________________
[૧] સહજ ‘લક્ષ' સ્વરૂપનું, અક્રમ થકી !
સહ જતા.
ના પડતું હોય, તમને ચિંતા-વરીઝ ના થતી હોય, સંસારમાં ક્રોધ-માન-માયાલોભ ન થતાં હોય તોય એ મૂળ આત્મા નથી. જે શુદ્ધાત્મા છે તે તમને પ્રાપ્ત થયો છે, એટલે મહીં મોક્ષના પહેલા દરવાજામાં તમે પેઠા છો. એટલે તમારું નક્કી થઈ ગયું કે તમે હવે મોક્ષને પામશો. પણ એથી તો ઘણો આગળ મૂળ આત્મા છેટો છે.
તમારે આ શબ્દનું અવલંબન જતું રહે, એટલા માટે આ પાંચ આજ્ઞા પાળો તો ધીમે ધીમે દર્શન દેખાતું જાય. દેખાતું દેખાતું દેખાતું પોતાના સેલ્ફમાં જ અનુભવ રહ્યા કરશે. પછી શબ્દની જરૂર નહીં પડે. એટલે શોર્ટકટમાં તો આવી ગયા ને !
અને જ્ઞાનનો અનુભવ પ્રજ્ઞાને થાય.
પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું” એવું બોલે છે, તેય પ્રજ્ઞા જુએ છે ? દાદાશ્રી : બોલે છે ટેપરેકર્ડ, પણ ભાવ પ્રજ્ઞાનો છે. પ્રશ્નકર્તા : તો એ સહજ ક્રિયા પ્રજ્ઞાની થઈ ? દાદાશ્રી : પ્રજ્ઞાની બધી ક્રિયાઓ સહજ જ હોય, સ્વાભાવિક જ હોય.
તિરાલંબ બતાવે પંચાજ્ઞા આ જે આપ્યું છેને, એ શુદ્ધાત્મા પદ છે. હવે શુદ્ધાત્મા પદ ત્યાંથી મોક્ષ થવાનો સિક્કો વાગી ગયો. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે પણ “શુદ્ધાત્મા’ એ શબ્દનું અવલંબન કહેવાય છે. જ્યારે નિરાલંબ થશે ત્યારે આત્મા દેખાય બરોબર.
પ્રશ્નકર્તા : હા, તો એ નિરાલંબ દશા ક્યારે આવે ?
દાદાશ્રી : હવે ધીમે ધીમે નિરાલંબ ભણી જ જવાના. આ અમારી આજ્ઞામાં ચાલ્યા કે નિરાલંબ ભણી ચાલ્યા. એ શબ્દનું અવલંબન ધીમે ધીમે જતું રહેશે અને છેવટે નિરાલંબ ઉત્પન્ન થઇને ઊભું રહેશે. નિરાલંબ એટલે પછી કોઇની કંઇ જરૂર ના હોય. બધું આખું ગામ જતું રહે તોય ભડક ના લાગે, ભય ના લાગે. કશું જ નહીં. કોઇના અવલંબનની જરૂર ના પડે. હવે ધીમે ધીમે તમે એ તરફ જ ચાલ્યા. અત્યારે તમે ‘શુદ્ધાત્મા છું' કર્યા કરો, એટલું જ બસ છે.
પ્રશ્નકર્તા એટલે આત્મદર્શન પછી જે સ્થિતિ આવે તે તદન નિરાલંબ સ્થિતિ જ હોઈ શકે ને ?
દાદાશ્રી : નિરાલંબ થવાની તૈયારીઓ થયા કરે. આ અવલંબનો ઓછાં થતાં જાય. છેવટે નિરાલંબ સ્થિતિ થાય.
એટલે મારી પાસે શુદ્ધાત્મા તમે બધા પ્રાપ્ત કરો છો. હવે એ શુદ્ધાત્માનું લક્ષ તમને નિરંતર રહેતું હોય એની મેળે, સહજ રીતે રહેતું હોય, યાદ કરવું