેપાર બધું સારું ચાલ્યું. વખતે લગામ ફરીથી પકડાઈ જાય, ડખો થઈ જાય તો માફી માંગી લેવી. પછી પ્રેક્ટિસ પડતા કરેક્ટનેસ આવી જાય. એથી આગળનો સ્ટેજ, ચંદુભાઈ શું બોલે છે, એને જો જો કરવાનું કે આ કરેક્ટ છે. કે નહીં ! આ સહજ થયું એ તો છેલ્લી દશાની વાત છે ! સહજ દશા પહોંચવા માટે વધારે આગળનો પુરુષાર્થ દાદાશ્રી બતાવે છે જેને ઉતાવળ હોય તેણે અપરિગ્રહી થવું જોઈએ. તું વ્યવહારને વળગ્યો છે કે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95