________________
[૧] સહજ ‘લક્ષ’ સ્વરૂપનું, અક્રમ થકી !
જોતા જઈએ પણ જેમ એક વસ્તુ જોઈ છે કે આ ડબ્બીમાં હીરો જ છે અને જેવું દેખાયને, એવું સ્પષ્ટ દેખાય નહીં.
દાદાશ્રી : સ્પષ્ટ દેખવાની જરૂરેય નહીં.
પ્રશ્નકર્તા : એ તો પછી મિકેનિકલપણું લાગે.
દાદાશ્રી : ના, ના, જોયેલો છે. આપણા લક્ષમાં જ હોય, કે હીરો જ છે. એ તો આપણને લાગે છે.
દિવ્યચક્ષુ ઉપયોગે...
૭
આ બધામાં શુદ્ધાત્મા જુઓ છો ?
પ્રશ્નકર્તા : જોઉં છું પણ કો'ક વખત વિસ્તૃત થઈ જાય.
દાદાશ્રી : કો'ક વખત વિસ્તૃત થઈ જાય એમ નહીં, પણ કો'ક વખત જુઓ છો ખરાને ?
પ્રશ્નકર્તા : હા, જોઉં છું.
દાદાશ્રી : એ જોવાનો અભ્યાસ કરે એટલે આખો દહાડો સમાધિ રહે. એક કલાક આમ બહાર નીકળ્યા, શુદ્ધાત્મા જોતાં જોતાં જઈએ તો કોઈ વઢે આપણને કે શું જુઓ છો ? આ આંખે રિલેટિવ દેખાય, અંદરની આંખથી શુદ્ધાત્મા દેખાય. આ દિવ્યચક્ષુ છે. તમે જ્યાં જોશો ત્યાં દેખાશે. પણ એનો અભ્યાસ પહેલા કરવાનો, પછી સહજ થઈ જશે. પછી એમ ને એમ સહજાસહજ દેખાયા કરશે. અભ્યાસ પહેલાંનો તો અવળો હતો, એટલે આનો અભ્યાસ કરવો પડે ને ? એટલે થોડા દહાડા હેન્ડલ મારવું પડે.
પ્રશ્નકર્તા : સવારે બહાર ચાલવા જઈએ ત્યારે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એમ બોલીએ અને પછી આજુબાજુ ઝાડ-પાનને બધું જોઈએ ત્યારે બોલાઈ જવાય કે શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, તો એ બેમાંથી કયું વધારે સારું ?
દાદાશ્રી : પેલું જે બોલો છો, કરો છો એ બધું બરાબર છે. એ જ્યારે પછી ધીમે ધીમે બોલવાનું બંધ થઈ જશે, ત્યારે એથી વધારે સારું. બોલવાનું
८
સહજતા
બંધ થાય અને એમ ને એમ જ થયા કરે.
પ્રશ્નકર્તા : તો આ બેમાંથી કયું સારું ?
દાદાશ્રી : બન્નેય, બોલવાનું જરૂરી નથી, છતાં બોલે છે તો સારું છે. બોલ્યા વગર એમ ને એમ નમસ્કાર ના કરાય ? પણ અંદર બોલે છે તેય વાંધો નથી. મનમાં એવું થાય તોય વાંધો નહીં.
શુદ્ધ સામાયિક્તી કિંમત
પાંચ વાક્યોમાં રહેવાય તેટલું અવશ્ય રહેવું જ અને ના રહેવાય તો મહીં ખેદ રાખવો થોડો ઘણો, કે એવા તે મહીં શું કર્મના ઉદય લાવ્યા કે આપણને આજ જંપીને બેસવા નથી દેતા ! દાદાની આજ્ઞામાં રહેવાને માટે, કર્મના ઉદય પાછા સહિયારા જોઈએ ને ? ના જોઈએ ? નહીં તો એક કલાક
આમ ગ્લેંડતા હૈંડતા શુદ્ધાત્મા જોતાં જોતાં જવું. તે કલાક કાઢી નાખવો. ફ્રેંડતાંચાલતાં પુણિયા શ્રાવકનું સામાયિક થઈ ગયું !
‘આપણી’ આ સામાયિક કરો છો, ત્યારે પણ પ્રકૃતિ બિલકુલ સહજ
કહેવાય.
પ્રશ્નકર્તા : જેની સામાયિક ભગવાન મહાવીરે વખાણી, એમાં શું રહસ્ય છે સમજાવો જરા.
દાદાશ્રી : એ શુદ્ધ સામાયિક હતી. એવી સામાયિક મનુષ્યનું ગજુ જ નહીં ને ! શુદ્ધ સામાયિક, આ જેવું મેં તમને આપ્યું છે, એ દિવ્યચક્ષુ સાથેનું સામાયિક હતું.
એ પુણિયો ઘરમાં રહે, બહાર ફરે તોયે પણ એનું શુદ્ધ સામાયિક, દિવ્યચક્ષુના આધારે એમને સામાયિક હતું. એ રૂ લઈ આવે. એની પુણીઓ કરીને પછી એને વેચે, એટલે પુણિયા શ્રાવક કહેવાતા'તા. પુણીઓ કાંતતી વખતે એનું મન જે હતું, તે આની મહીં તારમાં હતું અને ચિત્ત ભગવાનમાં હતું. આ સિવાય બહાર બધું કશું જોતો-કરતો નહોતો. ડખલ કરતો જ નહોતો.
વ્યવહારમાં મન રાખતો'તો અને નિશ્ચયમાં ચિત્તને રાખતો'તો. તો એ ઊંચામાં